સાઉદી અરબે ભારતીય શ્રમિકોને આપી 'દિવાળી ભેટ', કામદારોને મળશે હવે આ મહત્વના અધિકાર

સાઉદી અરબે (Saudi Arabia) કામદારોના હિતમાં મોટું પગલું ભરતા વિવાદાસ્પદ કફાલા સિસ્ટમ ( Kafala System) નો અંત આણ્યો છે. માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે બુધવારે આ અંગે જાહેરાત કરી. નવી વ્યવસ્થા માર્ચ 2021થી અમલમાં આવશે. હવે સાઉદી અરબમાં કામ કરનારા મજૂરોને કરાર ખતમ કરીને નોકરી બદલવાની મંજૂરી રહેશે. તેમણે મજબૂરીમાં ઓછા પગારે કામ કરવું નહીં પડે. 
સાઉદી અરબે ભારતીય શ્રમિકોને આપી 'દિવાળી ભેટ', કામદારોને મળશે હવે આ મહત્વના અધિકાર

રિયાધ: સાઉદી અરબે (Saudi Arabia) કામદારોના હિતમાં મોટું પગલું ભરતા વિવાદાસ્પદ કફાલા સિસ્ટમ ( Kafala System) નો અંત આણ્યો છે. માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે બુધવારે આ અંગે જાહેરાત કરી. નવી વ્યવસ્થા માર્ચ 2021થી અમલમાં આવશે. હવે સાઉદી અરબમાં કામ કરનારા મજૂરોને કરાર ખતમ કરીને નોકરી બદલવાની મંજૂરી રહેશે. તેમણે મજબૂરીમાં ઓછા પગારે કામ કરવું નહીં પડે. 

જલદી લાગુ થશે સુધારો
મંત્રાલય તરફથી કહેવાયું છે કે સરકાર એ તમામ પ્રતિબંધો હટાવવા જઈ રહી છે જેના કારણે પ્રવાસી શ્રમિકોને ઓછા પગારે પણ પોતાના માલિકો સાથે કરારમાં બંધાઈ રહેવું પડતું હતું. નવા શ્રમ સુધાર માર્ચ 2021માં લાગુ થશે. અત્રે જણાવવાનું કે સાઉદી અરબમાં મોટી સંખ્યામાં ભારતીય કામદારો કામ કરે છે. આવામાં આ ખબર તેમના માટે 'દિવાળી ભેટ'થી કમ નથી. 

મળશે આ અધિકાર
ઉપમંત્રી અબ્દુલ્લા બિન નાસિર અબુથુનેને(Abdullah bin Nasser Abuthunain) કહ્યું કે, 'અમે આકર્ષક શ્રમ બજાર બનાવવા અને વધુ સારા કામકાજી માહોલને નિર્મિત કરવાની દિશામાં એક પગલું ઉઠાવ્યું છે. નવા શ્રમ સુધાર લાગુ થયા બાદ વિદેશી શ્રમિકોને નોકરી બદલવા અને માલિકોની મંજૂરી વગર દેશ છોડવાનો અધિકાર રહેશે.'

ફાયદાકારક નિર્ણય
અત્રે જણાવવાનું કે આ વર્ષે G20 સમૂહની અધ્યક્ષતા કરનાર સાઉદી તેલ પર નિર્ભર અર્થવ્યવસ્થામાં વિવિધતા લાવવા માટે મહત્વકાંક્ષી યોજનાઓ પર કામ કરી રહ્યું છે અને સરકારનો આ નિર્ણય તેમના માટે લાભકારી સાબિત થશે. કારણ કે તેનાથી ઉચ્ચ-કુશળ શ્રમિકોને આકર્ષવામાં મદદ મળશે અને દેશમાં રોજગારીની નવી તકો સર્જાશે. 

શું છે કફાલા સિસ્ટમ?
સાઉદી અરબની કફાલા સિસ્ટમ શ્રમિકો પર અનેક પ્રકારના પ્રતિબંધ લગાવે છે. સીધા શબ્દોમાં કહીએ તો બીજા દેશથી આવીને અહીં નોકરી કરનારા મજૂરો પાસે ઉત્પીડનથી બચવા માટે કોઈ રસ્તો હોતો નથી. તેઓ પોતાની મરજીથી દેશ છોડી શકતા નથી, દેશની બહાર જવા માટે પણ તેમણે પોતાના માલિકોની મંજૂરી લેવી પડે છે. માલિકની મંજૂરી વગર તેઓ નોકરી પણ બદલી શકે નહીં કે પાછા ફરી શકે નહીં. એવા અનેક કેસ નોંધાયા છે જેમાં માલિકો પોતાના મજૂરોના પાસપોર્ટ જપ્ત કરી લે છે અને તેમને વધુ કામ માટે મજબૂર કરવામાં આવે છે. 

બંધ કરવાની માગણી થતી હતી
એમનેસ્ટી ઈન્ટરનેશનલ સહિત માનવાધિકાર માટે કામ કરતા સંગઠન સાઉદી અરબ પાસે કફાલા સિસ્ટમ બંધ કરવાની માગણી કરતા હતા. આ સંગઠનોનું કહેવું છે કે આ પ્રકારની પ્રણાલીઓ શ્રમિકોના માનવાધિકારોનો ખુલ્લેઆમ ભંગ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news