રશિયા પાસેથી 5 એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદશે ભારત, બંને દેશો વચ્ચે થયા 8 મહત્વના કરાર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય વાર્તા સમાપ્ત થઈ ગઈ. ભારત અને રશિયાએ પોતાની મિત્રતામાં એક નવો અધ્યાય જોડ્યો. બે દેશોએ એસ-400 ડીલ પર હસ્તાક્ષર કર્યાં.

રશિયા પાસેથી 5 એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદશે ભારત, બંને દેશો વચ્ચે થયા 8 મહત્વના કરાર

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય વાર્તા સમાપ્ત થઈ ગઈ. ત્યારબાદ જોઈન્ટ સ્ટેટમેન્ટ આપતા પીએમ મોદીએ કહ્યું છે કે અમને ખુલીને ઊંડી ચર્ચા કરવાની તક મળી. રશિયા સાથે ભારત પોતાના સંબંધોને ઝડપથી પ્રાથમિકતા આપે છે. બંને દેશો વચ્ચે સંબંધ વધુ પ્રાસંગિક થયા છે. અમારી ભાગીદારીને સતત નવી ઉર્જા મળી છે અને વૈશ્વિક રીતે અમારા સંબંધોને મજબુતી મળી છે.શિખર વાર્તા અને જોઈન્ટ કોન્ફરન્સ બાદ પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને બાળકોના સમૂહ સાથે મુલાકાત પણ કરી હતી. ભારત રશિયા પાસેથી 5 એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદશે. 

ગગનયાન મિશનમાં રશિયા કરશે સહયોગ
પીએમ મોદીએ કહ્યું કે રશિયા સાથે ભારતના અદ્વિતીય સંબંધ છે. ટ્રેડથી લઈને રોકાણ, નાભિકીયથી લઈને સૂર્ય ઊર્જા, સાગરથી લઈને અંતરિક્ષ સુધીના ભારત-રશિયાના સંબંધોનો હજુ વધુ વિસ્તાર થશે. અંતરિક્ષ મિશનમાં સહયોગ દેવા માટે રશિયાએ અમને આશ્વાસન આપ્યું છે. આતંકવાદ વિરુદ્ધના સંઘર્ષમાં ભારત અને રશિયાનું જોઈન્ટ હિત છે. ભારત અને રશિયા બંને આ મુદ્દે એક સાથે ઊભા છે. ભારત રશિયાની મિત્રતા પોતાનામાં જ અનોખી છે. ભારતની વિકાસ યાત્રામાં રશિયા હંમેશા સાથે રહ્યું છે.  

પુતિને પીએમ મોદીને આપ્યું આમંત્રણ
આ બાજુ રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પણ પોતાના જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું કે ભારત આવીને મિત્રતાનો માહોલ મળે છે. ભારત સાથે અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર સહયોગની ચર્ચા થઈ. પુતિને પીએમ મોદીને રશિયાના સહેર વ્લાદિવોસ્તોકમાં આયોજિત થનારા ઈસ્ટર્ન ઈકોનોમિક્સ ફોરમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત પણ કર્યાં. પુતિન આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ બેઠક કરશે. આ અગાઉ બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરે વાતચીત થઈ. જેમાં રક્ષા મંત્રી નિર્મલા સીતારમન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પણ હાજર રહ્યાં હતાં.

ભારત-રશિયા વચ્ચે થઈ S-400 ડીલ
ભારત અને રશિયાએ પોતાની મિત્રતામાં એક નવો અધ્યાય જોડ્યો. બે દેશોએ એસ-400 ડીલ પર હસ્તાક્ષર કર્યાં. બે દિવસના ભારત પ્રવાસ પર આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને પીએમ નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ ડીલને આખરી ઓપ આપવામાં આવ્યો. આ ડીલ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ ડીલ માટે અમેરિકા સતત ભારતને ધમકી આપી રહ્યું હતું. તેનું દબાણ હતું કે જો ભારતે રશિયા સાથે આ ડીલ કરી તો તે તેના ઉપર આકરા પ્રતિબંધો લગાવશે. પરંતુ ભારતે અમેરિકાની તમામ ધમકીઓને બાજુ પર હડસેલીને આજે આ ડીલ પર હસ્તાક્ષર કર્યાં.  

अमेरिका की भारत को 'चेतावनी', अगर रूस से की S-400 डील तो लगा देंगे बैन

ગુરુવારે ભારત પહોંચ્યા હતાં પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન બે દિવસના ભારત પ્રવાસે આવ્યાં છે. ગુરુવારે પીએમ મોદીએ તેમને ગળે લગાવીને સ્વાગત કર્યુ હતું. પીએમ મોદીએ તેમના માનમાં ડીનરનું પણ આયોજન કર્યું હતું. 

19મું ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન
આજે 19મું ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન યોજાયું છે. સંમેલનમાં બંને નેતાઓ વિભિન્ન દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરશે. તેમાં મોસ્કો વિરુદ્ધ અમેરિકી પ્રતિબંધ અને આતંકવાદ વિરોધી સહયોગ સામેલ છે. રશિયન રાષ્ટ્રપતિ સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. જેમાં નાયબ વડાપ્રધાન યુરી બોરિસોવ, વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને વ્યાપાર તથા ઉદ્યોગમંત્રી ડેનિસ મંતુરોવ સામેલ છે. 

બેઠક પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિન ભારતમાં તમારું સ્વાગત છે. વાતચીતને લઈને હું ઉત્સુક છું. તેનાથી ભારત-રશિયાના સંબંધો ગાઢ બનશે. તેમની ટ્વિટ રશિયન ભાષામાં પણ પોસ્ટ કરવામાં આવી. પુતિન ભારત પહોંચતાની સાથે જ રશિયન સમાચાર એજન્સી તાસે અહેવાલ આપ્યો કે શુક્રવારે અનેક દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. જેમાં ભારતને એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ આપવાનો પાંચ અબજ ડોલરનો કરાર પણ સામેલ છે. 

આ એસ-400 ડીલથી અમેરિકી પ્રતિબંધનો ભંગ
હસ્તાક્ષર થનારા કરારથી રક્ષા, અંતરિક્ષ, વ્યાપાર, ઉર્જા અને પર્યટન જેવા પ્રમુખ ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન મળશે. પરંતુ મુખ્ય ધ્યાન એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ પર રહેશે કારણ કે જો આ કરાર પર હસ્તાક્ષર થયા તો તેનાથી રશિયા પાસેથી હથિયારોની ખરીદી પર અમેરિકી પ્રતિબંધોનો ભંગ થઈ શકે છે. 

ભારતે સંકેત આપ્યા છે કે અમેરિકી પ્રતિબંધો છતાં તે આ કરારની દિશામાં આગળ વધશે. ભારત પોતાના વાયુરક્ષા તંત્રને મજબુત કરવા માટે લાંબા અંતરની મિસાઈલ સિસ્ટમ ખરીદવા માંગે છે. ખાસ કરીને લગભગ 4000 કિલોમીટર લાંબી ચીન ભારત સીમા માટે. રશિયા ભારતના પ્રમુખ હથિયાર આપૂર્તિકર્તામાંથી એક રહ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news