લખનઉ: આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, 50 કિલો સોનું, 10 કરોડ કેશ જપ્ત

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આવકવેરા વિભાગે રાજા બજાર નિવાસી મોટા પ્રોપર્ટી ડીલર અને સરાફા કારોબારી રસ્તોગી બંધુ કન્હૈયા લાલ રસ્તોગી અને સંજય રસ્તોગીના પાંચ સ્થળો પર દરોડા પાડીને 36 કલાકથી વધુની તપાસ દરમિયાન 50 કિલો સોનું અને 10 કરોડ રૂપિયા કેશ જપ્ત કર્યાં.

લખનઉ: આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, 50 કિલો સોનું, 10 કરોડ કેશ જપ્ત

નવી દિલ્હી/લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આવકવેરા વિભાગે રાજા બજાર નિવાસી મોટા પ્રોપર્ટી ડીલર અને સરાફા કારોબારી રસ્તોગી બંધુ કન્હૈયા લાલ રસ્તોગી અને સંજય રસ્તોગીના પાંચ સ્થળો પર દરોડા પાડીને 36 કલાકથી વધુની તપાસ દરમિયાન 50 કિલો સોનું અને 10 કરોડ રૂપિયા કેશ જપ્ત કર્યાં. વિભાગની આ કાર્યવાહીમાં જે સોનું પકડાયું છે તેની કિંમત લગભગ 16 કરોડ આંકવામાં આવી છે. દરોડામાં વિભાગના અધિકારીઓને રસ્તોગી પરિવારના નામે 98 કરોડની અઘોષિત સંપત્તિના દસ્તાવેજો પણ મળી આવ્યાં છે. 

મળતી માહિતી મુજબ બુધવારે શરૂ થયેલી દરોડાની કાર્યવાહી દરમિયાન ખુલાસો થયો કે રસ્તોગી બંધુના નામથી હવાલા કારોબાર અને સરાફાનો ધંધો ચાલે છે. રસ્તોગી બંધીના ખાનદાની વ્યાજવટાવના ધંધામાં 60 કરોડ  રૂપિયાથી વધુ હોવાનો ખુલાસો પણ થયો છે. આ દરોડા આવકવેરા (તપાસ) શાખાની લખનઉ અને અલાહાબાદની ટીમે સંયુક્ત રીતે એડીઆઈટી રવિ મલ્હોત્રાના નેતૃત્વમાં પાડવામાં આવ્યાં. 

— ANI UP (@ANINewsUP) July 18, 2018

આવકવેરા વિભાગના પ્રવક્તા તથા ડેપ્યુટી કમિશનર (તપાસ) જયનાથ વર્માના જણાવ્યાં મુજબ કન્હૈયાલાલ રસ્તોગી અને પુત્રના ઘરમાંથી 8.08 કરોડ કેશ અને 50 કિલો સોનાના બિસ્કિટ તથા બે કિલો સોનાના ઘરેણા મળી આવ્યાં છે. જ્યારે સંજય રસ્તોગીના ઘરમાંથી 1.13 કરોડ રૂપિયા તથા 11.64 કિલો સોનું મળી આવ્યું છે. જેમાંથી 8 કરોડ રૂપિયા કન્હૈયા લાાલ રસ્તોગી અને 1.05 કરોડ રૂપિયા સંજય રસ્તોગીના જપ્ત કરી લેવામાં આવ્યાં. જ્યારે રસ્તોગી બંધુનું લગભગ 50 કિલો સોનું પૂરેપૂરું જપ્ત કરાયું. તેની કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું કે કન્હૈયાલાલ રસ્તોગીએ રિયલ એસ્ટેટ, ફાઈનાન્સ, સરાફાની અનેક કંપનીઓ બનાવેલી છે જેમાં પત્ની અનીતા રસ્તોગી, પુત્ર ઉમંગ રસ્તોગી અને તરંગ રસ્તોગી સહિત અન્ય સગાસંબંધીઓ પણ ડાઈરેક્ટર તરીકે સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news