અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, શું ફરીથી એનસીપીમાં જોડાશે?

સીએમ દેવેંદ્વ ફડણવીસ સાથે ડેપ્યુટી સીએમ પદની શપથ લેનાર અજિત પવારનું વલણ ફરી એકવાર બદલાતું જોવા મળ્યું છે. જોકે સીએમ દેવેંદ્વ ફડણવીસે સોમવારે સાંજે એક દુષ્કાળ, પૂર અને ઇમરજન્સી મેનેજન્સી લઇને એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી.

અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, શું ફરીથી એનસીપીમાં જોડાશે?

મુંબઇ: સીએમ દેવેંદ્વ ફડણવીસ સાથે ડેપ્યુટી સીએમ પદની શપથ લેનાર અજિત પવારનું વલણ ફરી એકવાર બદલાતું જોવા મળ્યું છે. જોકે સીએમ દેવેંદ્વ ફડણવીસે સોમવારે સાંજે એક દુષ્કાળ, પૂર અને ઇમરજન્સી મેનેજન્સી લઇને એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ દરમિયાન દેવેંદ્વ ફડણવીસની ખુરશી ખાલી પડી હતી, જે ડેપ્યુટી સીએમ માટે રિઝર્વ હતી. જે ખાલી પડી હોવાથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે અજિત પવાર ફરી પોતાનું વલણ બદલી શકે છે. શું તે ફરીથી એનસીપી તરફ વળશે? આ બધી અટકળોનો અંત આવી ગયો છે અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદે રાજીનામું આપી દીધું છે. સૂત્રોનું માનીએ તો અજિત પવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. જોકે હજુ સુધી પુષ્ટિ થવાની બાકી છે. તો બીજી તરફ થોડીવારમાં દેવેંદ્વ ફડણવીસ પણ રાજીનામાની જાહેરાત કરી શકે છે. 

મીડિયા સાથે વાત કરશે ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેંદ્વ ફડણવીસ આજે બપોરે સાડા ત્રણ વાગે પ્રેસ કોફરન્સ કરશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફડણવીસ પહેલીવાર મીડિયા સાથે વાતચીત કરશે. સૂત્રોનું માનીએ તો દેવેંદ્વ ફડણવીસ આ પીસીમાં રાજીનામાની જાહેરાત કરશે. 

શિવસેના, કોંગ્રેસ અને એનસીપી આજે સાંજે બેઠક કરશે. આ બેઠકમાં ત્રણેય પક્ષોના નેતાની પસંદગી કરવામાં આવશે. તો બીજી તરફ સમાચાર આવ્યા છે કે શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે સીએમ બનવા માટે તૈયાર થઇ ગયા છે. ટીવી ચેનલ્સના રિપોર્ટ અનુસાર શિવસેના નેતાદીપક કેસરકરે આ દાવો કર્યો છે.

મોદી અને અમિત શાહે મહારાષ્ટ્ર મુદ્દે કરી બેઠક
મહારાષ્ટ્રને લઇને રાજકીય હલચલ મુંબઇથી માંડીને દિલ્હી સુધી તેજ થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટે બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્ય છે, ત્યારબાદ તમામ રાજકીય પક્ષો એક્ટિવ થઇ ગયા છે. દિલ્હીમાં મંગળવારે નરેંદ્ર મોદીએ ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ સાથે આ મામલે બેઠક કરી હતી. 

મહારાષ્ટ્ર મામલે થઇ રહેલી આ બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ ઉપરાંત ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર છે. તમને જણાવી દઇએ કે ભારતીય જનતા પાર્ટી માટે બહુમત સાબિત કરવો એક પડકાર છે. 

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા વિરૂદ્ધ એનસીપી, કોંગ્રેસ, શિવસેનાની અરજી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે મહત્વપૂર્ણ ફેંસલો સંભળાવી દીધો છે. કોર્ટના આદેશ અનુસાર ફ્લોર ટેસ્ટ બુધવારે સાંજે 5 વાગ્યા પહેલા થશે. ફ્લોર ટેસ્ટનું લાઇવ ટેલિકાસ્ટ પણ થશે. સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની જસ્ટિસ એનવી રમન્ન, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચે આ ચૂકાદો સંભળાવ્યો છે. 

બેંચના સૌથી સીનિયર જજ એનવી રમન્નાએ ચૂકાદો વાંચતી વખતે કહ્યું કે સંસદીય પરંપરામાં કોઇ દરમિયાનગિરી ન જોઇએ. આપણે લોકતાંત્રિક મૂલ્યોને જાળવવા પડશે.  સુપ્રીમ કોર્ટે દેવેંદ્વ ફડણવી સરકારને 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ફડણવીસ સરકારને 27 નવેમ્બરના રોજ ઓપન બેલેટ પેપર દ્વારા ટેસ્ટ આપવો પડશે. તેની વીડિયોગ્રાફી પણ થશે. ફ્લોર ટેસ્ટ પ્રોટેમ સ્પીકરની દેખરેખમાં જ થશે. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટાયેલા બધા સભ્યો 27 નવેમ્બરના રોજ શપથ લેશે. અમે મહારાષ્ટ્રના રાજ્યપાલને અનુરોધ કરીએ છીએ કે 27 નવેમ્બરના રોજ વિશ્વાસનો મત સુનિશ્વિત કરે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભાની પુરી કાર્યવાહીનું સીધું પ્રસારણ થશે. કોર્ટે એમપણ કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસના મત દરમિયાન ગુપ્ત મતદાન થશે, પુરી પ્રક્રિયામાં પાંચ વાગ્યા સુધી પુરી થવી જોઇએ. તો બીજી તરફ શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન દ્વારા કોર્ટમાં રજૂ થયેલા કપિલ સિબ્બલે માંગ કરી છે કે કોર્ટ સીએમ દેવેન્દ્વ ફડણવીસ પર મહત્વપૂર્ણ નીતિગત નિર્ણયો લેવા પર પ્રતિબંધ લગાવે. કોર્ટે આ વિશે કોઇ ટિપ્પણી ન કરી. 

શિવસેના-એનસીપી અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજીમાં રાજ્યપાલ દ્વારા અચાનક રાષ્ટ્રપતિ દૂર કરવા અને ઉતાવળમાં દેવેંદ્વ ફડણવીસને શપથ અપાવવા વિરૂદ્ધ કોર્ટે તરફ વલણ કર્યું હતું. આ સાથે જ ત્રણેય પાર્ટીઓ સુપ્રીમ કોર્ટને જલદી ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર પર ચૂકાદો મંગળવારે સવારે 10:30 વાગે સંભળાવશે. કોર્ટમાં સરકાર દ્વારા સોલિસિટર તુષાર મહેતા રજૂ થયા. તેમણે કોર્ટને કહ્યું કે તે ભાજપને એનસીપી (NCP) દ્વારા આપવામાં આવેલો સમર્થન પત્ર લઇને આવ્યા છે. જેના આધાર પર રાજ્યપાલે નિર્ણય કર્યો.  

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ બાગી નેતા અજિત પવાર મનાવવા માટે એક ગુપ્ત સ્થાન પર મીટિંગ રાખી હતી. તેમને મનાવવા માટે એનસીપીના સીનીનિયર નેતા છગન ભુજબળ, પ્રફૂલ્લ પટેલ, દિલીપ વલસે પાટીલ અને સુનીલ તટકરે ગયા હતા. આ બેઠકમાં અજિત પવારના સભ્યો પણ સામેલ હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news