RCB vs LSG: મયંક યાદવનો ઘાતક સ્પેલ, ચિન્નાસ્વામીમાં આરસીબીની સતત બીજી હાર, લખનૌનો 28 રને વિજય

IPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ માટે આઈપીએલ-2024ની શરૂઆત ખરાબ રહી છે. પ્રથમ ચાર મેચમાં આરસીબીએ ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. 

RCB vs LSG: મયંક યાદવનો ઘાતક સ્પેલ, ચિન્નાસ્વામીમાં આરસીબીની સતત બીજી હાર, લખનૌનો 28 રને વિજય

બેંગલુરૂઃ  લખનઉ સુપર જાયન્ટ્સે શાનદાર પ્રદર્શન કરતા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 28 રને પરાજય આપ્યો છે. પોતાના ઘરમાં આરસીબીની બીજી અને ટૂર્નામેન્ટમાં કુલ ત્રીજી હાર છે. બીજીતરફ લખનઉએ શાનદાર પ્રદર્શન કરતા સતત બીજી જીત મેળવી છે. ચિન્નાસ્વામીમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 181 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આરસીબી 153 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આઈપીએલ-2024માં ઓલઆઉટ થનારી આરસીબી પ્રથમ ટીમ બની ગઈ છે. 

યુવા બોલર મયંક યાદવની ઘાતક બોલિંગ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબીની પ્રથમ વિકેટ 40 રન પર પડી હતી. વિરાટ કોહલી 22 રન બનાવી આઉટ થયો હતો. ડુ પ્લેસિસ 19 રન બનાવી રનઆઉટ થયો હતો. રજન પાટિદારે 21 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સ સાથે 29 રન બનાવ્યા હતા. જ્યારે મેક્સવેલ શૂન્ય અને ગ્રીન 9 રન બનાવી આઉટ થયો હતો. યુવા બોલર મયંક યાદવે 4 ઓવરમાં 14 રન આપી ત્રણ વિકેટ લીધી હતી.

અનુજ રાવત 11 રન બનાવી સ્ટોયનિસનો શિકાર બન્યો હતો. મહિપાલ લોમરોપે 13 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે 33 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિક માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. મોહમ્મદ સિરાજે 12 રન ફટકાર્યા હતા. લખનૌ તરફથી મયંક યાદવે ત્રણ, નવીન ઉલ હકે 3 વિકેટ લીધી હતી. આ સિવાય યશ ઠાકુર, સ્ટોયનિસ અને સિદ્ધાર્થે એક-એક વિકેટ લીધી હતી. 

આ પહેલા પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌ તરફથી ડિ કોકે સૌથી વધુ રન ફટકાર્યા હતા. ડિ કોક 56 બોલમાં 81 રન બનાવી આઉટ થયો હતો. કેએલ રાહુલે 20, પડિક્કલે 6 અને સ્ટોયનિસે 24 રન બનાવ્યા હતા. નિકોલસ પૂરને અંતિમ ઓવરોમાં 5 સિક્સ અને 1 ફોર સાથે 21 બોલમાં 40 રન બનાવ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news