ટીવીના 'રામ' કેટલા ધનવાન? અરૂણ ગોવિલે ઉમેદવારી પત્રમાં આપી જમીન-ફ્લેટ, કાર અને રોકડની દરેક વિગત

ટીવીમાં રામનું પાત્ર ભજવનાર અરૂણ ગોવિલે આજે મેરઠ લોકસભા સીટથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. અરૂણ ગોવિલ ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડવાના છે. તેમના એફિડેવિટમાં સંપત્તિની વિગતો સામે આવી છે. 

ટીવીના 'રામ' કેટલા ધનવાન? અરૂણ ગોવિલે ઉમેદવારી પત્રમાં આપી જમીન-ફ્લેટ, કાર અને રોકડની દરેક વિગત

નવી દિલ્હીઃ ટીવી ધારાવાહિક રામાયણના રામ અરૂણ ગોવિલે મંગળવારે ભાજપના ઉમેદવારના રૂપમાં ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય પણ તેમની સાથે રહ્યાં હતા. અરૂણ ગોવિલે બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર પહેરાવી ભાજપના નેતાઓ સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. અહીં ડીએમ તથા ચૂંટણી અધિકારી દીપક મીણા, સિટી મેજિસ્ટ્રેટ તથા સહાયક ચૂંટણી અધિકારી અનિલ કુમાર શ્રીવાસ્તવની સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેમના તરફથી બે સેટમાં ઉમેદવારી દાખલ કરવામાં આવી છે. એક સેટમાં મહિલા પંચના અધ્યક્ષ રખી ત્યાગી અને બીજા સેટમાં ભાજપના પૂર્વ મહાનગર અધ્યક્ષ ડો. ચરણ સિંહ લિસાડીને પ્રસ્તાવક બનાવવામાં આવ્યા છે.

અરૂણ ગોવિલે ઉમેદવારી પત્રની સાથે એફિડેવિટ પણ દાખલ કર્યું છે. તેમાં તેમની અને તેમની પત્નીની સંપત્તિની વિગત આપવામાં આવી છે. આ વિગત અનુસાર અરૂણ ગોવિલની પાસે કરોડોનો પ્લોટ, ફ્લેટ, મર્સિડિઝ કાર, બેંકમાં એક કરોડથી વધુના કેશ અને લાખો રૂપિયાનું સોનું છે. અરૂણ ગોવિલ તરફથી જમા કરવામાં આવેલા એફિડેવિટ અનુસાર તેમની પાસે 13194 વર્ગ ફુટનો પ્લોટ છે. પુણેમાં સ્થિત આ પ્લોટ 2010માં ખરીદ્યો હતો. તે સમયે તેની કિંમત 45 લાખ રૂપિયા હતી. આજે તેની કિંમત 4.25 કરોડ રૂપિયા છે. તેમની પાસે એક ઓફિસ સાઉથ વેસ્ટમાં છે, જે 1393 વર્ગફુટમાં છે. તેને 2017માં 52 લાખમાં ખરીદવામાં આવી હતી. આજે તેની કિંમત 1.42 કરોડ રૂપિયા છે.

શેર બજારમાં કરોડોનું રોકાણ અને 14 લાખનું દેવું
અરૂણ ગોવિલની પાસે 375000 રૂપિયા રોકડ છે, જ્યારે બેન્ક એકાઉન્ટમાં 10,34,9071 રૂપિયા જમા છે. શેર બજારમાં 1.22 કરોડ રૂપિયા અને મ્યૂચુઅલ ફંડમાં 16.51 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમની પાસે 2022 મોડલની એક મર્સિડીઝ કાર છે. તેની કિંમત 62,99,000  રૂપિયા છે. અરૂણ ગોવિલની પાસે 220 ગ્રામ સોનાના આભૂષણ છે. તેની કિંમત  10,93,291 રૂપિયા છે. અરૂણ ગોવિલે એક્સિસ બેન્કમાંથી 14.6 લાખની લોન પણ લીધેલી છે.

અરૂણ ગોવિલની પત્ની પાસે પણ કરોડોની સંપત્તિ
અરૂણ ગોવિલની પત્ની શ્રીલેખા ગોવિલની પાસે રોકડ 40,75,00 રૂપિયા છે. બેન્કમાં 80,43,149 રૂપિયા છે. શેરમાં 143,59,555 રૂપિાયનું રોકાણ કર્યું છે. શ્રીલેખા ગોવિલની પાસે 600 ગ્રામ સોનાના આભૂષણો છે. તેની કિંમત 32 લાખથી વધુ છે. અરૂણ ગોવિલની પત્નીના નામે અમરનાથ ટાવર્સ અંધેરી વેસ્ટમાં 1127 વર્ગ ફુટનો એક ફ્લેટ છે. આ ફ્લેટ 2001માં 49 લાખમાં ખરીદવામાં આવ્યો હતો. તેની વર્તમાનમાં કિંમત 2 કરોડથી વધુ છે. નાણાકીય વર્ષ 2022-2023માં તેમના પત્નીની આવક 16.74 લાખ રૂપિયા હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news