Bihar Politics: બિહારની રાજનીતિમાં હલચલ, NDA માં સામેલ થયા માંઝી, અમિત શાહ સાથે બેઠક બાદ કરી જાહેરાત

જીતન રામ માંઝી અને હિન્દુસ્તાની આવામ મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષ કુમાર સુમને આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ તેમણે એનડીએમાં સામેલ થવાની જાહેરાત કરી છે. 

Bihar Politics: બિહારની રાજનીતિમાં હલચલ, NDA માં સામેલ થયા માંઝી, અમિત શાહ સાથે બેઠક બાદ કરી જાહેરાત

નવી દિલ્હીઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી અને હિન્દુસ્તાની આવામ મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષ કુમાર સુમને ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળા ગઠબંધન (એનડીએ) માં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. નીતીશ કુમારનો સાથ છોડ્યા બાદ બંને નેતાઓએ આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને આ મુલાકાત બાદ સંતોષ કુમાર સુમને એનડીએમાં સામેલ થવાની જાહેરાત કરી દીધી છે. 

અમિત શાહના આવાસ પર થયેલી બેઠક દરમિયાન ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાય પણ હાજર રહ્યા હતા. આ બેઠક દિલ્હીમાં અમિત શાહના આવાસ પર યોજાઈ હતી. આ મુલાકાતની સાથે અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. રાજકીય વર્તુળોમાં તે વાતની ચર્ચા હતી કે જલદી જીતન રામ માંઝી અને સંતોષ કુમાર સુમન ભારતીય જનતા પાર્ટીવાળા ગઠબંધન (એનડીએ) માં સામેલ થશે. 

— ANI (@ANI) June 21, 2023

પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી અને હમના રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષ કુમાર સુમનની અમિત શાહની સાથે 45 મિનિટ સુધી વાતચીત ચાલી હતી. હાલમાં જીતન રામ માંઝીએ બિહારમાં મહાગઠબંધનની સરકારમાં પોતાનું સમર્થન પરત ખેંચી લીધુ હતું. તેમના પુત્ર સંતોષ સુમને બિહાર કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ હતું. જાણકારી પ્રમાણે માંઝી પર તે વાતનો દબાવ હતો કે તે પોતાની પાર્ટીનો વિલય જેડીયુમાં કરી દે. 

જીતન રામ માંઝીના ગઠંબધનમાંથી અલગ થયા બાદ નીતીશ કુમારે તેમના પર મોટા આરોપ લગાવ્યા હતા. નીતીશ કુમારે કહ્યુ હતું કે જીવન રામ માંઝી બિહાર સરકારમાં સહયોગી રહેતા ભાજપ માટે જાસૂસી કરી રહ્યાં હતા. પાછલા સોમવારે માંઝીએ નીતીશ કુમારની સરકારમાંથી સમર્થન પરત લઈ લીધુ હતું. આ દરમિયાન સંતોષ સુમને કહ્યુ કે નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ તેમની પાર્ટીનો જેડીયૂમાં વિલય કરવા દબાવ બનાવી રહ્યાં હતા. 

સંતોષ સુમને કહ્યુ હતુ કે જો ભાજપ એનડીએ ગઠબંધનમાં તેમને આમંત્રણ આપે છે તો તે એનડીએમાં સામેલ થવા માટે વિચાર કરવા તૈયાર છે. આ દરમિયાન તેમણે ત્રીજા મોર્ચાની સ્થાપના માટે વિકલ્પ ખુલો રહેવાની વાત પણ કહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news