LAC તણાવ વચ્ચે મોટા સમાચાર, Chinaને જવાબ આપવા માટે ભારતે ઉઠાવ્યા આ પગલાં

ભારત (India) ચીન (China) તણાવ પર આજના સૌથી મોટા સમાચાર છે કે, શી જિનપિંગને મોદી સરકારે ફરી એકવાર કડક સંદેશો આપ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે, LAC પર સૈનિકોની તૈનાતી ઘટશે નહીં. ચીનના પડકારનો યોગ્ય જવાબ આપવા માટે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે.

LAC તણાવ વચ્ચે મોટા સમાચાર, Chinaને જવાબ આપવા માટે ભારતે ઉઠાવ્યા આ પગલાં

લદાખ: ભારત (India) ચીન (China) તણાવ પર આજના સૌથી મોટા સમાચાર છે કે, શી જિનપિંગને મોદી સરકારે ફરી એકવાર કડક સંદેશો આપ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે, LAC પર સૈનિકોની તૈનાતી ઘટશે નહીં. ચીનના પડકારનો યોગ્ય જવાબ આપવા માટે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે.

LAC પર કેટલાક ક્ષેત્રોમાં ચીન તેમની સેના હટાવવા માટે તૈયાર નથી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે શનિવારના ચીનના હઠીલા વલણને જોતા ભારતીય સૈન્યની તૈયારીઓ પર એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી અને લદ્દાખમાં સ્થિતિની સમીક્ષા કરી. આ મીટિંગમાં CDS જનરલ બિપિન રાવત અને NAS અજીત ડોભાલ હાજર રહ્યાં. રક્ષા મંત્રીની સાથે ત્રણ સેનાઓના પ્રમુખ પણ આ બેઠકમાં સામેલ થયા.

આ મીટિંગમાં થલ સેનાધ્યક્ષ એમએમ નરવણેએ ભારતની રક્ષા તૈયારીઓ પર એક પ્રેઝન્ટેશન પણ આપ્યું. ત્યારબાદ ચીનના પડકારનો જવાબ આપવા ભારતે નિર્ણય કર્યો કે LAC પરથી સેના હટવવામાં આવશે નહીં.

આ પહેલા પીએમ મોદીએ 15 ઓગસ્ટના લાલા કિલ્લાથી સેનાના પરાક્રમનો સંદેશ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશની સેના LoCથી LAC સુધી દુશ્મનને જવાબ આપવા માટે સક્ષમ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news