પૂર્વ રાષ્ટ્રપતિ APJ Abdul Kalam ના મોટા ભાઈનું નિધન, 104 વર્ષની ઉંમરમાં લીધા અંતિમ શ્વાસ
પૂર્વ રાષ્ટ્રપતિ ડો એપીજે અબ્દુલ કલામના મોટા ભાઈ મોહમ્મદ મુતુ મીરા લેબ્બૈ મરૈકયર (Mohammed Muthu Meera Lebbai Maraikayar) નું તમિલનાડુના રામેશ્વરમમાં પોતાના ઘર પર નિધન થયું છે.
Trending Photos
નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના મોટા ભાઈ મોહમ્મદ મુતુ મીરા લેબ્બૈ મરૈકયર (Mohammed Muthu Meera Lebbai Maraikayar) નું તમિલનાડુના રામેશ્વરમમાં પોતાના ઘર પર નિધન થયું છે. તેઓ 104 વર્ષના હતા. મીડિયા અહેવાલો પ્રમાણે મોહમ્મદ મુતુ ઉંમર સંબંધિત બીમારીઓનો સામનો કરી રહ્યા હતા. આ સિવાય તેમની એક આંખમાં ઇન્ફેક્શન પણ થઈ ગયું હતું. તેમણે આજે સાંજે 7 કલાક આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા.
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ પહેલા જ આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. તેમનું નિધન 27 જુલાઈ 2015ના મેઘાલયના શિલોન્ગમાં થયું હતું.
Former President Dr APJ Abdul Kalam's elder brother Mohammed Muthu Meera Lebbai Maraikayar passes away at his residence in Rameshwaram at the age of 104
(file photo) pic.twitter.com/unJNtWg4Dk
— ANI (@ANI) March 7, 2021
તમને જણાવી દઈએ કે અબ્દુલ કલામના પિતા નાવિકનું કામ કરતા હતા અને તેમણે વધુ અભ્યાસ કર્યો નહતો. તેણે માછીમારોને હોડી ભાડા પર આપતા હતા. અબ્દુલ કલામનું બાળપણ ગરીબી અને સંઘર્ષમાં પસાર થયુ હતું. પાંચ ભાઈ અને પાંચ બહેનોનો પરિવાર ચલાવવા માટે તેમના પિતાએ ખુબ મહેનત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે