નાગરિકતા એ કેન્દ્રનો વિષય, રાજ્ય કાયદો લાગુ કરવાની ના પાડી શકે નહીં: જિતેન્દ્ર સિંહ

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે (Jitendra Singh) કહ્યું છે કે રાજ્ય નાગરિકતા કાયદા (Citizenship Amendment Act) ને લાગુ કરવાની ના પાડી શકે નહીં. સિંહનું નિવેદન એવા સમયે આવ્યુ છે કે જ્યારે કેરળ (Kerala) , પશ્ચિમ બંગાળ (West Bengal)  અને પંજાબ (Punjab) ના મુખ્યમંત્રી નાગરિકતા કાયદાને પોત પોતાના રાજ્યમાં લાગુ કરવાની ના પાડી રહ્યાં છે. સિંહે કહ્યું કે, "કેટલાક રાજ્યો કહે છે કે તેઓ પોતાના ત્યાં નાગરિકતા કાયદો લાગુ નહીં થવા દે, પરંતુ તેમનું આ નિવેદન મારી સમજ બહાર છે કારણ કે તે કેન્દ્રનો વિષય છે. મને નથી લાગતું કે રાજ્યો પાસે આ કાયદાને લાગુ કરતા રોકવા માટે  કોઈ વિશેષાધિકાર છે."
નાગરિકતા એ કેન્દ્રનો વિષય, રાજ્ય કાયદો લાગુ કરવાની ના પાડી શકે નહીં: જિતેન્દ્ર સિંહ

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે (Jitendra Singh) કહ્યું છે કે રાજ્ય નાગરિકતા કાયદા (Citizenship Amendment Act) ને લાગુ કરવાની ના પાડી શકે નહીં. સિંહનું નિવેદન એવા સમયે આવ્યુ છે કે જ્યારે કેરળ (Kerala) , પશ્ચિમ બંગાળ (West Bengal)  અને પંજાબ (Punjab) ના મુખ્યમંત્રી નાગરિકતા કાયદાને પોત પોતાના રાજ્યમાં લાગુ કરવાની ના પાડી રહ્યાં છે. સિંહે કહ્યું કે, "કેટલાક રાજ્યો કહે છે કે તેઓ પોતાના ત્યાં નાગરિકતા કાયદો લાગુ નહીં થવા દે, પરંતુ તેમનું આ નિવેદન મારી સમજ બહાર છે કારણ કે તે કેન્દ્રનો વિષય છે. મને નથી લાગતું કે રાજ્યો પાસે આ કાયદાને લાગુ કરતા રોકવા માટે  કોઈ વિશેષાધિકાર છે."

સિંહે નાગરિકતા કાયદા પર થઈ રહેલી હિંસાને લઈને કહ્યું કે, "સ્થિતિ પહેલા કરતા સારી થઈ છે. કેટલાક અસામાજિક તત્વો છે જે પોતાના રાજકારણ માટે આ સ્થિતિનો લાભ ઉઠાવવા માંગે છે. કોંગ્રેસનો તેમાં મોટો હાથ છે."

નોંધનીય છે કે પંજાબના મુખ્યમંત્રીએ સૌથી પહેલા 12 ડિસેમ્બરના રોજ નાગરિકતા બિલને ગેરબંધારણીય ગણાવતા કહ્યું હતું કે તેઓ પોતાના રાજ્યમાં લાગુ થવા દેશે નહીં. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી એનઆરસી અને નાગરિકતા બિલનો શરૂઆતથી વિરોધ કરી રહ્યાં છે. તેમણે નાગરિકતા કાયદા વિરુદ્ધ માર્ચમાં સામેલ થવાની વાત કરી છે. કેરળના મુખ્યમંત્રી પણ આ પ્રકારનું નિવેદન આપી ચૂક્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra) ના કોંગ્રેસ નેતા પણ નાગરિકતા કાયદાને રાજ્યમાં લાગુ ન કરવા માટે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)  પર દબાણ કરી રહ્યાં છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

નાગરિકતા કાયદાને લઈને બંગાળમાં વિરોધ ચાલુ
નાગરિકતા કાયદાને લઈને ઉત્તર-પૂર્વ અને બંગાળમાં વિરોધ ચાલુ છે. આસામમાં હાલત સુધર્યા છે પરંતુ પશ્ચિમ બંગાળમાં હજુ પણ વિરોધ પ્રદર્શન ચાલુ છે. પશ્ચિમ બંગાળના 6 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ છે. નાગરિકતા સંશોધન કાયદા અને NRCને લઈને 3 દિવસમાં થયેલી હિંસા બાદ આ નિર્ણય લેવાયો. ગુવાહાટી અને ડિબ્રુગઢમાં કરફ્યુમાં ઢીલ અપાઈ છે પરંતુ ઈન્ટરનેટ સેવાઓ પર હાલ રોક ચાલુ છે. નાગરિકતા કાયદા વિરુદ્ધ દિલ્હીમાં પણ હિંસક પ્રદર્શન થયું છે. ન્યૂ ફ્રેન્ડ્ઝ કોલોની, ભરત નગર, અને મથુરા રોડ પર આગચંપી થઈ છે અને 3 બસો ફૂંકી મારવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news