જ્ઞાનવાપી-વિશ્વનાથ મંદિર વિવાદ પર સુનાવણી આજે, કોર્ટ સંભળાવી શકે છે ચૂકાદો

સુનાવણી ક્યાં થાય, તેના મુદે થોડા દિવસો પહેલાં કોર્ટમાં જોરદાર ચર્ચા થઇ હતી. બંને પક્ષોએ પોત-પોતાના તર્ક રજૂ કર્યા, જેને સાંભળ્યા બાદ જજેએ પોતાનો ચૂકાદો પેન્ડિંગ રાખ્યો હતો.

જ્ઞાનવાપી-વિશ્વનાથ મંદિર વિવાદ પર સુનાવણી આજે, કોર્ટ સંભળાવી શકે છે ચૂકાદો

વારાણસી: અયોધ્યા બાદ હવે જ્ઞાનવાપી-વિશ્વનાથ મંદિર વિવાદ પર બધાની નજર મંડાયેલી છે. આ કેસમાં આજે વારાણસી જિલ્લા કોર્ટમાં સુનાવણી થશે. આશા છે કે આજે તેના પર ચૂકાદો આવશે કે કેસની સુનાવણી કોર્ટમાં કરવામાં આવશે કે લખનઉ ટ્રિબ્યૂનલ કોર્ટમાં. 

થઇ હતી જોરદાર ચર્ચા
સુનાવણી ક્યાં થાય, તેના મુદે થોડા દિવસો પહેલાં કોર્ટમાં જોરદાર ચર્ચા થઇ હતી. બંને પક્ષોએ પોત-પોતાના તર્ક રજૂ કર્યા, જેને સાંભળ્યા બાદ જજેએ પોતાનો ચૂકાદો પેન્ડિંગ રાખ્યો હતો. જોકે આજે સુનાવણીમાં આ અંગે ચૂકાદો આવવાની આશા છે. જોકે સુન્ની વકફ બોર્ડ (Sunni Waqf Board) ઇચ્છે છે કે આ કેસ લખનઉ ટ્રિબ્યૂનલ કોર્ટમાં ચલાવવામાં આવે. 

ZEE NEWS ની પાસે EXCLUSIVE દસ્તાવેજ
ZEE NEWS પાસે કાશી વિશ્વનાથ મંદિરના ઐતિહાસિક EXCLUSIVE દસ્તાવેજ છે, જેના અનુસાર 1669માં ઔરંગજેબના આદેશ પર કાશી વિશ્વનાથ મંદિર તોડવામાં આવ્યું હતું. તેના પર પ્રતિક્રિયા આપતાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે અમારા માટે જેમ અયોધ્યા છે તેમ જ કાશી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્યા પર કોર્ટના ચૂકાદા બાદ કાશ્મી વિશ્વનાથને લઇને કાનૂની લડાઇ તેજ થઇ ગઇ છે. 

સુન્ની બોર્ડનો તર્ક
સુન્ની વક્ફ બોર્ડનો તર્ક છે કે આ કેસની સુનાવણી નિચલી કોર્ટમાં થઇ ન શકે. તેને લઇને બોર્ડના વકીલે 18 સપ્ટેમ્બરના રોજ સિવિલ રિવિઝન દાખલ કરી હતી. જેના પર સ્વયંભૂ વિવેશ્વરનો પક્ષ જાણવા માટે કોર્ટે 28 સપ્ટેમ્બરના રોજ તારીખ આપી હતી. તેના પર સુનાવણી બાદ કોર્ટે ચૂકાદો પેન્ડીંગ રાખ્યો હતો. 

શું છે વિવાદ
કહેવામાં આવે છે કે જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ ઔરંગજેબએ કરાવ્યું હતું અને આ નિર્માણ મંદિર તોડીને કરવામાં આવ્યું હતું. તેને લઇને વિવાદ છે. 1991માં જ્યોતિર્લિંગ ભગવાન વિશ્વનાથના પક્ષકાર પંડિત સોમનાથે કેસ દાખલ કરાવ્યો હતો કે મસ્જિદ, વિશ્વનાથ મંદિરનો ભાગ છે અને અહીં હિંદુઓને દર્શન, પૂજાપાઠની સાથે રિપેરિંગનો પણ અધિકાર હોવો જોઇએ. તેમણે દાવો કર્યો હતો કે વિવાદિત પરિસરમાં બાબા વિશ્વનાથનું શિવલિંગ આજે પણ સ્થાપિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news