માસ્કનો એક ટુકડો બની શકે છે અપરાધીઓનું આઈકાર્ડ, આપશે મોટો પુરાવો

DNA: સામાન્ય રીતે માસ્ક આપણે કોરોનાથી બચવા માટે વપરાશમાં લઈએ છે. પરંતુ આ જ માસ્ક અપરાધીઓ સુધી પહોંચાડવામાં મદદ કરી શકે છે. ફોરેન્સિક સાઈન્સ યુનિવર્સિટી દિલ્લીના અધ્યયનમાં આ ખુલાસો થયો છે.

માસ્કનો એક ટુકડો બની શકે છે અપરાધીઓનું  આઈકાર્ડ, આપશે મોટો પુરાવો

Face Mask: માસ્કનો એક ટુકડો અપરાધીઓનું આઈકાર્ડ બની શકે છે. માસ્કથી મોઢું તો છુપાવી શકાય છે પરંતુ ઓળખ નથી છુપાવી શકાતી. આ ખુલાસો થયો છે દિલ્લીની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના એક અભ્યાસમાં. જેમાં એવું તારણ નિકળ્યું છે કે, માસ્ક તેને પહેરનારની ઓળખ છતી કરી શકે છે. આ અભ્યાસમાં માસ્ક પહેર્યું હોય તેવા 50 લોકોની ડીએનએ પ્રોફાઈલ માસ્કના ટુકડા સાથે સરખાવવામાં આવી. જેમાં સામે આવ્યું કે, 96 ટકા સુધી માસ્ક પહેરનાર શખ્સના ડીએનએ સેમ્પલ માસ્કમાંથી મળતા ડીએનએ સેમ્પલ સાથે મેચ થયા.

માસ્કથી ઓળખ છતી કરવા મામલે આ વિશેષ સંશોધન કરનાર ટીમનું કહેવું છે કે, કોરોના કાળ બાદ લોકો માસ્ક પહેરતા થયા છે. આવા કિસ્સામાં જો અપરાધના સ્થળે કોઈ માસ્ક મળી આવે તો આ માસ્ક અપરાધીને બેનકાબ કરવામાં મદદ કરી શકે છે. માસ્કમાં અને કાનમાં પહેરાતા માસ્કની પાતળી પટ્ટી પણ જો ઘટના સ્થળેથી મળી જાય તો તે અપરાધી સુધી પહોંચવામાં મદદ મળી શકે છે. અધ્યયનમાં સાબિત થયું કે માસ્કની પટ્ટીથી પણ 70 ટકાથી લઈને 96 ટકા સુધી ડીએનએ પ્રોફાઈલ મેચ થઈ.

અધ્યયનમાં એવો પણ ખુલાસો થયો છે કે, 37 ટકા લોકો એક માસ્કને ફેંકતા પહેલા 3 વાર તેનો ઉપયોગ કરે છે. જેટલી વધારે વાર લોકો ઉપયોગ કરે તેટલી વાર વ્યક્તિની ડીએનએ પ્રોફાઈલ મળવાની સંભાવનાઓ વધી જાય છે. આમ તો દરેક પ્રકારના માસ્કમાં વ્યક્તિની ડીએનએ પ્રોફાઈલ મળવાની સંભાવના હોય છે પરંતુ કાપડના માસ્કમાં ડીએનએ પ્રોફાઈલ મળવાની સંભાવના વધી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news