Weather Update: આંધી-તૂફાન ઔર બારીશ: વાવાઝોડાએ તારાજી સર્જી, 7 લોકોના મોત, હજુ 4 દિવસ ભારે, IMD નું એલર્ટ

Weather News: રાંચી સહિત લગભગ સમગ્ર ઝારખંડ (Jharkhand) માં મંગળવારે અચાનક હવામાનમાં પલટો આવ્યો. આ દરમિયાન આંધી સાથે વરસાદ થયો. ઘણી જગ્યાએ કરા પડ્યા અને વજ્રપાત થયો. એક દિવસમાં 7 લોકોના મોત થયા. હજુ ચાર દિવસ હવામાન ખરાબ રહેશે. 

Weather Update: આંધી-તૂફાન ઔર બારીશ: વાવાઝોડાએ તારાજી સર્જી, 7 લોકોના મોત, હજુ 4 દિવસ ભારે, IMD નું એલર્ટ

Weather Alert: રાંચી (Ranchi) સહિત સમગ્ર ઝારખંડ (Jharkhand) માં મંગળવારે સાંજે અચાનક હવામાનમાં પલટો આવ્યો. આ દરમિયાન આંધી સાથે વરસાદ ખાબક્યો. ઘણી જગ્યાએ કરા પડ્યા અને વજ્રપાત થયો. વાવાઝોડા-વરસાદ અને કરા સાથે ઘણા વિસ્તારોમાં જોરદાર તબાહી મચાવી. ઝાડ પડવા અને વજ્રપાતના લીધે 7 લોકોના મોત થયા છે. જ્યારે ડઝનો લોકોને ઇજા પહોંચી છે. રાંચી પલામૂ અને ધનબાદમાં બે-બે લોકોના મોત થયા છે જ્યારે કોડરમામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ભારે પવન અને વજ્રપાતનનું યલો એલર્ટ જાહેર કર્યું છે. 

મળતી માહિતી અનુસાર રાંચીના ટાટીસિલવેમાં વાવાઝોડાના લીધે ઝાડ પડી ગયું હતું. તેમાં એક યુવક અને એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું અને ત્રણ લોકોને ઇજા પહોંચી છે. મૃતક સોનૂ સાહૂ ગોંદલીપોખર બેડવાસીનો રહેવાસી હતો. તો બીજી તરફ પલામૂમાં એક કિશો અને બાળકીનું મોત નિપજ્યું છે. થાના ક્ષેત્રના ગાજી બિહરામાં ઠનકાથી એક બાળકીનું મોત થયું છે. તો બીજી તરફ ગોલા પથ્થર ટોલામાં 13 વર્ષીય વસંતનું મોત નિપજ્યું છે. કોડરમાના ચંદરવામાં એક યુવકનું મોત નિપજ્યું છે. તો બીજી તરફ વજ્રપાતની અલગ અલગ ઘટનાઓમાં મહિલા અને યુવકનું મોત નિપજ્યું છે. હવામાન વૈજ્ઞાનિકોના અનુસાર મધ્યપ્રદેશના ઉઠેલા ચક્રવાત અને ઓડિશા અને ઝારખંડથી પસાર થવાના કારણે હવામાનમાં ફેરફાર આવ્યો છે. 

વાવાઝોડા અને વરસાદના કારણે મહત્તમ તાપમાનમાં સાત ડિગ્રીનો ઘટાડો થયો છે. પૂર્વ સિંઘભુમના બહારગોરામાં સૌથી વધુ 17.6 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે પલામુમાં ધૂળની ડમરીઓ અને ઝરમર વરસાદ થયો હતો, તો ગઢવામાં સાંજે 4 વાગ્યાની આસપાસ જોરદાર તોફાન સાથે વરસાદ અને કરા પડ્યા હતા. કરા પડતાં શાકભાજીના પાકને ઘણું નુકસાન થયું છે.

રાંધીમાં બે કલાક વિજળી ગુલ
મંગળવારે સાંજે આંધીના કારણે વિજળી કટ થઇ ગઇ છે. આંધી શરૂ થયા બાદ સુરક્ષાત્મક કારણોના લીધે શહેરમાં 11 કેવીના 160 ફીડરોમાંથી વિજળીનો પુરવઠો બંધ કરી દેવામાં અવ્યો હતો. લગભગ બે કલાક સુધી રાંચીમાં વિજળીનો પુરવઠો ઠપ્પ રહ્યો હતો. સુથી વધુ પરેશાની કોકર વિસ્તારમાં સજાઇ હતી. અહીં ઘણા વિસ્તારોમાં 4 કલાક સુધી વિજળી ગુલ રહી હતી. 

28 મે બાદ આવશે વરસાદમાં ઘટાડો
રાંચીના ગ્રામીણ વિસ્તારોમાં ભારે તારાજી વાવાઝોડાએ રાંચીના ગ્રામીણ વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. નગરી સહિત અનેક વિસ્તારોમાં 50 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું. વાવાઝોડાના કારણે નાગડી વિસ્તારમાં એક પોલ્ટ્રી ફાર્મ ધરાશાયી થયો હતો. જેમાં સેંકડો બચ્ચાઓના મોત થયા હતા. ફોર્મ ઓપરેટર પવન કુમાર તિર્કી ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્તારના અનેક મકાનોના છાપરા પણ ઉડી ગયા છે. વાવાઝોડાને કારણે ખેતીને પણ અસર થઈ છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રિ-મોન્સુન ગતિવિધિઓ હવે હવામાનને અસર કરશે. જેના કારણે ચોમાસા સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળશે. 28 મે પછી રાંચી સહિત ઘણા ભાગોમાં વરસાદ ઘટી શકે છે. આ પછી તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news