Kesar ke Totke: ભાગ્યના બંધ દરવાજા ખોલવા હોય તો ગુરુવારે કરો કેસરના આ અચૂક ઉપાય, તુરંત કરશે અસર

Kesar ke upay: ધન સંબંધિત સમસ્યા મોટાભાગના લોકોને સતાવે છે. દિવસ રાત મહેનત કરવા છતાં પણ ઘરમાં બે છેડા ભેગા થતા નથી. જો તમને પણ આ સમસ્યા નડતી હોય તો ગુરુવારના દિવસે કેસરનો આ અચૂક ઉપાય અજમાવી જુઓ.

Kesar ke Totke: ભાગ્યના બંધ દરવાજા ખોલવા હોય તો ગુરુવારે કરો કેસરના આ અચૂક ઉપાય, તુરંત કરશે અસર

Kesar ke upay: હિન્દુ ધર્મ અનુસાર ગુરૂવારનો દિવસ દેવગુરુ બ્રહસ્પતિ અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ધર્મ શાસ્ત્રમાં ગુરુવારના દિવસે કરવામાં આવતી પૂજામાં કેસરનો ઉપયોગ કરવાથી થતા ફાયદા વિશે જણાવ્યું છે. ગુરૂવારના દિવસે કેસરનો ઉપયોગ કરીને કેટલાક ઉપાયો કરવામાં આવે તો વ્યક્તિનું ભાગ્ય ચમચી જાય છે. આ ઉપાયો કારકિર્દીમાં પ્રગતિ, વેપારમાં લાભ આપે છે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ ભરી દે છે. જો અનેક પ્રયત્ન કરવા છતાં તમને સફળતા નથી મળતી તો ભાગ્યનો સાથ મળે તે માટે એકવાર કેસરના અચૂક ઉપાય અજમાવી જુઓ. 

ગુરુવારે કરો કેસરના આ અચૂક ઉપાય

આ પણ વાંચો:

લગ્નની બાધા દૂર કરવા

જો કોઈ વ્યક્તિના લગ્ન નક્કી થઈ શકતા ન હોય અને વારંવાર કોઈને કોઈ અડચણ આવતી હોય તો આ ઉપાય કરી શકાય છે. ગુરૂવારના દિવસે દૂધમાં કેસર મિક્સ કરી તુલસીનું પાન ઉમેરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. આમ કરવાથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને દાંપત્યજીવન પણ ખુશીઓથી ભરાઈ જાય છે. 

ગુડ લક માટે ઉપાય

જો તમને દરેક કાર્યમાં નિષ્ફળતા મળતી હોય, કોઈપણ કાર્યમાં ભાગ્ય સાથ ન આપતું હોય તો સૌભાગ્ય પ્રાપ્તિ માટે ગુરુવારના દિવસે કેસરનો આ સરળ ઉપાય કરી લેવો. ગુરુવારના દિવસે ચાંદીની વાટકીમાં કેસર રાખી તેમાં થોડું પાણી મિક્સ કરી તેનાથી ભગવાન વિષ્ણુને તિલક કરો. આમ કરવાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે અને ભાગ્યનો સાથ મળે છે.

આર્થિક તંગી દૂર કરવા

આ સમસ્યા મોટાભાગના લોકોને સતાવે છે. દિવસ રાત મહેનત કરવા છતાં પણ ઘરમાં બે છેડા ભેગા થતા નથી. જો તમને પણ આ સમસ્યા નડતી હોય તો ગુરુવારના દિવસે કેસરનો આ અચૂક ઉપાય અજમાવી જુઓ. તેના માટે એક વાટકીમાં થોડું કેસર પાણીમાં ઘોળી અને તેનો છંટકાવ ઘરની તિજોરી પર કરો. દર ગુરુવારે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news