કોંગ્રેસ-JDS ડીલમાં દેવગૌડાના 'પુત્રપ્રેમ'એ ઉભો કર્યો મોટો લોચો

ચૂંટણીના પરિણામ પછી કોંગ્રેસે કુમારસ્વામીને મુખ્યમંત્રી પદ ઓફર કર્યું હતું

કોંગ્રેસ-JDS ડીલમાં દેવગૌડાના 'પુત્રપ્રેમ'એ ઉભો કર્યો મોટો લોચો

નવી દિલ્હી : કર્ણાટકના 'નાટક'નો અંત જ નથી થઈ રહ્યો છે. હવે આખા મામલામાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. પૂર્વ પ્રધાનમંત્રી અને જેડીએસ અધ્યક્ષ એચ.ડી. દેવગૌડા પોતાના મોટા દીકરા એચ.ડી. રાવન્નાને કર્ણાટકનો ઉપમુખ્યમંત્રી બનાવવા માગે છે.  ચૂંટણી પરિણામ આવ્યા પછી કોંગ્રેસે સામેથી જેડીએસને સમર્થન આપ્યું હતું તેમજ કુમારસ્વામીને મુખ્યમંત્રી પદ ઓફર કર્યું છે. જોકે મોટા દીકરા માટે ઉપમુખ્યમંત્રી પદની માગણીના પગલે જેડીએસ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે સમસ્યા ઉભી થઈ છે. 

કર્ણાટકમાં સરકાર બનાવવાની હોડ વચ્ચે કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર (જેડીએસ)ની ચિંતા વધે એવા સમાચાર આવ્યા છે. પોતાના ધારાસભ્યોને જાળવી રાખવા માટે કોંગ્રેસ અને જેડીએસ બેંગ્લુરુની હોટેલમાં બેઠક કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસની બેઠકમાં એના નવા ચૂંટાયેલા 25 જેટલા ધારાસભ્યોએ અને જેડીએસની બેઠકમાં 2 ધારાસભ્યોએ હાજરી નથી આપી. કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્ય એમ.બી. પાટિલ કોંગ્રેસની બેઠક છોડીને આવી ગયા છે અને તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસના બીજા છ ધારાસભ્ય પણ તેમની સાથે છે. જરૂર પડશે તો આ તમામ ધારાસભ્યો કોંગ્રેસ છોડી દેશે. જેડીએસની બેઠકમાં પણ 2 ઘારાસભ્યો નથી પહોંચ્યા. ગેરહાજર રહેલા ધારાસભ્યોમાં રાજા વેકંટપ્પા અને વેંકટ રાવ છે.

કર્ણાટકના લેટેસ્ટ ચૂંટણી સમીકરણ પ્રમાણે બહુમતી મેળવીને સરકાર બનાવવા માટે બીજેપી પાસે માત્ર 9 સીટ ઓછી છે. આ સંજોગોમાં રાજ્યમાં જોડ-તોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એક કોંગ્રેસી ધારાસભ્યે દાવો કર્યો્ છે કે તેમની પાસે બીજેપીનો ફોન આવ્યો હતો પણ તેમણે ઓફર ઠુકરાવી દીધી છે. આ ઓફર પછી તરત જેડીએસ તેમજ કોંગ્રેસે હો્ર્સ ટ્રેડિંગ (ધારાસભ્યોની ખરીદી)ને રોકવાના ઉપાય શરૂ કરી દીધા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ માટે સંકટમોચન બનેલા ડી.કે. શિવકુમાર હવે ફરી આ ભુમિકા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસ હાઇકમાન્ડે તેમને એમએલએના હોર્સ ટ્રેડિંગને રોકવાની જવાબદારી સોંપી છે. હવે કોંગ્રેસના ધારાસભ્યોને ઇગલટન રિસોર્ટ મોકલવાનું પ્લાનિંગ થઈ શકે છે કારણ કે રિસોર્ટમાં 100 રૂમ બુક કરાવવામાં આવ્યા છે. આ એ જ રિસોર્ટ છે જ્યાં 2017માં ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news