Farmers Protest: એક અદભૂત આઈડિયા, જેનાથી ખેડૂત આંદોલન પણ પૂરું થઈ જશે અને ખાલિસ્તાન પણ બની જશે

એક એવો અદભૂત આઈડિયા છે કે ભારતમાં છેલ્લા 77 દિવસથી ચાલી રહેલું ખેડૂત આંદોલન  (Farmers protest) ખતમ થઈ જશે અને ખાલિસ્તાન (Khalistan) નામનો એક અલગ દેશ હોવાની માગણી પણ પૂરી થઈ જશે. એટલે કે આ આઈડિયા એક નવા રાષ્ટ્રનો છે અને જો આ રાષ્ટ્ર બની જાય તો દુનિયામાં કુલ દેશોની સંખ્યા 195થી 196 થઈ શકે છે અને આ નવો દેશ ખાલિસ્તાન અને સૌથી મહત્વનું તો એ છે કે તે પંજાબમાં નહીં હોય. એટલે કે ભારતને કોઈ નુકસાન નહીં. 

Farmers Protest: એક અદભૂત આઈડિયા, જેનાથી ખેડૂત આંદોલન પણ પૂરું થઈ જશે અને ખાલિસ્તાન પણ બની જશે

નવી દિલ્હી: એક એવો અદભૂત આઈડિયા છે કે ભારતમાં છેલ્લા 77 દિવસથી ચાલી રહેલું ખેડૂત આંદોલન  (Farmers protest) ખતમ થઈ જશે અને ખાલિસ્તાન (Khalistan) નામનો એક અલગ દેશ હોવાની માગણી પણ પૂરી થઈ જશે. એટલે કે આ આઈડિયા એક નવા રાષ્ટ્રનો છે અને જો આ રાષ્ટ્ર બની જાય તો દુનિયામાં કુલ દેશોની સંખ્યા 195થી 196 થઈ શકે છે અને આ નવો દેશ ખાલિસ્તાન અને સૌથી મહત્વનું તો એ છે કે તે પંજાબમાં નહીં હોય. એટલે કે ભારતને કોઈ નુકસાન નહીં. 

પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના એક હસ્તાક્ષરની જરૂર
આ દેશને અસ્તિત્વમાં લાવવા માટે કોઈ પણ પ્રકારનું આંદોલન કરવાની જરૂર નથી. હિંસા અને પ્રોપગેન્ડાની જરૂર નથી. કે રસ્તાઓને બંધક બનાવવાની જરૂર નથી. ખેડૂતોએ પણ પરેશાન થવાની જરૂર નથી. આ દેશ બનાવવા માટે કેનેડા (Canada) ના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના એક હસ્તાક્ષરની જરૂર છે. એટલે કે જસ્ટિન ટ્રુડો જો નક્કી કરી લે તો ખાલિસ્તાન નામનો નવો દેશ દુનિયાને મળી શકે છે અને આ જ પડકાર આજે અમે કેનેડાના પ્રધાનમંત્રીને આપવાના છીએ. અમે તેમને કહેવા માંગીએ છીએ કે જો તેઓ ભારતમાં ચાલતા ખેડૂત આંદોલનની સાથે છે, જેની આડમાં કેનેડામાં બેઠેલા મુઠ્ઠીભર લોકો ખાલિસ્તાની પ્રોપગેન્ડાને હવા આપી રહ્યા છે તો અમને લાગે છે કે તેમણે ખાલિસ્તાનના વિચારને અંતિમ સ્વરૂપ આપવામાં બિલકુલ વાર કરવી જોઈએ નહી. 

સરળ શબ્દોમાં કહીએ તો જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાન (Khalistan) ની ખાલી જગ્યાને ભરી શકે છે અને આવું કરવામાં અમે તેમની મદદ કરી શકીએ છીએ. આજે અમે કેનેડાને જણાવવા માંગીએ છીએ કે જે લોકોને તેઓ પોતાની ધરતીથી ખાલિસ્તાનના વિચારમાં ખાતર પાણી આપવાની ખુલ્લી  છૂટ આપી રહ્યા છે તે લોકોના સપના જસ્ટિન ટ્રુડો કેવી રીતે પૂરા કરી શકે છે. 

આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ કરતો વીડિયો
આજે તમને એક એવા આઈડિયા અંગે તમને જણાવી રહ્યા છીએ જે ભારત સામે ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ષડયંત્ર સંલગ્ન વીડિયો છે્. જે અમેરિકાના કેલિફોર્નિયાથી આવ્યો છે. આ વીડિયો ત્યાં ચાલી રહેલા ફૂટબોલ લીગની એક મેચનો છે. જેનું નામ છે American Super Bowl League. 8 ફેબ્રુઆરીના રોજ આ ફૂટબોલ લીગની એક મેચમાં ખેડૂત આંદોલન સંલગ્ન એક વીડિયો દેખાડવામાં આવ્યો છે જેમાં દાવો કરાયો કે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલને 160 લોકોનો ભોગ લીધો અને દુનિયાભરના 25 કરોડથી વધુ લોકો તેની સાથે જોડાયેલા છે. આ ઉપરાંત આ વીડિયોમાં એવો પણ દાવો કરાયો કે ભઙારતમાં આંદોલન દરમિયાન ખેડૂતોને મારવામાં આવી રહ્યા છે. 

આ ત્રણેય દાવા સંપૂર્ણ ખોટા છે. ભારતને બદનામ કરવા માટે રચાયા છે. કારણ કે આંદોલનમાં ખેડૂતોના મોત અંગે કોઈ અધિકૃત આંકડો  દેશમાં નથી. સૌથી મહત્વનું એ છે કે ભારતમાં ચાલી રહેલું આ આંદોલન મુઠ્ઠીભર લોકો સુધી સિમિત છે. આંદોલન કરી રહેલા ખેડૂતો પર સરકારનું નરમ વલણ છે. એ વાત સતત કહી રહ્યા છીએ કે ખેડૂત આંદોલનનું રિમોટ વિદેશી તાકાતોનો હાથમાં જતું રહ્યું છે અને આ તાકાતો તેના પર પાણીની જેમ પૈસા વહાવી રહી છે. કારણ કે જે વીડિયો બહાર આવ્યો છે તેમાં જોવા મળ્યું છે કે તે ફૂટબોલ મેચ દરમિયાન ટીવી પર દેખાડવા માટે 10 હજાર ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં વાત કરીએ તો સાડા સાત લાખ રૂપિયા ખર્ચ કરાયા. વિચારો આ આંદોલન વિદેશી તાકાતોના હાથમાં નથી તો આટલા પૈસા ક્યાંથી આવ્યા?

કેનેડાના પોતાના કોઈ પ્રાંતને ખાલિસ્તાને કેમ જાહેર કરતું નથી ?
સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ વીડિયોના અંતમાં જે ગીતના બોલનો ઉપયોગ થયો છે તે ગીતના ઓરીજિનલ વીડિયોમાં ખાલિસ્તાની ભિંડરાવાલાની તસવીરનો ઉપયોગ થયો છે. એટલે કે આ જાહેરાતના તાર સીધી રીતે ખાલિસ્તાન સાથે જોડાયેલા છે અને આ બધુ કેનેડાથી થઈ રહ્યું છે. આથી અમે તમને એ આઈડિયા વિશે જણાવવા માંગીએ છીએ કે જેનાથી કિસાન આંદોલન પણ ખતમ થઈ જશે અને ખાલિસ્તાન નામના દેશની માંગણી પણ પૂરી થઈ જશે અને આ આઈડિયા છે, કેનેડા કેમ પોતાના ત્યાં કોઈ પ્રાંતને ખાલિસ્તાન જાહેર કરતું નથી?

