Petrol-Diesel Latest Price: ગોવાથી માંડીને ગુજરાત સહિત આ રાજ્યોમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ ભાવ

દેશની સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના દર જાહેર કરવામાં આવે છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે.
 

Petrol-Diesel Latest Price: ગોવાથી માંડીને ગુજરાત સહિત આ રાજ્યોમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ ભાવ

Petrol Price hike in Gujarat : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલમાં સામાન્ય ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. આ દરમિયાન દેશમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગે ઇંધણની નવી કિંમતો જાહેર કરે છે. ગુજરાત, ગોવા, ઝારખંડ, કેરળ, એમપી અને મણિપુર સહિત કેટલાક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, બિહાર અને જમ્મૂ-કાશ્મીરમાં ઇંધણની કિંમતો ઘટી છે. આવો તમને જણાવી દઇએ કે દેશના મહાનગરો સહિત મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલ શું ભાવે વેચાઇ રહ્યું છે. 

4 મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
- નવી દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
- મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
-કોલકત્તામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
-ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.85 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.43 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.

મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ
નોઈડાઃ
પેટ્રોલ રૂ. 94.81 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 87.94 પ્રતિ લીટર
ગુરુગ્રામઃ પેટ્રોલ 95.18 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 88.03 રૂપિયા પ્રતિ લીટર
ચંડીગઢઃ પેટ્રોલ રૂ. 94.22 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 82.38 પ્રતિ લીટર
હૈદરાબાદઃ પેટ્રોલ રૂ. 107.39 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 95.63 પ્રતિ લીટર
જયપુરઃ પેટ્રોલ રૂ. 104.86 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 90.34 પ્રતિ લીટર
પટનાઃ પેટ્રોલ રૂ. 105.16 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 92.03 પ્રતિ લીટર
લખનઉઃ પેટ્રોલ રૂ. 94.63 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 87.74 પ્રતિ લીટર

આ રીતે નક્કી થાય છે ભાવ
ઇન્ડીયન ઓઇલ (Indian Oil), ભારત પેટ્રોલિયમ (Bharat Petroleum) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ (Hindustan Petroleum) દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરી નવા ભાવ જાહેર કરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલરનું કમીશન અને અન્ય વસ્તુઓને ઉમેર્યા બાદ ઓઇલના ભાવ બમણા વધી જાય છે. 

તમારા શહેરના ભાવ આ રીતે ચેક કરો
પેટ્રોલ અને ડીઝલના ભાવ તમે SMS દ્વારા  પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ IOC તમને સુવિધા આપે છે કે તમે તમારા મોબાઈલ પર RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત જ તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ આવી જશે. દરેક શહેરના અલગ અલગ કોડ છે. જે તમને IOCની વેબસાઈટ પર મળી જશે. 

તેવી જ રીતે, HPCL ગ્રાહકો HPPRICE ડીલર કોડને 92222 01122 પર SMS કરી શકે છે. આ સિવાય તમે ઈન્ડિયન ઓઈલ એપ દ્વારા પણ લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

દરરોજ 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે ભાવ
દેશની સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના દર જાહેર કરવામાં આવે છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news