સરહદની દરેક ગતિવિધિ પર નજર રાખશે આ સેટેલાઇટ, ISRO 28 માર્ચે લોન્ચ કરશે GISAT-1

અંતરિક્ષ વિભાગમાં સચિવ અને ઇસરોના અધ્યક્ષ કે સિવને પાછલા સપ્તાહે કહ્યુ હતુ કે જે ટેકનીકલ મુદ્દાને કારણે જીસેટ-1 મિશનને સ્થગિત કરી દેવામાં આવ્યું હતું, જેનું સમાધાન થઈ ગયું છે. કોવિડ-19ને કારણે લાગેલા લૉકડાઉનને કારણે સામાન્ય કામકાજ પ્રભાવિત થવાથી તેના પ્રક્ષેપણમાં વધુ વિલંબ થયો. 
 

સરહદની દરેક ગતિવિધિ પર નજર રાખશે આ સેટેલાઇટ, ISRO 28 માર્ચે લોન્ચ કરશે GISAT-1

નવી દિલ્હીઃ ભારત 28 માર્ચે એક સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ સેટેલાઇટ અનેક રીતે મહત્વની સાબિત થઈ શકે છે. આ સેટેલાઇટની મદદથી બોર્ડર એરિયાની તસવીરો મળી જશે. તેમાં ન માત્ર દુશ્મનોની દરેક ચાલનો પર્દાફાશ થશે પરંતુ હવામાન સંબંધિત આપદાઓને મોનીટર કરી શકાશે. જીસેટ-1 આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી જીએસએલવી-એફ 10 દ્વારા લોન્ચ કરવામાં આવશે.

હવામાન પર નિર્ભર હશે સેટેલાઇટનું લોન્ચિંગ
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના એક અધિકારીએ રવિવારે જણાવ્યું, 'અમે 28 માર્ચે આ જીયો ઇમેજિંગ ઉપગ્રહને પ્રક્ષેપિત કરવા ઈચ્છીએ છીએ, પરંતુ આ હવામાનની સ્થિતિઓ પર નિર્ભર રહેશે.' આ ઉપગ્રહ 36,000 કિલોમીટરની ઉંચાઈવાળી કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. જીએસએલવી-એફ 10 દ્વારા જીસેટ-1નું પ્રક્ષેપણ ટેકનિકલ કારણોથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. તેનું પ્રક્ષેપણ પાછલા વર્ષે પાંચ માર્ચે થવાનું હતું. 

લેટેસ્ટ ટેક્નોલોજીથી લેસ છે સેટેલાઇટ
અંતરિક્ષ વિભાગના એક અધિકારીએ કહ્યું, આ ભારત માટે કેટલાક મુદ્દે મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહી છે. તેમણે કહ્યું, ઉચ્ચ સ્તરના કેમેરાની સાથે આ ઉપગ્રહથી ભારતીય જમીન અને મહાસાગરો, વિશેષરૂપથી તેની સરહદોનું સતત ધ્યાન રાખી શકાશે. આ પ્રાકૃતિક આપદાઓ અને કોઈપણ અલ્પકાલિક ઘટનાઓના ત્વરિત સર્વેલન્સમાં મદદ કરશે. ઇસરોએ કહ્યું કે, જીસેટ-1નું વનજ 2268 કિલોગ્રામ છે અને આ એક અત્યાધુનિક પર્યવેક્ષણ ઉપગ્રહ છે. 

ઇસરોએ એક સફળ પ્રક્ષેપણ કર્યું
ઇસરોએ 28 ફેબ્રુઆરીએ પોતાની કોમર્સિયલ યૂનિટ 'ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NCL)' ના પ્રથમ સમર્પિત મિશન હેઠળ રવિવારે બ્રાઝિલના એમેજોનિયા-1 અને 18 અન્ય ઉપગ્રહોને પીએસએલવી સી-51 દ્વારા અહીં શ્રીગકિટા અંતરિક્ષ કેન્દ્રથી સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. આ 18 ઉપગ્રહોમાંથી પાંચ ઉપગ્રહ છાત્રો દ્વારા નિર્મિત હતા. 

કોરોનાને કારણે થયો વિલંબ
અંતરિક્ષ વિભાગમાં સચિવ અને ઇસરોના અધ્યક્ષ કે સિવને પાછલા સપ્તાહે કહ્યુ હતુ કે જે ટેકનીકલ મુદ્દાને કારણે જીસેટ-1 મિશનને સ્થગિત કરી દેવામાં આવ્યું હતું, જેનું સમાધાન થઈ ગયું છે. કોવિડ-19ને કારણે લાગેલા લૉકડાઉનને કારણે સામાન્ય કામકાજ પ્રભાવિત થવાથી તેના પ્રક્ષેપણમાં વધુ વિલંબ થયો. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news