ચંદ્રબાબુ નાયડુ સાથેની મિત્રતામાં તિરાડ પડવાથી ભાજપને થઈ રહ્યો છે ફાયદો?

આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી પર અડીખમ રહેલા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ભારતીય જનતા પાર્ટી સાથે મિત્રતાનો અંત લાવવાની જાહેરાત કરી નાખી છે.

  • સીએમ ચંદ્રબાબુ નાયડુની માગણી આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો મળે દરજ્જો
  • બજેટમાં આ અંગે જાહેરાત ન થવાથી નારાજ હતાં નાયડુ
  • આંધ્ર પ્રદેશ સરકાર અને કેન્દ્રમાંથી ભાજપ અને ટીડીપી કોટાના મંત્રીઓએ આપ્યાં રાજીનામાં

Trending Photos

ચંદ્રબાબુ નાયડુ સાથેની મિત્રતામાં તિરાડ પડવાથી ભાજપને થઈ રહ્યો છે ફાયદો?

નવી દિલ્હી: આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી પર અડીખમ રહેલા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ભારતીય જનતા પાર્ટી સાથે મિત્રતાનો અંત લાવવાની જાહેરાત કરી નાખી છે. આ રાજકીય ફેસલા પાછળ બંને પાર્ટીઓના હિતની વાત કરવામાં આવી રહી છે. કહેવાય છે કે આંધ્ર પ્રદેશની વિશેષ રાજ્યના દરજ્જાની માગ પર કેન્દ્ર સરકારમાંથી ટીડીપી મંત્રીઓના રાજીનામા જો તેમના માટે મજબુરી હતી તો ભવિષ્યમાં ગઠબંધનમાં તૂટ એ ભાજપ માટે પણ તક બની શકે છે. ભાજપ એ માનીને આગળ વધી રહી છે કે બહુપક્ષીય આંધ્ર પ્રદેશમાં જો એકલા પણ લડવું પડે તો નુકસાનની આશંકા ખુબ ઓછી છે.

મહારાષ્ટ્રના ફોર્મ્યુલાને અજમાવવા માંગે છે ભાજપ
કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા મંત્રી અરુણ જેટલી તરફથી ચંદ્રબાબુ નાયડુને સમજાવવાની કોશિશ જરૂર થઈ પરતું વધુ પંપાળવાથી દૂર રહ્યાં છે. ભાજપના આ પગલાને મહારાષ્ટ્ર સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં મુખ્ય રીતે ચાર પક્ષો શિવસેના, એનસીપી, કોંગ્રેસ અને ભાજપ દાવ અજમાવી રહ્યાં હતાં. આવામાં ભાજપ શિવસેનાથી અલગ થઈને ચૂંટણીમાં ઉતર્યો તો ફાયદો થયો હતો. કહેવાય છે કે આ જ આશા ભાજપ આંધ્ર પ્રદેશમાં લગાવીને બેઠો છે.

ભાજપના નેતાઓનું માનવું છે કે આંધ્રમાં ટીડીપી, વાઈએસઆર કોંગ્રેસ, જનસેના, કોંગ્રેસ જેવી પાર્ટીઓ છે અને બહુકોણીય મુકાબલામાં મોદીના ચહેરા સાથે ભાજપ કઈંક ગુમાવવાની જગ્યાએ વધુ મેળવશે. આમ પણ થોડા મહીના પહેલા થયેલી જિલ્લા પરિષદની ચૂંટણીમાં ટીડીપીના વલણે ભાજપને આશંકિત વધુ કર્યો હતો.

ભાજપની થિંક ટેંકનું માનવું છે કે જે રીતે દેશના દરેક ભાગમાં સમર્થન મળી રહ્યું છે ત્યારબાદ આંધ્ર પ્રદેશમાં પણ વિસ્તાર માટે આ તક છે. હાલના સમયમાં આંધ્ર પ્રદેશથી ભાજપના માત્ર બે સાંસદ અને ચાર ધારાસભ્યો છે. જ્યારે રાજ્યમાં 25 લોકસભા બેઠકો છે. લોકસભાની ચૂંટણીમાં ટીડીપીએ ભાજપને માત્ર ચાર બેઠકો આપી હતી અને પાર્ટીને સાત ટકા મત મળ્યા હતાં. વિધાનસભામાં માત્ર બે ટકા મતો મળ્યાં હતાં.

વાક્યુદ્ધમાં ભાજપે ટીડીપીને ગણાવી તકવાદી
કેન્દ્ર સરકારથી ટીડીપીના બે મંત્રીઓના રાજીનામા બાદ ભાજપે કહ્યું છે કે આગામી વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા આ ક્ષેત્રીય પાર્ટીની રાજનીતિક મજબુરીઓના અપરિહાર્ય પરિણામ છે. આંધ્ર પ્રદેશના ભાજપના પ્રમુખ કે હરિબાબુએ ટીડીપી અને તેની મુખ્ય હરિફ પાર્ટી વાઈએસવાઈ કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધના સંદર્ભે કહ્યું કે રાજ્યમાં વિશેષ શ્રેણીના દરજ્જાને લઈને રાજકીય સ્તરે એક બીજાથી શ્રેષ્ઠ બનવાની હોડ ચાલે છે. તેમણે કહ્યું કે મંત્રીઓના રાજીનામાના પગલે આગામી વર્ષ વિધાનસભાની ચૂંટણી પહેલાની એક રાજકીય ચાલથી વિશેષ કઈ નથી.

ભાજપના રાજ્યમાંથી બે લોકસભા સભ્યો છે અને આ ઘટનાક્રમથી તે વધુ ચિંતત નથી. પાર્ટી પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે ભાજપમાં આંધ્ર પ્રદેશમાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવવાની ક્ષમતા છે અને અલગ અલગ રાજ્યોમાં અમારો ટ્રેક રેકોર્ડ આ અંગે સાક્ષી પૂરાવે છે. અમે મહત્વની રાજકીય તાકા બનવા માટે ત્યાંના લોકો માટે કામ કરવાનું ચાલુ રાખીશું. હાલ ટીડીપી એનડીએનો ભાગ બની રહેશે.

ભાજપના સૂત્રોનું કહેવું છે કે જો પાર્ટી એકલા હાથે ચૂંટણી લડે તો જ્યાં હંમેશથી પક્ષની સીમિત હાજરી રહી છે તે રાજ્યમાં પોતાનો વિસ્તાર કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news