ડિયર જિંદગી: તૂટેલા સંબંધની 'કેદ'!

આપણે છોકરીઓ માટે સગાઈ, લગ્ન વગેરેને એટલું જરૂરી બનાવી દીધુ છે કે તે જીવન કરતા ખુબ આગળની વાત બની ગઈ છે. મિડલ ક્લાસ હજુ સુધી એ જ સિન્ડ્રોમમાં છે કે 'બસ કોઈ પણ કિંમતે લગ્ન થઈ જાય!'

ડિયર જિંદગી: તૂટેલા સંબંધની 'કેદ'!

તે ખુબ જ ખુશમિજાજ, જિંદાદીલ વિદ્યાર્થીની હતી. અમે બધા એક જ કોલેજમાં હતાં. આગળ જઈને જીવનની ગલીઓમાં કઈંક એવા ઘૂમ્યા કે કોણ ક્યાં ગયું તેનો અનેક દિવસો સુધી હિસાબ જ ન મળ્યો. એક દિવસ અચાનક એક વિવાહ સમારોહમાં તેને મળવાનું થયું. તે તેના ભાઈ સાથે આવી હતી. બંને સરખી રીતે મારા મિત્ર રહ્યાં છે. આથી બંને સાથે સપ્રેમ મિલન થયું. બધુ બરાબર હતું. બસ એ જ મહેસૂસ થયું કે આભા દુબે ખુબ બદલાઈ ગઈ છે. તેના ભાઈ અભયે જણાવ્યું કે સાત વર્ષ પહેલા લગ્ન તૂટ્યા બાદથી તે પોતાની જ કેદમાં 'નજરકેદ' છે. 

આ લગ્ન એટલા માટે તૂટ્યા કારણ કે છોકરાવાળાઓની કઈંક એવી માંગણી હતી જેને માનવાનો આભાએ ઈન્કાર કરી દીધો હતો. જેમ કે એક જ શહેરમાં હોવા છતાં તેને કહેવામાં આવ્યું હતું કે તે નોકરી કરી શકશે નહીં. 

જો બહુ કામ કરવાનું મન હોય તો છોકરા સાથે તેના બિઝનેસમાં જ કોઈ કામ શોધી લે. આભા એન્જિનિયર છે. તેને ટેક્સટાઈલના બિઝનેસમાં પોતાની પસંદનું કોઈ કામ દેખાયું નહીં. તેનાથી પણ વધુ આભાની સગાઈ જેની સાથે થઈ, તે દિલ્હીના સેન્ટ સ્ટીફન્સનો વિદ્યાર્થી હોવા છતાં પત્ની કામ કરે તે પક્ષમાં જોવા ન મળ્યો! પહેલા તો આ વાત ટાળી ગયો, પરંતુ સગાઈ બાદ તરત સ્પષ્ટ કરી દેવાયું. 

આભાને આશા હતી કે આ નિર્ણયમાં તેની શિક્ષિત માતા, ભાભી સાથ આપશે પરંતુ બિલકુલ વિપરિત થયું. કોઈ તેના પક્ષમાં ન આવ્યું. પિતા, ભાઈએ કઈંક સાથ આપ્યો પરંતુ પિતા સમાજ અને ભાઈ પત્નીના પક્ષમાં જતા રહ્યાં. 

આપણે છોકરીઓ માટે સગાઈ, લગ્ન વગેરેને એટલું જરૂરી બનાવી દીધુ છે કે તે જીવન કરતા ખુબ આગળની વાત બની ગઈ છે. મિડલ ક્લાસ હજુ સુધી એ જ સિન્ડ્રોમમાં છે કે 'બસ કોઈ પણ કિંમતે લગ્ન થઈ જાય!'

આ સોચ સમાજમાં છોકરીઓ, મહિલાઓ અંગે આવેલા મોટા બદલાવ બાદ પણ બદલાઈ નથી. મનમાં ક્યાંકને ક્યાંક તો એ વિચાર રહેલો જ છે કે છોકરીઓના  લગ્ન એ પ્રતિષ્ઠાનો વિષય છે. આ વાતને સરળતાથી એ રીતે પણ સમજી શકીએ કે જો ભાઈ, બહન બંને ત્રીસના થઈ ગયા છે તો પણ પ્રતિષ્ઠાની તમામ જવાબદારી 'પુત્રી' ઉપર જ ટકેલી છે. 

આપણે એક સ્વતંત્ર, સક્ષમ પુત્રી માટે દિવસ રાત સપના જોયા કરીએ છીએ, પરંતુ જેવી એ પ્રકારની 'વહુ' મળે છે, આપણો જુસ્સો ઓછો થવા લાગે છે. મનમાં આશંકાનું તોફાન ચકરાવે ચડે છે, સંબંધોની નાવડી ડગમગ થવા લાગે છે!

આભા સક્ષમ, સ્વતંત્ર છે. તેને કોઈના સહારાની જરૂર નથી. આથી તેણે તો આવા અધકચરા સંબંધમાં ન ફસાવવાની ખુશી થવા જેવી હતી. પરંતુ તેના જ પરિવારથી મરાતા ટોણા, સમર્થનની ઉણપે તેની અંદર નિરાશા ભરી દેવાનું કામ કર્યું. જે બીજાને પ્રકાશ આપવાનું કામ ચૂપચાપ કરતી હતી, તે ખુદ નિરાશાના વમળમાં ડૂબતી-ઉતરતી રહે છે.

જો તમને પણ તમારી આસપાસ આવી 'આભા' જોવા મળે, તો તેને સાથ, જુસ્સો આપજો! તમારા બાળકો માટે જેવી દુનિયા ઈચ્છો છો, તેના પાયામાં કેટલાક પથ્થરો તો 'એવા' રાખવા જ પડશે!

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news