મિઝોરમની રાજધાની આઇજોલમાં 2021 સુધીમાં બ્રોડગેજ રેલવે લાઇન નંખાશે: શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) શનિવારે મિઝોરમની (Mizoram) રાજધાની આઇજોલ ગયા હતા. તેમણે અહીં નોર્થ ઇસ્ટ હેન્ડલૂમ અને હસ્તશિલ્પ પ્રદર્શનનું ઉદ્ધાટન કર્યું હતું.
Trending Photos
આઇજોલ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) શનિવારે મિઝોરમની (Mizoram) રાજધાની આઇજોલ ગયા હતા. તેમણે અહીં નોર્થ ઇસ્ટ હેન્ડલૂમ અને હસ્તશિલ્પ પ્રદર્શનનું ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે લોકોને સંબોધિત કરતા કહ્યું કે, મોદી સરકાર નોર્થ-ઇસ્ટનાં વિકાસ માટે પ્રતિબદ્ધ છે. અમે વિશ્વાસ છે કે 2021 સુધી આઇજોલ સુધી રેલવે લાઇન આવી જશે. શાહે કહ્યું કે, ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે મિઝોરમમાં યૂપીએ સરકારની તુલનામાં બમણા વિકાસની યોજનાઓ કરી છે.
બાંગ્લાદેશ સીમા પર લાગશે સર્વેલન્સ સિસ્ટમ,બાંગ્લાદેશ નોર્થ ઇસ્ટને LPG આપશે
શાહે કહ્યું કે, ભાજપે મિઝોરમ માટે અગાઉની યુપીએ સરકારની તુલનામાં વધારે બજેટ ફાળવણી કરી છે. યુપીએ સરકાર દરમિયાન 13માં નાણાપંચે આ રાજ્ય માટે 1974 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી, જ્યારે મોદી સરકારે 14મા નાણા પંચને રાજ્યનાં વિકાસ માટે 42,972 કરોડ રૂપિયા આપ્યા છે.
હરિયાણામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસને જબરદસ્ત ફટકો, આ દિગ્ગજ નેતાએ છેડો ફાડ્યો
આ પ્રસંગે શાહે કહ્યં કે, રાજ્યમાં વાંસના ઉત્પાદનની ઘણી ક્ષમતા છે અને તેના નિવાસી હસ્તશિલ્પ વસ્તુઓનાં નિર્માણ અને વેચાણના માધ્યમથી આત્મનિર્ભર બની શકે છે. ગૃહમંત્રીએ આશ્વસ્ત કર્યા છે કે મુખ્યમંત્રી જોરમથંગા રાજ્યનાં વિકાસ માટે કામ કરી રહ્યા છે. જોરમથંગાએ આશા વ્યક્ત કરી કે વિકાસની ઉચ્ચ સંભાવના ધરાવતું મિઝોરમ કેન્દ્રની મદદથી દેશમાં સૌથી વધારે જીડીપી પ્રાપ્ત કરશે. શાહે કહ્યું કે, આ સુંદર રાજ્યને વિકસીત અને સમૃદ્ધ બનાવવા માટેના દરેક શક્ય પ્રયાસો કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે