Lok Sabha Election 2024: ભાજપમાં કોણ હશે નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી, સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા નામ

લોકસભા ચૂંટણી 2024ને લઈને દેશનો મૂડ સમાજનાર એક સર્વે સામે આવ્યો છે. જનતાએ જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારીના રૂપમાં તેમને કોણ પસંદ છે. 

Lok Sabha Election 2024: ભાજપમાં કોણ હશે નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી, સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા નામ

નવી દિલ્હીઃ PM Modi Successor: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોઈથી છુપાયેલી નથી. ભારત જ નહીં વિદેશોમાં પણ તેમની ખુબ લોકપ્રિયતા છે. આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હાલ નિવૃત્ત થવાનો કોઈ ઈરાદો નથી પરંતુ એક સર્વેમાં તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જો પીએમ મોદીના ઉત્તરાધિકારી જણાવવામાં આવે તો સૌથી યોગ્ય કોણ હશે. 

ઈન્ડિયા ટુડે અને સી વોટરે એક સર્વેમાં દેશની જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. આ સર્વેમાં પીએમ મોદીના ઉત્તરાધિકારીને લઈને પણ લોકોના મૂડની જાણકારી મળી છે. 

પીએમ મોદીના ઉત્તરાધિકારીમાં કાંટાની ટક્કર
આમ તો મોટી સંખ્યામાં જનતા પીએમ મોદીને નંબર-1 પર રાખી રહી છે. 52.5 ટકા લોકો એવા છે જેણે 2024 માટે પણ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદ પર પોતાની પહેલી પસંદ જણાવ્યા છે. પીએમ મોદીના ઉત્તરાધિકારી બનવા માટે જે નેતાઓ રેસમાં છે, તેમાં પહેલા નંબર પર અમિત શાહ છે. તો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમને કાંટાની ટક્કર આપી રહ્યાં છે. 

અમિત શાહ પહેલા નંબર પર
પીએમ મોદીના ઉત્તરાધિકારીના રૂપમાં 26 ટકા લોકોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સમર્થન કર્યું છે. 25 ટકા લોકો ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેમના ઉત્તરાધિકારીના રૂપમાં પસંદ કરી રહ્યાં છે. 

નીતિન ગડકરી પણ આ રેસમાં છે. લગભગ 16 ટકા લોકો એવા છે જે નીતિન ગડકરીને આ પદ માટે યોગ્ય માને છે. પીએમ મોદીના ઉત્તરાધિકારી તરીકે 6 ટલા લોકોની પસંદ દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news