વંદે ભારત મિશનઃ આજે 7 દેશોથી 8 વિમાનોમાં થશે ભારતીયોની વાપસી


વંદે ભારત મિશનનના બીજા દિવસે 8 મેએ પ્રથમ ફ્લાઇટ બપોરે 12 કલાકે દિલ્હી પહોંચી હતી. આ ફ્લાઇટમાં સિંગાપુરથી 234 લોકો આવ્યા હતા. બીજી ફ્લાઇટ ઢાકાથી 167 મેડિકલ સ્ટૂડન્ટને લઈને શ્રીનગર પહોંચી હતી. 
 

વંદે ભારત મિશનઃ આજે 7 દેશોથી 8 વિમાનોમાં થશે ભારતીયોની વાપસી

નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવનારા મિશન વંદે ભારતનો આજે ત્રીજો દિવસ છે. આજે 7 દેશોમાંથી 8 ફ્લાઇટ આવશે. ઢાકાથી દિલ્હી આવનારી ફ્લાઇટ સૌથી પહેલા બપોરે 3 કલાકે લેન્ડ થવાની આશા છે. કઈ ફ્લાઇટમાં કેટલા લોકો આવશે, તેની જાણકારી મળી નથી. આ પહેલા મિશનના બીજા દિવસે એટલે કે શુક્રવારે 5 ઉડાનોથી ભારતીયોની વાપસી થઈ હતી. 

8 મેએ 5 ઉડાનો ભારત આવી
વંદે ભારત મિશનનના બીજા દિવસે 8 મેએ પ્રથમ ફ્લાઇટ બપોરે 12 કલાકે દિલ્હી પહોંચી હતી. આ ફ્લાઇટમાં સિંગાપુરથી 234 લોકો આવ્યા હતા. બીજી ફ્લાઇટ ઢાકાથી 167 મેડિકલ સ્ટૂડન્ટને લઈને શ્રીનગર પહોંચી હતી. ત્રીજા ફ્લાઇટ રિયાદથી કોઝિકોડ પહોંચી હતી. તેમાં આવનારા લોકોની માહિતી મળી નથી. બહરીનથી કોચ્ચિ અને દુબઈથી ચેન્નઈ ઉડાનોમાં 182-182 લોકો આવ્યા હતા. 

ક્યાંથી આવશે    ક્યાં પહોંચશે    પહોંચવાનો સમય
ઢાકા               દિલ્હી                      બપોરે 3 કલાકે
કુવૈત        હૈદરાબાદ                    સાંજે 6 કલાકે
મસ્કટ        કોચ્ચિ                          રાત્રે 8.50 કલાકે
શારજાહ        લખનઉ                          રાત્રે 8.50 કલાકે
કુવૈત        કોચ્ચિ                            રાત્રે 9.15 કલાકે
કુઆલાલંપુર    ત્રિચી                           રાત્રે 9.40 કલાકે  
લંડન        મુંબઈ                              રાત્રે 1.30 કલાકે
દોહા         કોચ્ચિ                              રાત્રે 1.40 કલાકે

7 મેએ બે ફ્લાઇટ આવી
મિશનના પ્રથમ દિવસે એટલે કે 7 મેએ પ્રથમ ફ્લાઇટ અબુધાબીથી 181 ભારતીયોને લઈને કોચ્ચિ પહોંચી હતી. તેમાંથી 5 લોકોમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળતા તેને આઈસોલેશન વોર્ડમાં મોકલી દેવામાં આવ્યા છે. બીજી ફ્લાઇટ દુબઈથી 182 યાત્રિકોને લઈને કોઝિકોડ આવી હતી. 

ત્રીજો ફેઝ 15 મેથી શરૂ થશે
પ્રથમ ફેઝમાં 14 મે સુધી 12 દેશથી 14 હજાર 800 ભારતીયોને લાવવાનો પ્લાન છે. મિશનનો બીજો ફેઝ 15 મેથી શરૂ થશે. આ ફેઝમાં સેન્ટ્રલ રશિયા અને યૂરોપીય દેશો  જેવા કઝાકિસ્તાન, ઉજ્બેકિસ્તાન, રૂસ, જર્મની, સ્પેન અને થાઇલેન્ડથી ભારતીયોને લાવવામાં આવશે. 

માલદીવથી 698 લોકો સમુદ્ર માર્ગે આવી રહ્યાં છે
વિદેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે સરકારે ઓપરેશન સમુદ્ર સેતુ પણ શરૂ કર્યું છે. તેના પ્રથમ ફેઝમાં નેવીનું જહાજ આઈએનએસ જલાશ્વ માલદીપથી 698 લોકોને લઈને શુક્રવારે રવાના થઈ ચુક્યુ છે. તે 10 મેએ કોચ્ચિ પહોંચશે તેવી આશા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news