ISRO આજે રચશે વધુ એક ઈતિહાસ, 100મો સેટેલાઈટ અંતરિક્ષમાં કરશે લોન્ચ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે પોતાનો 100મો ઉપગ્રહ અંતરિક્ષમાં લોન્ચ કરીને ઈતિહાસ સર્જશે. 

ISRO આજે રચશે વધુ એક ઈતિહાસ, 100મો સેટેલાઈટ અંતરિક્ષમાં કરશે લોન્ચ

ચેન્નાઈ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે પોતાનો 100મો ઉપગ્રહ અંતરિક્ષમાં લોન્ચ કરીને ઈતિહાસ સર્જશે. ચેન્નાઈથી 110 કિમી દૂર સ્થિત શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી તે આ 100માં ઉપગ્રહની સાથે 30 અન્ય ઉપગ્રહ પણ અંતરિક્ષમાં છોડશે. 

પોતાના આ 42માં મિશન માટે ઈસરો ભરોસાપાત્ર Polar satellite launch vehicle (PSLV) સી40ને મોકલશે જે કાર્ટોસેટ-2 શ્રેણીના ઉપગ્રહ અને 30 પેટા ઉપગ્રહો (જેનું કુલ વજન લગભગ 613 કિગ્રા છે)ને લઈને આજે સવારે 9 વાગ્યે 28 મિનિટ પર ઉડાણ ભરશે.

મિશન પ્રિપેરેશન રિવ્યું કમિટી અને પ્રોજેક્શન ઓથોરિટી બોર્ડ દ્વારા નક્કી કરાયેલા સમય પર મોહર  લગાવ્યાં બાદ ઈસરોએ કહ્યું કે પીએસએલવી-સી40/ કાર્ટોસેટ2 શ્રેણીના ઉપગ્રહ મિશનનું 28 કલાકનું કાઉન્ટ ડાઉન ગુરુવારે સવારે પાંચ વાગ્યેને 29 મિનિટ (ભારતીય સમયાનુસાર) પર શરૂ થઈ ગયું. સંસ્થાએ જણાવ્યું કે વૈજ્ઞાનિકો હાલ ઉડાણના વિભિન્ન તબક્કાઓ માટે પ્રોપલેન્ટ ભરાવના કાર્યમાં લાગ્યાં છે. શ્રીહરિકોટાના સતિષ ધવન અંતરિક્ષ કેન્દ્રના પહેલા લોન્ચ પેડથી આ 44.4 મીટર લાંબા રોકેટને લોન્ચ કરવામાં આવશે. 

સહયાત્રી ઉપગ્રહોમાં ભારતનો એક માઈક્રો અને એક નેનો ઉપગ્રહ સામેલ છે. જ્યારે છ અન્ય દેશો કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, કોરિયા, બ્રિટન અને અમેરિકાના ત્રણ માઈક્રો અને 25 નેનો ઉપગ્રહ સામેલ કરવામાં આવ્યાં છે. 

ઈસરો અને એન્ટ્રિક્સ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે થયેલી વ્યાપારિક સંધિ અંતર્ગત 28 આંતરરાષ્ટ્રીય ઉપગ્રહોને લોન્ચ કરવામાં આવશે. તે 100માં ઉપગ્રહ કાર્ટોસેટ-2 શ્રેણીના ત્રીજા ઉપગ્રહ હશે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news