તો શું હવે ઠાકરે ચિંધ્યા માર્ગે રાજનીતિ કરશે કોંગ્રેસી કમલનાથ ?
Trending Photos
ભોપાલ : મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીપદ સંભાળતાની સાતે જ કમલનાથનાં નિવેદન પર વિવાદ પેદા થઇ ગયો છે. કમલનાથે આરોપ લગાવ્યો કે મધ્યપ્રદેશની મોટા ભાગની નોકરીઓ ઉત્તરપ્રદેશ અને બિહારનાં લોકો લઇ જાય છે. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશની 70 ટકા નોકરીઓ અહીંનાં લોકોને મળવી જોઇએ. તેમણે આ નિવેદન સાથે જ સવાલ પેદા થઇ ગયો છે કે શું કોંગ્રેસી કમલનાથ મહારાષ્ટ્રમાં સક્રીય શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રાજનીતિ ચાલુ કરશે. નોકરીઓમાં સ્થાનીક લોકોને પ્રાથમિકતા આપવાની વાત શિવસેના અને મનસે કરતી રહી છે. કમલનાથનાં આ નિવેદન બાદ બિહારનાં નેતાઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. રસપ્રદ બાબત છે કે કે કમલનાથ પોતે જ ઉતરપ્રદેશનાં કનાપુરમાં જન્મેલા છે.
શિવસેના સંસ્થાપક બાલ ઠાકરેની રાજનીતિ પર નજર કરીએ તો જાણવા મળે કે તેઓ મરાઠી લોકોનો પક્ષ લઇને પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. બાલઠાકરે ફ્રી પ્રેસ જર્નલ અખબારમાં કાર્ટૂનિસ્ટ હતા. તેમણે નોકરી છોડીને મરાઠી બોલનારા સ્થાનીક લોકોને નોકરીમાં મહત્વ આપવાની માંગ મુદ્દે આંદોલન ચાલુ કર્યું. પહેલા તેમણે દક્ષિણ ભારતીયોની વિરુદ્ધ મુંબઇમાં આંદોલન કર્યું હતું.
બદલાઇ રહેલી પરિસ્થિતીમાં તેમનો વિરોધ ઉત્તરપ્રદેશ અને બિહારનાં લોકો સાથે ચાલુ થઇ ગયો. હાલ તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે અને તેનાં ભત્રીજા રાજ ઠાકરે પોત પોતાનાં સ્તર પર ઉતર ભારતીયોનો વિરોધ કરીને પોતાની રાજનીતિ ચમકાવી રહ્યા છે. જુના કોંગ્રેસી કમલનાથનાં હાલનાં નિવેદન પરથી સંકેત મળી રહ્યા છે કે તેઓ પણ બાલ ઠાકરે અને રાજ ઠાકરે સ્ટાઇલની રાજનીતિ તરફ વધી રહ્યા છે. અહીં જોવાની બાબત છે કે બિહારનાં લોકોનાં કારણે દિલ્હીમાં ગંદકી છે. તેમનાં આ નિવેદન બાદ ઘણો વિવાદ થયો હતો. અને પાર્ટીની તરફથી દબાણ વધતા તેમણે જાહેર માફી માંગી હતી.
શપથ લીધા બાદ કમલનાથે ઓક્યું ઝેર
શપથ લીધાની ક્ષણો બાદ કમલનાથે કહ્યું કે, મે પદ સંભાળ્યા બાદ પહેલી ફાઇન જે સાઇન કરી છે , તે ખેખૂડોનાં 2 લાખ રૂપિયા સુધીનાં દેવા માફીની છે. 70 ટકા લોકોને રોજગાર મધ્યપ્રદેશનાં સ્થાનિકોને મળશે. અનેક લોકો બહારથી આવે છે અને તેઓ અહીં રોજગાર મેળવે છે તેવું હવે નહી થાય. મધ્યપ્રદેશનાં લોકોને પહેલા રોજગાર આપવો પડશે ત્યાર બાદ બીજા કોઇને. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેવા અધિકારીઓને હું બિલ્કુલ સહન નહી કરુ જે અધિકારીક લેવલ પર થતા કામ અમારી પાસે લેવવા માંગતા હોય. તેમણે દેવા માફી અંગે કહ્યું કે,દરેક ખેડુતનું દેવું માફ થશે પછી તે પ્રાઇવેટ બેંકનું હોય કે સરકારી બેંકનું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે