પંજાબમાં પોલીસ અને સેનાના નિવૃત્ત અધિકારીઓને નિશાન બનાવવા માટે ISIનો 'પ્રોજેક્ટ હાર્વેસ્ટિંગ કેનેડા'

ગૃહ મંત્રાલયના સૂત્રો અનુસાર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ પંજાબમાં ખાલિસ્તાની સમર્થકો અને તેની સાથે સંકળાયેલા આતંકીઓની મદદ કરવાનું શરૂ કર્યું છે, જેથી કરીને પાકિસ્તાનમાં અશાંતિ ફેલાવી શકાય
 

પંજાબમાં પોલીસ અને સેનાના નિવૃત્ત અધિકારીઓને નિશાન બનાવવા માટે ISIનો 'પ્રોજેક્ટ હાર્વેસ્ટિંગ કેનેડા'

નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીઓએ ગૃહ મંત્રાલયને મોકલેલા એક રિપોર્ટમાં જણાવ્યું કે, પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆએ પંજાબ સહિત દેશભરમાં મહત્વનાં પદો પર રહેલા નિવૃત્ત પોલિસ અધિકારીઓની સાથે-સાથે નિવૃત્ત સૈનિક અધિકારીઓને નિશાન બનાવવાનું કાવતરું રચ્યું છે. આઈએસઆઈ દ્વારા આ અત્યંત ગુપ્ત પ્રોજેક્ટને 'પ્રોજેક્ટ હાર્વેસ્ટિંગ કેનેડા' નામ આપવામાં આવ્યું છે. 

ગૃહ મંત્રાલયના સૂત્રો અનુસાર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ પંજાબમાં ખાલિસ્તાની સમર્થકો અને તેની સાથે સંકળાયેલા આતંકીઓની મદદ કરવાનું શરૂ કર્યું છે, જેથી કરીને પાકિસ્તાનમાં અશાંતિ ફેલાવી શકાય. આ અગાઉ પણ એવા અનેક ઈનપુટ મળ્યા છે, જેના અનુસાર પંજાબ સહિત દેશના અન્ય રાજ્યોમાં રહેતા પોલીસ અધિકારીઓને નિશાન બનાવવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. સરકારની એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, 'પ્રોજેક્ટ હાર્વેસ્ટિંગ કેનેડા' અંતર્ગત અત્યાર સુધી કેટલા આતંકીઓને આઈએસઆઈ દ્વારા સામેલ કરવામાં આવ્યા છે અને તેનું નેટવર્ક ક્યાં છે. 

ISI launches new plan with Khalistani groups to target retired Army and police officers

આ સાથે જ આઈએસઆઈ દ્વારા હવે ભારતની છબી ખરડાવાનું પણ કામ કરાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ આઈએસઆઈ ભારતીય સેના સાથે જોડાયેલા અનેક નકલી ડોક્યુમેન્ટ્સને ભારતમાં સર્ક્યુલેટ કરી રહી છે, જેથી કરીને લોકોમાં ભારતીય સેના અંગે ખોટી છબી ઉભી થાય. આઈએસઆઈ આ નકલી ડોક્યુમેન્ટ્સને જૂદા-જુદા ગ્રુપો દ્વારા ભારતમાં સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનો પ્રયાસ કરી રહી છે. 

થોડા દિવસ પહેલા જ ભારતીય સેનાની મિલીટરી એન્ટેલિજન્સ સાથે જોડાયેલો એક નકલી લેટર બહાર આવ્યો હતો, જેમાં કહેવાયું હતું કે, ભારતીય સેનામાં જે શીખ જવાન છે, તેમના પર નજર રાખવામાં આવી રહી છે. આઈએસઆઈ આ કામ માટે ભાગલાવાદી જૂથ 'સિખ ફોર જસ્ટિસ'ની મદદ લઈ રહી છે. 

ભારતીય એજન્સીઓને આશંકા છે કે, આઈએસઆઈ આ અલગતાવાદી જૂથની મદદથી પંજાબમાં ફરી એક મોટો આતંકી હુમલો કરવાનું પ્લાનિંગ કરી રહી છે. પાકિસ્તાનમાં હજુ પણ ખાલિસ્તાનિ સમર્થિત અનેક આતંકી જૂથ સક્રિય છે અને આઈએસઆઈ 'સિખ ફોર જસ્ટિસ'ની મદદથી શીખ યુવાનોનું બ્રેઈનવોશ કરીને ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલા માટે ઉપયોગ કરવા માગે છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news