કુમાર આજે બનશે કર્ણાટકના 'સ્વામી', મંચ પર વિપક્ષ થશે એકજૂટ

કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનનું નેતૃત્વ કરી રહેલા એચડી કુમારસ્વામી આજે (23 મે)ના રોજ સાંજે સાડા ચાર વાગે મુખ્યમંત્રી પદની શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના ઘણા નેતા અને ઘણા રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર રહેશે.

કુમાર આજે બનશે કર્ણાટકના 'સ્વામી', મંચ પર વિપક્ષ થશે એકજૂટ

બેંગલુરૂ: કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનનું નેતૃત્વ કરી રહેલા એચડી કુમારસ્વામી આજે (23 મે)ના રોજ સાંજે સાડા ચાર વાગે મુખ્યમંત્રી પદની શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના ઘણા નેતા અને ઘણા રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર રહેશે. કર્ણાટકમાં કોંગ્રેસના પ્રભારી કેસી વેણુગોપાલે જણાવ્યું કે પ્રદેશ પાર્ટી અધ્યક્ષ જી પરમેશ્વર ઉપ મુખ્યમંત્રી પદની શપથ લેશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દલિત નેતા પરમેશ્વરના નામને મંજૂરી આપી છે.

ડે.સીએમ પણ જેડીએસના ખાતામાં...
વેણુગોપાલે જણાવ્યું કે પૂર્વ મંત્રી તથા કોંગ્રેસના રમેશ કુમાર આગામી વિધાનસભા અધ્યક્ષ (સ્પીકર) હશે, જ્યારે ડે.સ્પીકરનું પદ જેડી(એસ)ના ખાતામાં જશે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના 22 અને જેડી(એસ)માંથી 12 મંત્રી બુધવારે વિધાનસભામાં યોજાનારા શક્તિ પરીક્ષણ બાદ શપથ લેશે.
 

એક અઠવાડિયામાં શપથ લેનાર બીજા મુખ્યમંત્રી
કુમારસ્વામી એક અઠવાડિયાની અંદર કર્ણાટકમાં શપથ લેનાર બીજા મુખ્યમંત્રી હશે. જોકે ભાજપના પ્રદેશ પ્રમુખ બીસ યેદિયુરપ્પાએ 19મે ના રોજ શક્તિ પરીક્ષણનો સામનો કર્યા વગર રાજીનામું આપી દીધું હતું. કુમારસ્વામીએ કહ્યું કે વિભાગની ફાળવણી પર બુધવારે ચર્ચા થશે. ગઠબંધના સુચારૂ રી કામકાજ કરવા માટે એક સમન્વય સમિતિ રચવામાં આવશે. જેડી(એસ) પ્રમુખ તથા પૂર્વ વડાપ્રધાન એચ.ડી દેવગૌડાના પુત્ર કુમારસ્વામીને રાજ્યપાલ વજુભાઇ વાળા વિધાનસભા સમક્ષ સાંજે ચાર વાગે પદ તથા ગોપનિયતાના શપથ અપાવશે. 
 

— ANI (@ANI) May 22, 2018

 

બીજી વાર સીએમ બનશે કુમારસ્વામી
આ કુમારસ્વામીનો બીજો કાર્યકાળ હશે. આ પહેલાં તેમણે ફેબ્રુઆરી 2006 થી ઓક્ટોબર 2007 વચ્ચે 20 મહિના સુધી જેડી(એસ)-ભાજપ ગઠબંધન સરકારનું નેતૃત્વ કર્યું હતું. શપથ ગ્રહણ સમારોહ માટે મોટું મંચ બનાવવામાં આવ્યું છે. સમારોહમાં ઘણા રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓ ભાગ લેશે એવી આશા છે. તેના માટે 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં ભાજપને વિપક્ષી એકજૂટતાનો એક સંદેશ આપવાની આશા છે. 

સોનિયા અને રાહુલ પણ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે
સરકારી અધિકારીઓ અને જેડી(એસ)ના સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, અને તેમની માતા સોનિયા ગાંધી, પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્વબાબુ નાયડૂ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કેરલના મુખ્યમંત્રી પુનારાઇ વિજયન પણ સમારોહમાં ભાગ લેશે. 

5 વર્ષ સુધી સરકાર ચલાવવી કઠીન કામ
કુમારસ્વામીએ સ્વિકાર્યું કે આગામી પાંચ વર્ષ સુધી કોંગ્રેસ-જેડી(એસ) ગઠબંધન સરકાર ચલાવવી તેમના માટે મોટો પડકાર છે. કુમારસ્વામીએ કહ્યું કે મારી જીંદગીનો આ સૌથી મોટો પડકાર હશે. હું અપેક્ષા નથી કરતો કે આ સરળતાથી મુખ્યમંત્રીના રૂપમાં પોતાની જવાબદારીઓ પુરી કરી શકીશ. અત્રે ઉલ્લેખનીય છે કે 224 સભ્યોવાળી વિધાનસભાની પ્રભાવી ક્ષમતા હાલ 221 સભ્યોની છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 104 સીટો સાથે સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી  હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news