International Tiger Day 2023: ભારતમાં ટાઇગરની દહાડ, 268થી વધીને 3167 થઈ વાઘોની સંખ્યા, આ પ્રોજેક્ટથી મળી સફળતા

દર વર્ષે વાઘ સંરક્ષણ (Tiger Conservation)સાથે જોડાયેલા મુદ્દા પર જાગરૂતતા વધારવા માટે 29 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ટાઇગર ડે મનાવવામાં આવે છે. 

International Tiger Day 2023: ભારતમાં ટાઇગરની દહાડ, 268થી વધીને 3167 થઈ વાઘોની સંખ્યા, આ પ્રોજેક્ટથી મળી સફળતા

નવી દિલ્હીઃ International Tiger Day 2023: શનિવારે (29 જુલાઈ) વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેની શરૂઆત 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગથી થઈ હતી. જ્યાં ઘણા દેશોએ વાઘને બચાવવા માટે વૈશ્વિક લક્ષ્ય નક્કી કર્યું હતું. ભારતે પણ વાઘને બચાવવામાં મોટો ફાળો આપ્યો છે. આજે વિશ્વમાં સૌથી વધુ વાઘ ભારતમાં જોવા મળે છે.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે શનિવારે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર કહ્યું કે ભારતમાં 3100થી વધુ વાઘોની સંખ્યા પ્રોજેક્ટ ટાઇગરની સફળતાનું વર્ણન કરે છે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે ભારતમાં 3100થી વધુ વાઘોની સાથે, પ્રોજેક્ટ ટાઇગરની સફળતા ખુદ વ્યક્ત કરે છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર, આવો આપણે ઇકોસિસ્ટમની રક્ષા કરવાનો સંકલ્પ કરીએ. 

પ્રોજેક્ટ ટાઇગરને આપ્યો શ્રેય
પર્યાવરણ મંત્રીના ટ્વીટનો જવાબ આપતા સ્મૃતિ ઈરાની કે જેઓ મહિલા અને બાળ વિકાસ મંત્રી પણ છે તેમણે કહ્યું કે ખરેખર એક મોટી સફળતા છે. 3100 થી વધુ વાઘ સાથેનો ભારતનો પ્રોજેક્ટ ટાઈગર આપણી ભૂમિ પર ઉભરી રહ્યો છે તે આપણા વન્યજીવનના સંવર્ધન અને સંરક્ષણ માટેના અમારા અથાક પ્રયાસોનું એક તેજસ્વી ઉદાહરણ છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર, અમે તેમની સુરક્ષા માટે અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરીએ છીએ.

ભારતમાં સૌથી વધુ વાઘ ક્યા રાજ્યમાં?
2022ની વાઘની વસ્તી ગણતરી અનુસાર, ભારતમાં 3167 વાઘ છે, જે વૈશ્વિક વસ્તીના લગભગ 75 ટકા છે. ભારતમાં વાઘની સૌથી વધુ વસ્તી મધ્ય પ્રદેશમાં છે. જ્યાં હાલમાં 785 વાઘ છે. આ પછી કર્ણાટકનો નંબર આવે છે જ્યાં વાઘની સંખ્યા 563 છે. આ યાદીમાં ઉત્તરાખંડ ચોથા નંબરે છે જ્યાં 560 વાઘ છે અને મહારાષ્ટ્ર પાંચમાં નંબરે છે. જ્યાં 444 વાઘ છે.

આ ટાઇગર રિઝર્વમાં વાઘની વધુ સંખ્યા
ટાઇગર રિઝર્વની વાત કરીએ તો ઉત્તરાખંડના જિમ કોર્બેટમાં સૌથી વધુ ટાઇગર છે. જ્યાં 260 વાઘ છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે કહ્યું કે, ત્યારબાદ બાંદીપુર (150), નાગરહોલ (141), બાંધવગઢ (135), દુધવા (135), મુદુમલાઈ (114), કાન્હા (105), કાઝીરંગા (104), સુંદરબન (100), તાડોબા (97), સત્યમંગલમ (85), અને પેંચ-એમપી (77) છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news