ઝારખંડમા ભેંસ ચોરીના આરોપમાં ગામલોકોએ 2ની ઢોર માર માર્યો: 2નાં મોત

ગામલોકોએ ઢોર ચોરવા માટે આવેલી ગેંગના 5 સભ્યો પકડ્યા તે પૈકી 3 ભાગવામાં સફળ, જ્યારે 2નાં મોત

ઝારખંડમા ભેંસ ચોરીના આરોપમાં ગામલોકોએ 2ની ઢોર માર માર્યો: 2નાં મોત

ગોડ્ડા : ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં બુધવારે ગ્રામીણોએ બે લોકોને ઢોર માર મારીને મારી નાખ્યા હતા. ગોડા જિલ્લાના દેવટાંડ પોલીસ સ્ટેશનાં બનકટીજંગલમાં બુધવારે થયેલી આ ઘટનામાં મૃત્યુ પામેલા બંન્ને લોકો પર ભેંસ ચોરીનો આરોપ લાગ્યો હતો. બંન્ને મૃતકોની સાથે 3 અન્ય લોકો પણ હતા. જે લોકો બચીને ભાગી ગયા હતા. ગોડ્ડાનાં એસપી રાજીવ રંજન સિંહે ઘટનાની પૃષ્ટી કરી છે. આ મુદ્દે ઢુલૂ ગામના મુંસી સોરેન સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

ગોડ્ડાના એસપી રાજીવ રંજન સિંહના જણાવ્યા અનુસાર ઘટના દેવટાંડ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. તેમણે જણાવ્યું કે, બંન્ને મૃતકો ઢોર ચરાવી રહ્યા હતા. બંન્નેને ચોરીની 13 ભેંસો સાથે ગ્રામીણોએ પકડી લીધા હતા અને તેમને માર મારવાનો ચાલુ કર્યો હતો. જેમાં બંન્નેના મોટ નિપજ્યા હતા. એક અન્ય પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટનાની માહિતી સવારે મળી હતી. ત્યાર બાદ તુરંત જ પોલીસ ટીમને ઘટના સ્થળે જવા માટે મોકલી દેવાઇ હતી. 

ગ્રામીણોનો આરોપ છે કે, બંન્ને યુવકો ભેંસ ચોરી કરવા માટે આવ્યા હતા. જ્યારે અન્ય સ્થાનિક ધારાસભ્ય પ્રદીપ યાદવ જણાવ્યું કે, આ વિસ્તારમાં ઢોરની ચોરીની ઘટનાઓ વારંવાર બની રહી છે, જેનાં કારણે ગ્રામીણો નારાજ હતા. આ સમયે હું ઘટના અંગે માહિતી મેળવી રહ્યો છું. જો કે તે તથ્યનો પણ ઇન્કાર ન કરી શકાય કે ગ્રામીણોમાં વારંવાર ઢોર ચોરીની ઘટનાઓથી ભારે નારાજતી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોબ લિચિંગની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ સરાયકેલા અને રામગઢ જિલ્લામાં મોબ લિચિંગની ઘટના ઘટી ચુકી છે. સરાયકેલામાં બાળક ચોરીના આરોપમાં મોબલિચિંગની ઘટના બની હતી. જ્યારે રામગઢમાં કથિત રીતે પ્રતિબંધિત માંસ લઇ જવાનાં કારણે એક વ્યકિતની હત્યા કરી દેવાઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news