જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે કહેતાં કહેતાં રડી પડી!

Nora Fatehi Dance: નોરાના (Nora Fatehi)કહેવા પ્રમાણે, જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં નવી હતી ત્યારે એક મહિલા કાસ્ટિંગ ડિરેક્ટરે તેને ઓડિશનના બહાને પોતાના ઘરે બોલાવી હતી. નોરા કાસ્ટિંગ ડિરેક્ટરના ઘરે પહોંચી તો તે નોરા પર ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, 'ફિલ્મ ઈન્ડસ્ટ્રી તમારા જેવા લોકોથી પરેશાન છે એમ કહી ઘણું સંભળાવ્યું હતુ.

જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે કહેતાં કહેતાં રડી પડી!

Nora Fatehi Struggling Days: અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) આજે બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી ચૂકી છે. નોરાએ ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં જે સ્થાન હાંસલ કર્યું છે તે ઘણા કલાકારોનું સપનું છે. નોરાએ  જબરદસ્ત ડાન્સિંગ મૂવ્સથી ચાહકોને દિવાના બનાવ્યા છે. જોકે, નોરા માટે આ પદ હાંસલ કરવું સરળ કામ નહોતું. નોરાને અહીં પહોંચતાં પહેલા ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. આજે અમે તમને નોરાના સ્ટ્રગલિંગના દિવસોની આવી જ એક સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, જે કહેતી વખતે નોરા પણ ભાવુક થઈ ગઈ હતી.

કાસ્ટિંગ ડિરેક્ટરે અભિનેત્રીને ઘરે બોલાવી હતી
નોરાના (Nora Fatehi)કહેવા પ્રમાણે, જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં નવી હતી ત્યારે એક મહિલા કાસ્ટિંગ ડિરેક્ટરે તેને ઓડિશનના બહાને પોતાના ઘરે બોલાવી હતી. નોરા કાસ્ટિંગ ડિરેક્ટરના ઘરે પહોંચી તો તે નોરા પર ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, 'ફિલ્મ ઈન્ડસ્ટ્રી તમારા જેવા લોકોથી પરેશાન છે એમ કહી ઘણું સંભળાવ્યું હતુ. તમે જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા જાઓ એમ કહી અપમાનિત કરી હતી. એક ઈન્ટરવ્યુમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા નોરાએ (Nora Fatehi) કહ્યું કે કાસ્ટિંગ ડિરેક્ટરના આવા કડવા શબ્દો સાંભળીને તે રડવા લાગી. નોરા માટે આ રિજેક્શન નવું નહોતું, જો એક્ટ્રેસનું માનીએ તો ઓડિશન દરમિયાન નોરાને હિન્દી ન આવડતી હોવાના કારણે ઘણી વાર તેની મજાક ઉડાવવામાં આવતી હતી.

અભિનેત્રી પણ EDના રડાર પર આવી ગઈ છે
બોલિવૂડમાં  આજે સમય બદલાઈ ગયો છે. નોરાના (Nora Fatehi)કરિયરની વાત કરીએ તો, અભિનેત્રીએ ફિલ્મોથી લઈને ઘણા મ્યુઝિક આલ્બમ્સમાં તેની કુશળતા બતાવી છે. ગુરુ રંધાવા સાથેનું મ્યુઝિક આલ્બમ 'નચ મેરી રાની' હોય કે પછી બાદશાહનું મ્યુઝિક આલ્બમ 'ગરમી' હોય, નોરાએ દરેક જગ્યાએ પોતાની ક્ષમતા બતાવી છે. જણાવી દઈએ કે હાલના દિવસોમાં નોરા ફતેહી પણ સુકેશ ચંદ્રશેખર કેસના કારણે EDના રડાર પર આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news