લંડન જનારી એર ઈન્ડિયાની બે ફ્લાઇટ્સને લઈને દિલ્હી એરપોર્ટને મળી ધમકી, એલર્ટ જારી


Delhi airport received threats: દિલ્હી પોલીસના એરપોર્ટ ડીસીપીએ જણાવ્યું કે, આ પ્રકારની ધમકી મળી છે. દિલ્હી પોલીસ એલર્ટ પર છે, સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથે DIAL, એર ઈન્ડિયા, એરપોર્ટ પોલીસ, CISF સિક્યોરિટી યૂનિટ અને સ્પેશિયલ સેલને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 
 

લંડન જનારી એર ઈન્ડિયાની બે ફ્લાઇટ્સને લઈને દિલ્હી એરપોર્ટને મળી ધમકી, એલર્ટ જારી

નવી દિલ્હીઃ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના આતંકી ગુરૂપતવંત સિંહ પન્નૂએ ઘણા લોકોને ફોન પર વોઇસ કોલ્સ કરીને ધમકી આપી છે કે 5 નવેમ્બરે દિલ્હીના એરપોર્ટ (Delhi Airport)થી એર ઈન્ડિયાના બે વિમાનો  (Air India flights)ને લંડન પહોંચવા દેશુ નહીં. પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે)ના લંડન જનારી ઉડાનોને લઈને ધમકી બાદ આઇજીઆઇ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો દિલ્હી પોલીસના એરપોર્ટ ડીસીપીએ જણાવ્યું કે, આ પ્રકારની ધમકી મળી છે. દિલ્હી પોલીસ એલર્ટ પર છે, સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથે DIAL, એર ઈન્ડિયા, એરપોર્ટ પોલીસ, CISF સિક્યોરિટી યૂનિટ અને સ્પેશિયલ સેલને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 

આ મામલામાં ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડીસીપીએ જાણકારી આપી કે હાલ ધમકીને જોતા એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ પ્રમાણે અમેરિકા સ્થિત અલગાવવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસે ધમકી આપી છે કે તે લંડન માટે ઉડાન ભરનારી એર ઈન્ડિયાની બે ફ્લાઇટ્સનું સંચાલન નહીં થવા દઈએ.

— ANI (@ANI) November 4, 2020

દિલ્હીમાં 1984ના તોફાનોના 36 વર્ષ
હકીકતમાં શીખ ફોર જસ્ટિસ ખાલિસ્તાનની માગને લઈને લોકોને ભડકાવી રહી છે. આ સંગઠને લોકો પાસેથી સ્વતંત્રતા દિવસ પર લાલ કિલા પર ખાલિસ્તાની ઝંડા ફરકાવવાનું આહ્વાન કર્યું હતું. તેની સાથે જોડાયેલા ઘણા લોકોની દિલ્હી અને પંજાબ પોલીસ ધરપકડ કરી ચુકી છે. મહત્વનું છે કે 5 નવેમ્બર એટલે કે કાલે દિલ્હીમાં થયેલા 1984ના તોફાનોને 36 વર્ષ થઈ જશે, તેથી ખાલિસ્તાની આતંકીઓએ ઘણા નંબર પર કોલ કરીને ધમકી આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news