Dharuhera Boiler Accident: રેવાડીમાં મોટી દુર્ઘટના, લાઈફ લોંગ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું, અનેક કર્મચારીઓ દાઝ્યા

Rewari Dharuhera boiler blast News: હરિયાણાના રેવાડીમાં શનિવારે સાંજે કંપનીમાં બોઈલર ફાટવાનો મામલો સામે આવ્યો. સિવિલ સર્જન ડો. સુરેન્દ્ર યાદવનું કહેવું છે કે રેવાડીના ધારુહેડામાં એક ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું છે. જેના કારણે બીજી હોસ્પિટલોને એલર્ટ કરાઈ છે. 

Dharuhera Boiler Accident: રેવાડીમાં મોટી દુર્ઘટના, લાઈફ લોંગ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું, અનેક કર્મચારીઓ દાઝ્યા

Rewari Dharuhera boiler blast News: હરિયાણાના રેવાડીમાં શનિવારે સાંજે કંપનીમાં બોઈલર ફાટવાનો મામલો સામે આવ્યો, જેની ઝપેટમાં આવવાથી 100થી વધુ ફેક્ટરી કર્મચારીઓ ઝૂલસી ગયા. જેમાંથી કેટલાક કર્મચારીઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલોને રેવાડીના ટ્રોમા સેન્ટરમાં લઈ જવાયા છે. 

સાંજે લગભગ સાત વાગે ફાટ્યું બોઈલર
અત્રે જણાવવાનું કે આ ભયાનક દુર્ઘટના રેવાડીના ધારુહેડા ઔદ્યોગિક ક્ષેત્ર સ્થિત ઓટો પાર્ટ્સ  બનાવનારી એક લાઈફ લોંગ કંપનીમાં થયો. સાંજે લગભગ સાત વાગે અકસ્માતની જાણકારી મળ્યા બાદ અનેક એમ્બ્યુલન્સની ગાડી ફેક્ટરી પહોંચી. ત્યારબાદ હવે રેવાડી ટ્રોમા સેન્ટર પર એમ્બ્યુલન્સની કતાર લાગી ગઈ છે. 

સિવિલ સર્જન ડો. સુરેન્દ્ર યાદવનું કહેવું છે કે રેવાડીના ધારુહેડામાં એક ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું છે. જેના કારણે બીજી હોસ્પિટલોને એલર્ટ કરાઈ છે. ફેક્ટરીમાં ફરીથી એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. સિવિલ સર્જનનું કહેવું છે કે અનેક લોકો દાઝ્યા છે. 

Dr Surender Yadav, Civil Surgeon, says "A boiler has exploded in a factory in Dharuhera, Rewari. We have alerted… https://t.co/DR5Jgp86od pic.twitter.com/7WEWQkSblT

— ANI (@ANI) March 16, 2024

અકસ્માત અંગે દીપેન્દ્ર હુડ્ડાએ દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે રેવાડીની ધારુહેડા ઔદ્યોગિક ક્ષેત્રની લાઈફ લોંગ ફેક્ટરીમાં દર્દનાક અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકોના દાઝવાની ખબર ખુબ દુખદ છે. અકસ્માતમાં ઘાયલોના જલદી સાજા થવાની કામના કરું છું.સરકાર આ દુર્ઘટનામાં પીડિત તમામ લોકોને સારી સારવાર અને દરેક શક્ય મદદ ઉપલબ્ધ  કરાવે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news