જુઓ VIDEO

કેનેડાનું ક્ષેત્રફળ જોઈએ તો રશિયા બાદ દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે અને કેનેડાની કુલ સ્તી ફક્ત સાડા ત્રણ કરોડ છે. આ હિસાબે જોઈએ તો ઉત્તર પ્રદેશમાં કેનેડા જેવા 6 દેશોની કુલ વસ્તી રહી શકે છે. હાલ ઉત્તર પ્રદેશની કુલ વસ્તી 20 કરોડ છે. અને ભારતની કુલ વસ્તી લગભગ 135 કરોડની આસપાસ છે. એટલે કે કેનેડાની પાસે જમીન ખુબ છે અને તેના પર રહેતા લોકોની વસ્તી ખુબ ઓછી છે. અમે ઈચ્છીએ છીએ કે ખાલિસ્તાનના વિચારને વિટામીનની ગોળીઓ ખવડાવીને તેને સ્વસ્થ રાખતું કેનેડા પોતાના જ દેશમાં ખાલિસ્તાન નામનો નવો દેશ બનાવી શકે છે અને આમ કેવી રીતે કરી શકે તે સમજીએ. 

કેનેડાનો સૌથી મોટો પ્રાંત છે બ્રિટિશ કોલમ્બિયા
ક્ષેત્રફળની રીતે કેનેડાનો સૌથી મોટો પ્રાંત છે બ્રિટિશ કોલંમ્બિયા. જે 24 લાખ 46 હજાર 852 વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલો છે. જ્યારે ભારતમાં પંજાબ રાજ્યનું કુલ ક્ષેત્રફળ 50 હજાર 362 વર્ગ કિલોમીટર છે. એટલે કે કેનેડાના એકલા બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતમાં પંજાબમ જેવા 49 રાજ્ય સમાઈ શકે છે અને સૌથી મહત્વનું બ્રિટિશ કોલમ્બિયા જ કેનેડાનો એક એવો પ્રાંત છે જ્યાં સૌથી વધુ શીખ રહે છે. આ પ્રાંતમાં શીખોની કુલ વસ્તી 2 લાખથી વધુ છે અને આ કુલ વસ્તીના 4.6 ટકા છે. 

હવે અમે અહીં કેનેડાના પ્રધાનમંત્રીને કહેવા માંગીએ છીએ કે તેઓ બ્રિટિશ કોલમ્બિયાના એક હિસ્સાને કે સમગ્ર પ્રાંતને જ ખાલિસ્તાન જાહેર કેમ કરી દેતા નથી? આમ કરીને કેનેડાને કઈ વધુ નુકસાન નહીં જાય. જો બ્રિટિશ કોલમ્બિયાના એક ભાગને તોડીને ખાલિસ્તાન નામનો નવો દેશ બનાવી પણ દેવાય તો પણ કેનેડા ક્ષેત્રફળની રીતે દુનિયાનો બીજો મોટો દેશ બની જ રહેશે. અને ખાલિસ્તાનની માગણી પણ પૂરી થઈ જશે. 

एक ऐसा अद्भुत आइडिया जिससे किसान आंदोलन खत्म हो जाएगा और खालिस्तान भी बन जाएगा

કેનેડામાં શીખોની વસ્તી લગભગ પાંચ લાખ છે. જ્યારે ભારતમાં આ સંખ્યા 2 કરોડ 8 લાખ છે. જો બંને દેશોની કુલ વસ્તીમાં શીખોની જનસંખ્યા જોઈએ તો કેનેડામાં શીખ વસ્તી 1.4 ટકા છે અને ભારતની કુલ વસ્તીમાં શીખ 1.7 ટકા છે. રેશિયોમાં  ભારત અને કેનેડા વચ્ચે વધુ અંતર નથી અને આ જ કારણ છે કે કેનેડા ભારત વિરુદ્ધ ખાલિસ્તાની પ્રોપગેન્ડાનું એપિસેન્ટર બની ગયું છે. 

જો કેનેડા બ્રિટિશ કોલમ્બિયાને ખાલિસ્તાન જાહેર ન કરવા માંગે તો પણ તેણે નિરાશ થવાની જરૂર નથી. અમે કેનેડાના આવા અન્ય ત્રણ પ્રાંતો અંગે જણાવવા માંગીએ છીએ કે જ્યાં શીખોની વસ્તી હજારોમાં છે. 

