Delhi Violence: દીપ સિદ્ધુ બાદ હવે Iqbal Singh ને પણ પોલીસે દબોચ્યો, 50 હજારનું હતું ઈનામ

ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના રોજ દિલ્હી હિંસા (Delhi Violence) મામલે આરોપી ઈકબાલ સિંહની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમે હોશિયારપુર, પંજાબથી ધરપકડ કર્યો છે. ઈકબાલની ધરપકડ માટે તેના પર 50000 રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. આ અગાઉ મંગળવારે 1 લાખ રૂપિયાના ઈનામવાળો મુખ્ય આરોપી દીપ સિદ્ધુ પણ પોલીસની પકડમાં આવી ગયો. 

Delhi Violence: દીપ સિદ્ધુ બાદ હવે Iqbal Singh ને પણ પોલીસે દબોચ્યો, 50 હજારનું હતું ઈનામ

નવી દિલ્હી: ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના રોજ દિલ્હી હિંસા (Delhi Violence) મામલે આરોપી ઈકબાલ સિંહની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમે હોશિયારપુર, પંજાબથી ધરપકડ કર્યો છે. ઈકબાલની ધરપકડ માટે તેના પર 50000 રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. આ અગાઉ મંગળવારે 1 લાખ રૂપિયાના ઈનામવાળો મુખ્ય આરોપી દીપ સિદ્ધુ પણ પોલીસની પકડમાં આવી ગયો. 

બબાલના આરોપીઓ પર સકંજો કસાયો
અત્રે જણાવવાનું કે 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા ઉપરાંત દિલ્હીમાં અનેક સ્થળો પર થયેલી હિંસા (Delhi Violence) બાદ 27 જાન્યુઆરીએ દિલ્હી પોલીસે દીપ સિદ્ધુ અને ઈકબાલ સિંહ (Iqbal Singh) સહિત 8 લોકોની ધરપકડ માટે ઈનામ જાહેર કર્યું હતું. સિદ્ધુ પર એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું જ્યારે ઈકબાલ ઉપર 50 હજાર રૂપિયાનું ઈનામ હતુ. તેમના વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા અને ઉપદ્રવ માટે લોકોને ઉક્સાવવાના આરોપમાં કેસ દાખલ થયો હતો. ફરાર થયા બાદ પોલીસ સતત આ લોકોની શોધમાં હતી. 

કોણ છે ઈકબાલ  સિંહ?
મળતી માહિતી મુજબ ઈકબાલ સિંહ પંજાબના લુધિયાણાનો રહીશ છે. 26 જાન્યુઆરીએ હિંસાવાળા દિવસે સતત લાલ કિલ્લાથી લાઈવ કરતો હતો. લોકોને લાલ કિલ્લા પર જવા માટે ઉક્સાવતો હતો. તેના પર આરોપ છે કે લાલ કિલ્લા પર તેણે ઝંડો લગાવ્યો હતો. 

દીપ સિદ્ધુની ધરપકડ બાદ થયો મોટો ખુલાસો
આ અગાઉ દીપ સિદ્ધુ (Deep Sidhu) ની ધરપકડ બાદ મોટો ખુલાસો થયો. ગાયબ હતો ત્યારે દીપ સિદ્ધુની મદદ કેલિફોર્નિયામાં બેઠેલી તેની એક મહિલા મિત્ર કરતી હતી. જ્યારે દીપ સિદ્ધુ ફરાર થયો ત્યારે તેનું છેલ્લુ લોકેશન લુધિયાણા હતું. ત્યારબાદ દીપ સિદ્ધુએ પોતાના ફોનથી ફેસબુક એકાઉન્ટ લોગ આઉટ કરી દીધુ હતું. દિલ્હી પોલીસની ટિમ સતત ફેસબુક એકાઉન્ટ પર નજર રાખી રહી હતી. કારણ કે તે સતત ફેસબુક પર વીડિયો અપલોડ કરતો હતો. પોલીસને બાદમાં જાણવા મળ્યું કે દીપ સિદ્ધુનું ફેસબુક એકાઉન્ટ કેલિફોર્નિયામાં કોઈ અન્ય વ્યક્તિના ફોન પર લોગઈન કરાયું છે અને તે ફોન હતો દીપ સિદ્ધુની એક મહિલા મિત્ર જે પોતે પણ અભિનેત્રી છે. પોલીસ અન્ય આરોપીઓની પણ શોધ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news