યુદ્ધમાં શહીદ સૈનિકોનાં પરિવારને મળતી મદદની રકમ વધી, 2ના બદલે મળશે 8 લાખ

દેશ માટે શહીદ થવાની સ્થિતીમાં યુદ્ધમાં 60 ટકાથી વધારે વિકલાંગ થનારા જવાનોનાં પરિવારજનોને કેન્દ્ર સરકાર હવે આઠ લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ પહોંચાડશે. સંરક્ષણ મંત્રાલયે (Ministry of defence) શનિવારે આર્થિક મદદ (Monetary Assistance)  ચાર ગણી વધારવાની જાહેરાત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) પ્રસ્તાવને મંજુરી આપી છે. આ અગાઉ બે લાખ રૂપિયા જેટલી મદદ મળતી હતી.
યુદ્ધમાં શહીદ સૈનિકોનાં પરિવારને મળતી મદદની રકમ વધી, 2ના બદલે મળશે 8 લાખ

નવી દિલ્હી : દેશ માટે શહીદ થવાની સ્થિતીમાં યુદ્ધમાં 60 ટકાથી વધારે વિકલાંગ થનારા જવાનોનાં પરિવારજનોને કેન્દ્ર સરકાર હવે આઠ લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ પહોંચાડશે. સંરક્ષણ મંત્રાલયે (Ministry of defence) શનિવારે આર્થિક મદદ (Monetary Assistance)  ચાર ગણી વધારવાની જાહેરાત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) પ્રસ્તાવને મંજુરી આપી છે. આ અગાઉ બે લાખ રૂપિયા જેટલી મદદ મળતી હતી.

આ ફિમેલ પ્રેશર પોઇન્ટ ટચ કરતાની સાથે જ મળશે Best Orgasm
શહીદનાં પરિવારને સેના યુદ્ધ શહીદ કલ્યાણ નિધિ (ABCWF) હેઠળ 8 લાખ રૂપિયા આપવામાં આવશે. આ મદદ પેંશન, સામુહિક વીમા યોજના, સેના કલ્યાણ નિધિ અને અનુગ્રહ રકમ ઉપરાંત ચુકવવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયનાં એક પ્રવક્તાએ જણાવ્યું કે, સંરક્ષણ મંત્રીએ યુદ્ધમાં નુકસાન પહોંચ્યું હોય તેવી તમામ શ્રેણીનાં પરિવારને આપવામાં આવનારી આર્થિક સહાય 2 લાખ રૂપિયાથી વધારીને 8 લાખ રૂપિયા કરવાને સૈદ્ધાંતિક સ્વિકૃતી આપી છે.

મિઝોરમની રાજધાની આઇજોલમાં 2021 સુધીમાં બ્રોડગેજ રેલવે લાઇન નંખાશે: શાહ
ફેબ્રુઆરી 2016માં સિયાચીનમાં 10 જવાનોની શહીદી બાદ ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ (ESW) એ એબીસીડબલ્યુએફની રચના કરી હતી. એબીસીડબલ્યુએફની સ્થાપના જુલાઇ 2017માં કરવામાં આવી હતી પરંતુ તેને એપ્રીલ 2016થી જ લાગુ કરી દેવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news