કેનેડાના અન્ય 3 પ્રાંતો જ્યાં શીખોની વસ્તી વધારે
જેમાં પહેલો  પ્રાંત છે ઓન્ટારિયો, અહીં શીખોની વસ્તી લગભગ એક લાખ 80 હજાર છે. અને સૌથી મહત્વનું આ પ્રાંતથી કુલ 121 સાંસદ ચૂંટાઈને કેનેડાની સંસદમાં જાય છે. જેમાં 10 સાંસદ શીખ છે, તો ખાલિસ્તાનના ખાલી સ્થાનને ભરવા માટે કેનેડાનો ઓન્ટારિયો પણ એક સારો વિકલ્પ છે. 

બીજો પ્રાંત છે અલ્બર્ટા, જ્યાં શીખોની વસ્તી 50 હજારથી વધુ છે અને આ ક્ષેત્રથી ત્રણ શીખ સાંસદ પણ કેનેડાની સંસદમાં પહોંચ્યા છે. એટલે કે ખાલિસ્તાન નામનો દેશ બનાવવા માટે આ પ્રાંત પણ સારી પસંદ હોઈ શકે છે. 

ત્રીજો પ્રાંત છે ક્યૂબેક જ્યાં શીખોની વસ્તી માત્ર 9 હજાર છે પરંતુ મહત્વપૂર્ણ એ છે કે આ  પ્રાંતથી પણ એક શીખ સાંસદ કેનેડાની સંસદમાં જરૂર પહોંચે છે. 

તો અમે તમને જણાવ્યું કે કેનેડાના આ એવા પ્રાંતો છે જેમાંથી કોઈ એકને ખાલિસ્તાન જાહેર કરીને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો અનેક સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. આમ કરીને તેઓ ભારતના એવા ખેડૂતોના મન પણ જીતી શકે છે જેઓ ખાલિસ્તાનની માગણી કરે છે. 

એટલે કે ખાલિસ્તાનની માગણી બસ એક હસ્તાક્ષર દૂર છે અને આ હસ્તાક્ષર  કરવાના છે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ. અમને લાગે છે કે આમ કરવું તેમના રાજકારણને ઘણું સૂટ કરશે. કારણ કે કેનેડાની સંસદમાં કુલ સીટોની સંખ્યા 338 છે જેમાંથી 18 સીટો પર સાંસદ શીખ છે. 

કેનેડાની સંસદમાં શીખોની ભાગીદારી
કેનેડાની સંસદમાં શીખોની ભાગીદારી 5.33 ટકા છે. કેનેડામાં ઓક્ટોબર 2019માં થયેલી ચૂંટણીમાં જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીને 157 બેઠકો મળી હતી અને બહુમતથી 13 બેઠકો ઓછી મળી હતી. ત્યારબાદ તેમણે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીનું સમર્થન લેવું પડ્યું હતું. જે ચૂંટણીમાં 24 બેઠક જીતી હતી. તેમના સમર્થનથી ટ્રુડો સરકાર બનાવવામાં સફળ રહ્યા. એટલે કે આજે જો ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી પોતાનું સમર્થન પાછું ખેંચી લે તો કેનેડાની સરકાર પડી જશે અને સૌથી મહત્વનું એ કે જે પાર્ટીના સમર્થનથી કેનેડાની ટ્રુડો સરકાર ચાલી રહી છે તે એ જ પાર્ટી છે જેના સાંસદ જગમીત સિંહ છે. 

જગમીત સિંહના વર્ષ 2013માં ત્યારની ભારત સરકારે વિઝા રદ કર્યા હતા અને તપાસ એજન્સીઓએ તેમના તાર ખાલિસ્તાની સંગઠનો સાથે જોડાયેલા હોવાનું કહ્યું હતું. એટલે જો જગમીત સિંહ ઈચ્છે તો તેઓ કેનેડામાં ખાલિસ્તાન બનાવવા માટે ટ્રુડો પર દબાણ પણ બનાવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news