જો બાઈડેને બરાક ઓબામાને પણ પાછળ છોડ્યા, અમેરિકી ઈતિહાસના તમામ રેકોર્ડ તોડ્યા

 અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે મતગણતરી ચાલુ છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં જો બાઈડેનને 264 ઈલેક્ટોરલ મત મળ્યા છે અને તેમનું પલડું ભારે છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના ફાળે 214 ઈલેક્ટોરલ મત ગયા છે.

જો બાઈડેને બરાક ઓબામાને પણ પાછળ છોડ્યા, અમેરિકી ઈતિહાસના તમામ રેકોર્ડ તોડ્યા

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી (US presidential election 2020,) અંગે મતગણતરી ચાલુ છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં જો બાઈડેન (Joe Biden) ને 264 ઈલેક્ટોરલ મત મળ્યા છે અને તેમનું પલડું ભારે છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના ફાળે 214 ઈલેક્ટોરલ મત ગયા છે. આ બધા વચ્ચે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ ઉમેદવાર જો બાઈડેને એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. 

બરાક ઓબામાનો રેકોર્ડ તોડ્યો
અમેરિકાના ઈતિહાસમાં જો બાઈડેન રાષ્ટ્રપતિ પદના પહેલા એવા ઉમેદવાર બની ગયા છે જેમને સૌથી વધુ મત મળ્યા છે. તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો રેકોર્ડ પણ તોડ્યો નાખ્યો છે. જ્યારે મતગણતરી હજુ પણ ચાલુ છે. 

જો બાઈડેનને મળ્યા કેટલા મત
સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ મુજબ જો બાઈડેનને અત્યાર સુધીમાં 72,049,341 મત મળ્યા છે. જે અમેરિકાના કોઈ પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને મળેલા સૌથી વધુ  મત છે. આ અગાઉ વર્ષ 2008માં બરાક ઓબામાને 69,498,516 મત મળ્યા હતા. જ્યારે વર્ષ 1996માં બિલ ક્લિન્ટનને 47401185 મત મળ્યા હતા. 

ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળ્યા રેકોર્ડ મત
અત્રે જણાવવાનું કે આ વખતે અમેરિકામાં રેકોર્ડબ્રેક મતદાન થયું છે. જો બાઈડનની સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પ પણ બરાક ઓબામાનો રેકોર્ડ તોડી શકે છે. ટ્રમ્પને અત્યાર સુધીમાં  68,586,160 મત મળ્યા છે અને હજુ કરોડો મતોની ગણતરી બાકી છે. આશા છે કે ટ્રમ્પ ઓબામાને મળેલા મતનો રેકોર્ડ પણ તોડી શકે છે. 

કોના હાથમાં હશે અમેરિકાની બાગડોર
અમેરિકાની બાગડોર ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં રહેશે કે પછી સત્તા પરિવર્તન થઈને જો બાઈડન રાષ્ટ્રપતિ બનશે એ હજુ સ્પષ્ટ થયું નથી. રાષ્ટ્રપતિ બનવા માટે કોઈ એકને 538 ઈલેક્ટોરલ મતોમાંથી ઓછામાં ઓછા 270 મત મેળવવા જરૂરી છે. જો બાઈડેનને 264 ઈલેક્ટોરલ મત મળતા જોવા મળી રહ્યા છે જ્યારે ટ્રમ્પના ફાળે 214 મત ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news