દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ યોજી રાજીનામાની કરી જાહેરાત

આજે મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં મહત્વપૂર્ણ દિવસ રહ્યો છે. આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો કે મહારાષ્ટ્રમાં દેવેંદ્વ ફડણવીસ અને અજિત પવારની સરકારને આવતીકાલે બહુમત સાબિત કરવાનો છે. ત્યારબાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પોતાના ડેપ્યુટી સીએમ પદે રાજીનામું આપી દીધું છે. અને ત્યારબાદ દવેંદ્વ ફડણવીસ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. 

દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ યોજી રાજીનામાની કરી જાહેરાત

નવી દિલ્હી: આજે મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં મહત્વપૂર્ણ દિવસ રહ્યો છે. આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની સરકારને આવતીકાલે બહુમત સાબિત કરવાનો છે. ત્યારબાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પોતાના ડેપ્યુટી સીએમ પદે રાજીનામું આપી દીધું છે. અને ત્યારબાદ દવેંદ્વ ફડણવીસ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. 

મહારાષ્ટ્રમાં ભાજપને સંપૂર્ણ જનાદેશ સાથે 105 બેઠક આપી. પણ આ જનાદેશ ભાજપને હતો, એ એટલે કહુ છું કે, 67 થી70 ટકા બેઠકો અમે મેળવી હતી. બહુમતિ કરતા ભાજપને વધુ જનાદેશ હતો. શિવસેનાના ધ્યાનમાં આવ્યું કે નંબર ગેમમાં તેની બાર્ગેનિંગ વધી શકે છે, અમે મુખ્યમંત્રી પદ શિવસેનાને આપીશું તેવુ નક્કી થયું નથી. પ્રત્યેક ઈન્ટરવ્યૂમાં અમે સ્પષ્ટ કર્યું હતું કે, તમે સાથે નહિ આવો તો અમે કોઈની સાથે પણ જઈશુ તેવી ધમકી ભાજપને અપાઈ હતી. અનેક દિવસો અમે તેમની રાહ જોઈ.

રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ દસ-બાર દિવસ સુધી સતત સત્તા સ્થાપવા માટે કોમન મિનીમમ પ્રોગ્રામ કરતા હતા. ભાજપને દૂર રાખવાનો જ તેમનો પ્રયાસ હતો, તે સિવાય કોઈ નિર્ણય લઈ ન શક્યા. મહારાષ્ટ્રમાં કેટલા દિવસ શાસન રહેશે તેથી અજીત પવારે તેઓએ અમને સત્તા સ્થાપવા સહકાર આપવાનુ નક્કી કર્યું. તેમની સાથેની ચર્ચા બાદ તેઓએ અમને એ પત્ર આપ્યો જે આધારે અમે સરકાર બનાવી.

અજીત પવારે તેમનુ રાજીનામુ અમને આપ્યું, તેના બાદ અમારી પાસે બહુમત રહ્યું નથી. બહુમત અમારી પાસે આવી હતી તેથી અમે સત્તા બનાવી હતી, તેમના રાજીનામા બાદ અમે નિર્ણય લીધો કે હોર્સ ટ્રેડિંગ ન કરતા અમે રાજીનામુ આરપીશું. આ પત્રકાર પરિષદ બાદ હું રાજ્યપાલ પાસે જઈને મારુ રાજીનામુ આપીશ

સત્તા સ્થાપનારાઓને મારી શુભેચ્છા. તેઓ સારુ સંચાલન કરશે. મને ડર છે કે આ સરકાર આપણા જ બોઝ નીચે દબાશે. તેનુ કારણ મતભિન્નતા છે. શિવસેનાના નેતા શિવજીની શપથ લેતા હતા. સત્તા કરતા લાચારી તેમને સ્વીકારવી પડે છે. ભાજપ હટાવોના એજન્ડા સાથે આ તમામ એકઠા થયા છે.

મને નિશ્ચિંત છે કે, આટલી વિરોધાભાસવાળી સરકાર બે ચક્ર વાળી સરકાર વેગથી દોડશે, તો ત્રણ ચક્ર પર ઓટો રીક્ષા પણ દોડે છે. જો ત્રણ ચક્ર અલગ અલગ દિશામાં દોડશે તો શું થશે તેની મને ચિંતા છે. પાંચ વર્ષ મહારાષ્ટ્રની જનતાનો આર્શીવાદ અમને મળ્યો છે. મહારાષ્ટ્રમાં દરેક ક્ષેત્રમાં અમે સારું કામ કર્યું છે.

ખેડૂતોથી લઈને રસ્તાઓ સુધીના કામ અમે પાંચ વર્ષમાં કર્યાં તેનુ મને મનથી સમાધાન છે. અનેક બાબતો રહી ગઈ છે, પરંતુ ઈરીગેશન, રોડ મામલે અનેક મોટા કામ અમે કર્યાં છે. પારદર્શિતાથી અમે પાંચ વર્ષ સરકાર ચલાવી, તેથી મને રાજીનામુ આપતા સમયે આ બાબતનું સમાધાન છે, કે જનતાના વિશ્વાસને પાત્ર રહેવાનું કામ અમે કર્યું. કેટલીક બાબતો ઓછી રહી છે, પણ અમારો હેતુ ખોટો ન હતો. મહારાષ્ટ્રની જનતાનો મનથી આભાર. આદરણીય મોદીના આભાર, તેમનુ પીઠબળ અમારી પાછળ હતું. અમિત શાહ, જેપી નડ્ડાનો આભાર માનું છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news