IAFને મળ્યા 8 ‘બાહુબલી’ અપાચે હેલિકોપ્ટર, PAK બોર્ડર પાસે પઠાનકોટ એરબેઝ પર તૈનાત

પાકિસ્તાન બોર્ડર નજીક પઠાણકોટ એરબેઝ પર ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ બીએસ ધનોઆની હાજરીમાં પુજા અર્ચના બાદ અપાસે હેલિકોપ્ટરને ભારતીય વાયુસેનામાં સામેલ કરવા આવ્યા

IAFને મળ્યા 8 ‘બાહુબલી’ અપાચે હેલિકોપ્ટર, PAK બોર્ડર પાસે પઠાનકોટ એરબેઝ પર તૈનાત

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાની શક્તિ વધવાની છે. ભારતીય વાયુસેનામાં આજે 8 અપાચે (Apache AH-64 E) લડાકુ હેલિકોપ્ટર સામેલ થયા છે. પાકિસ્તાન બોર્ડર નજીક પઠાણકોટ એરબેઝ પર ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ બીએસ ધનોઆની હાજરીમાં પુજા અર્ચના બાદ અપાસે હેલિકોપ્ટરને ભારતીય વાયુસેનામાં સામેલ કરવા આવ્યા. આ સમય પર વાયુસેનાના વેસ્ટર્ન એર કમાન્ડર એર માર્શલ અને નાંબિયાર પણ હાજર રહ્યાં હતા. ભારતીય વાયુસેનામાં સામેલ થયા પહેલા સંપૂર્ણ વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

— ANI (@ANI) September 3, 2019

આ પહેલા અપાચે હેલિકોર્ટરને કૈનન સેલ્યુટ પણ આપવામાં આવી.

ભારતીય વાયુસેનાના પીઆરઓ અનુપમ બેનર્જીએ કહ્યું હતું કે 'ભારતીય વાયુ સેનામાં આ વિમાનનો સેરેમોનિયલ ઇન્ડક્શન છે. અત્યાર સુધી આપણી પાસે 8 એરક્રાફ્ટ છે. 22 વિમાન ચરણબદ્ધ રીતેથી આવશે અને તમામને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. આ પહેલા પણ અમે હેલિકોપ્ટર પર હુમલો કર્યો હતો, પરંતુ આ વિમાન ખુબ જ ચોકસાઈની સાથે ઘાતક ગોળીબાર કરે છે.

— ANI (@ANI) September 3, 2019

ખાસ વાત એ છે કે, અપાચે (Apache)ને પાકિસ્તાનથી લગભઘ 25થી 30 કિલોમીટર દૂર પંજાબના પઠાણકોટ એરબેઝ પર તૈનાત કરવામાં આવ્યા છે. અપાચે (Apache) દુનિયાના સૌથી આધુનિક લડાકુ હેલિકોપ્ટરોમાંથી એક છે. યુએસ આર્મી પણ તેને દુશ્મનો સામે પોતાનું મુશ્કેલીનિવારણ માને છે. તેના પાછળનું કારણ છે, અપાચે (Apache)ની ખાસિયતો.

દુશ્મનોના મનમાં ભય પેદા કરનારી છે અપાચેની ખાસિયતો

1. અપાચે (Apache)થી ફાયર કરવામાં આવતી હેલીફાયર મિસાઇલ જે 6 કિલોમીટર દુર સુધીના લક્ષ્ય પર અચૂક નિશાન લગાવી શકે છે. હેલીપાયર મિસાઇલનો હુમલો એટલો સચોટ હોય છે કે ખરાબ વાતાવરણમાં પણ દુશ્મન પર આ ચોક્કસ નિશાન લગાવે છે. આ મિસાઇલના કારણે અપાચેને ટેંકનો સૌથી મોટો શિકારી માનવામાં આવે છે.

2. અપાચે (Apache)માં લાઇટ અને અંધારામાં એક સમાન શક્તિથી લડવાની યોગ્યતા છે. તેમાં લાગેલા કેમેરા રાત્રીના અંધારામાં પણ મિત્ર અને દુશ્મનની ચોક્કસ ઓળખ કરી શકે છે. જો ટેંક સંતાવવાનો પ્રયત્ન કરે તો પણ તેના એન્જિનની ગરમી અપાચે (Apache)ના કેમેરાને તેની જાણકારી આપી દે છે અને ત્યારબાદ ટેંકને નષ્ટ કરવી બટન બબાવવા જેટલું સરળ છે.

3. દુશ્મનની સામે પહેલો હુમલો ઓછામાં ઓછા સમયમાં કરવો તે અપાચેની ત્રીજી ખાસિયત છે. અપાચે (Apache)ના પાયલટ જે બાજુ જોવે છે, તેમાં લાગેલી ઓટોમેટિક ગન તે દિશામાં નિશાનો લગાવે છે. અપાચે (Apache)માં હાઈડ્રા અનગાઈડેડ રોકેટ પણ છે. જે 8 કિલોમીટર સુધી ટાર્ગેટને નષ્ટ કરવાની ગેરેન્ટી આપે છે.

4. તેનું ફાયર કંટ્રોલ રડાર એક સાથે 256 લક્ષ્ય પર નજર રાખી શકે છે.

5. દુશ્મની મિસાઇલોથી બચાવ માટે અપાચે (Apache)માં ફ્લેર (Flare) લગાવેલું છે. દુશ્મનની મિસાઇલ હેલિકોપ્ટરના એન્જિનની ગરમીનો પીછો કરી હુમલો કરે છે. આ મિસાઇલોથી બચવા માટે અપાચે (Apache)માં લગાવવામાં આવેલી ફ્લેર્સ હવામાં છોડવામાં આવે છે, જે મિસાઇલો ભટકવા માટે ઊંચા તાપમાને બળી જાય છે. તેના કારણે મિસાઇલ ઇન ફ્લેર્સને નિશાન બનાવે છે અને અપાસે (Apache) સુરક્ષિત બચી જાય છે.

6. અપાચે  AH 64 E હેલિકોપ્ટર 30 મીમી મશીનગનથી સજ્જ છે, જે એક સમયે 1200 રાઉન્ડ ફાયર કરી શકે છે. આ સિવાય અપાચે એન્ટી ટેન્ક હેલફાયર મિસાઇલથી પણ સજ્જ છે, જેના વિશે માનવામાં આવે છે કે જેની એક મિસાઇલ એક ટેંકને નષ્ટ કરવા માટે પૂરતી છે.

7. અપાચે 150 નોર્ટિકલ મીલની ગતીથી ઉડાન ભરી શકે છે, જે આ હવામાં જબરજસ્ત ગતીથી દુશ્મની પાસે જવામાં મદદ કરે છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news