દિલ્હી: સીલમપુરમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી, 2ના મોત, 3 ઈજાગ્રસ્ત

પૂર્વ દિલ્હીના સીલમપુરમાં ચાર માળની ઇમારત ધરાશાયી થઇ છે. જેમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે આ ઘટનામાં કટેલાક લોકો પણ ઘાયલ થયા છે. સ્થળ પર રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ફસાઇ ગયા હતા

દિલ્હી: સીલમપુરમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી, 2ના મોત, 3 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પૂર્વ દિલ્હીના સીલમપુરમાં ચાર માળની ઇમારત ધરાશાયી થઇ છે. જેમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે આ ઘટનામાં કટેલાક લોકો પણ ઘાયલ થયા છે. સ્થળ પર રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ફસાઇ ગયા હતા. જેમાંથી કેટલાક લોકોને બચાવ ટીમે સુરક્ષિત બહાર કાઢી લીધા છે.

પ્રાપ્ત માહિત અનુસાર, આ દુર્ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોની સરવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સ્થાનિક લોકોની મદદથી ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ અને એમ્બ્યુલન્સ ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઇ છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news