ગગનયાન પ્લાન: ઇસરો પ્રથમ વખત મોકલશે ભારતીયને અવકાશમાં
ઇસરોના એક અધિકારીએ અવકાસ એજન્સીના ચેરમેન કે. સિવને કહ્યું હતું કે, ઇસરો 2022 સુધી પ્રથમ વખત કોઇ ભારતીય અવકાશયાત્રીને અવકાશમાં મોકલશે. માનવ અવકાસ અભિયાન માટે મહત્વપૂર્ણ ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) અવકાશયાત્રીઓને 7 દિવસ માટે અવકાશમાં મોકલશે. તેના પર 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. શુક્રવારના કેબિનેટે આ મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ પ્રોજેક્ટ પર 10 હજાર કરોડનો ખર્ચ આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના ભાષણમાં ગગનયાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ મિશન 2022માં થશે. તેના માટે ભારતે ફ્રાંસ અને રુસ સાથે એક કરાર કર્યો છે.
ઇસરોના એક અધિકારીએ અવકાસ એજન્સીના ચેરમેન કે. સિવને કહ્યું હતું કે, ઇસરો 2022 સુધી પ્રથમ વખત કોઇ ભારતીય અવકાશયાત્રીને અવકાશમાં મોકલશે. માનવ માનવ અવકાશ અભિયાન માટે મહત્વપૂર્ણ ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે. અમે 2022 સુધીમાં કોઇપણ ભારતીય અવકાશયાત્રીને અવકાશમાં મોકલીશું.
આ પહેલા નવી દિલ્હીમાં સ્વતંત્રતા પર્વના દિવસે દેશને સંબોધીત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત 2022 સુધી માનવ સહિત ગગનયાન અવકાશમાં મોકલશે. સિવને કહ્યું કે 7 જુલાઇએ એક સમારોહમાં કહ્યું હતું કે, માનવ અવકાશ કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ ટેકનોલોજી તૈયાર કરવામાં આવી રહી છે. કેમકે લોકોને અવકાશમાં મોકલવાનું ભારતનું સ્વપન છે.
ઇસરો ચેરમેને જોકે સ્વીકાર કર્યું હતું કે, અવકાશ એજન્સી અત્યાર સુધી માવન અવકાશ યાન નિર્માણ કરવાની નજીક નથી. સિવને કહ્યું હતું કે, અમે તેના (માનવ અવકાશ યાન) નજીક નથી. અવકાશમાં લોકોને મોકલવાની દિશામાં અમારા સપનાને પૂરું કરવા માટે અમારે ઘણું કામ કરવાની જરૂરીયાત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે