રાજસ્થાન: ધોરણ 10ના પુસ્તકમાં સાવરકરને ગણાવ્યા પોર્ટુગીઝોના પુત્ર, વિવાદ થયો

પૂર્વ શાળાના મંત્રી વાસુદેવ દેવનાનીએ કહ્યું કે, રાજ્યની કોંગ્રેસ સરકારને પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીનાં નિવેદનમાંથી પ્રેરણા લેવી જોઇએ જેમાંતેમણે સાવરકરનાં સાહસ અને દેશભક્તિનાં પ્રતિક ગણાવ્યા હતા

રાજસ્થાન: ધોરણ 10ના પુસ્તકમાં સાવરકરને ગણાવ્યા પોર્ટુગીઝોના પુત્ર, વિવાદ થયો

જયપુર : રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર સત્તામાં આવ્યા બાદ શાળાના શિક્ષણ અભ્યાસક્રમમાં પરિવર્તન મુદ્દે એખ નવો વિવાદ પેદા થઇ ચુક્યો છે. રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રીએ એકવાર ફરીથી કોંગ્રેસ સરકારને 10માં ધોરણના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં સંઘ વિચારક વિનાયક દામોદર સાવરકરને પોર્ટુગીઝોનો પુત્ર જણાવવા બાદ ઘેર્યા હતા. જો કે કોંગ્રેસ સરકારે પરિવર્તનને શિક્ષણવિદોની અનુશંસા ગણાવી છે. પૂર્વ શાળા શિક્ષણમંત્રી વાસુદેવ દેવનાનીએ કહ્યું કે, રાજ્યની કોંગ્રેસ સરકારને પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીનાં નિવેદનથી પ્રેરણા લેવી જોઇએ.જેમાં તેમણે સાવરકરને સાહસ અને દેશભક્તિનું પ્રતિક, દેશભક્ત ક્રાંતિકારી અને અસંખ્ય લોકોને પ્રેરણા પુરૂષ ગણાવ્યા હતા. 

રાજસ્થાન: કોંગ્રેસના પરાજય બાદ મંત્રીનું રાજીનામુ, નેતૃત્વ પરિવર્તનનો સંકેત !
દેવનાનીએ પોતાનાં ટ્વીટર હેન્ડલ પર આ અંગે અનેક ટ્વીટ કર્યા છે. દેવનાનીએ ટ્વીટમાં કહ્યું કે, વીર સાવરકરનાં વીર હોવા અંગે પ્રશ્નાર્થ ચિન્હ લગાવનારી કોંગ્રેસ સરકારને પોતાની પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીનો ઇતિહાસ ભણાવવો જોઇએ. ઇંદિરા સરકારે 1970માં તેમના પર ટપાટ ટિકિટ જાહેર કરીને સ્વતંત્રતા આંદોલનમાં તેમનાં યોગદાન અને દેશભક્તની પ્રશંસા કરી હતી. વીર સાવરકરે મુંબઇ ખાતે સ્મારક માટે ઇંદિરા ગાંધીએ પોતાનાં વ્યક્તિગત ખાતાથી તે સમયે 11 હજાર રૂપિયાનો સહયોગ આપ્યો હતો. ઇંદિરાએ જાહેર રીતે વીર સાવરકરના સ્વતંત્રદા આંદોલનમાં યોગદાનના વખાણ કર્યા અને ફિલ્મ ડિવિઝને સાવરકર પર ફિલ્મ પણ બનાવી હતી. 

રાહુલ ગાંધીની રાજીનામાની જીદ્દ, કોઇ બિનગાંધી નેતાને જ અધ્યક્ષ બનાવવા માંગ
તેમણે કહ્યું કે, મહાન ક્રાંતિકારીને પોર્ટુગીઝનાં પુત્ર કહેવું દેશભક્તોનું અપમાન છે. રાજ્ય સરકાર પાસે માત્ર વીરાંગનાઓનાં અપમાન કરવા અને એક જ પરિવારની પ્રશંસા કરવાનો એજન્ડા છે. કોંગ્રેસ સરકારે રાજ્યમાં સત્તામાં આવ્યા બાદ પાઠ્યપુસ્તકોનાં પુનનિરિક્ષણ માટે સમિતીની રચના કરી છે. સમિતીએ હાલમાં જ સાવરકરની લઘુ આત્મકથાનું પુનનિરિક્ષણ કરીને તેમનાં નામની આગળથી વીર શબ્દ હટાવીને વિનાયક દામોદર સાવરકરને મહાત્મા ગાંધીની હત્યાનું ષડયંત્ર કરવા અને તેમની હત્યા કરનારા નાથુરામ ગોડસેના સમર્થક ગણાવ્યા છે. 

CBI ને વારંવાર ખો આપી રહ્યા છે IPS રાજીવ કુમાર, 3 દિવસની રજા પર હોવાનું બહાનું
રાજસ્થાનની શાળાનાં શિક્ષામંત્રી ગોવિંદ ડોટાસરાએ કહ્યું કે, પાઠ્યપુસ્તકોમાં પરિવર્તન શિક્ષણવિદોની વિશેષક્ષોની સમિતીની અનુશંસાના આધારે કરવામાં આવી રહ્યું છે. ડોટાસરાએ જણાવ્યું કે, આ અંગે હું શું કહી શકુ છું કે શિક્ષણમાં પરિવર્તન માટે શિક્ષણવિદોની વિશેષજ્ઞોની સમિતીએ પ્રામાણિકતા આધારે જે અનુશંસા કરી છે તેના આધારે પરિવર્તનો કરવામાં આવી રહ્યા છે. 

UPમાં મળેલા પરાજયનાં કારણો શોધી રહ્યા છે અખિલેશ, સપામાં ફેરબદલનાં સંકેત
શાળાના પાઠ્યક્રમ માટે કરવામાં આવી રહેલા પરિવર્તનો મુદ્દે ન માત્ર વિપક્ષી પાર્ટીએ સરકારને ઘેર્યું છે પરંતુ કોંગ્રેસનાં એક કેબિનેટ મંત્રીએ પણ પોતાની પાર્ટીના મંત્રીને ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ નહી કરવા માટે ચેતવણી તે સમયે આપી જ્યારે કક્ષા આઠની અંગ્રેજીની પુસ્તકમાં સતી અથવા જોહરનું ચિત્ર હટાવી દેવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news