Aadhaar Card Update: અપડેટ કરવું છે બાળકોનું આધાર કાર્ડ? જાણી લો આ ટ્રિક, ધક્કા નહીં ખાવા પડે

જો તમે પણ તમારા બાળકોનું આધાર કાર્ડ એટલે કે ચાઈલ્ડ આધાર કાર્ડ બનાવ્યું હોય, તો તેને તરત જ અપડેટ કરાવો. આ માટે સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. ખરેખર, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ તાજેતરમાં જ બાળકોના આધાર કાર્ડને લઈને એક માર્ગદર્શિકા બહાર પાડી છે, જેને બાલ આધાર કહેવામાં આવે છે.

Aadhaar Card Update: અપડેટ કરવું છે બાળકોનું આધાર કાર્ડ? જાણી લો આ ટ્રિક, ધક્કા નહીં ખાવા પડે

જો તમે પણ તમારા બાળકોનું આધાર કાર્ડ એટલે કે ચાઈલ્ડ આધાર કાર્ડ બનાવ્યું હોય, તો તેને તરત જ અપડેટ કરાવો. આ માટે સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. ખરેખર, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ તાજેતરમાં જ બાળકોના આધાર કાર્ડને લઈને એક માર્ગદર્શિકા બહાર પાડી છે, જેને બાલ આધાર કહેવામાં આવે છે. ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, પાંચથી 15 વર્ષની વયના બાળકોના આધાર ડેટામાં બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવી ફરજિયાત છે.

તાજેતરમાં UIDAIએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે 5-15 વર્ષની વયના બાળકોની બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવી ફરજિયાત છે અને આમ કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે. બાયોમેટ્રિક્સ અપડેટ કર્યા પછી બાળકના આધાર નંબરમાં કોઈ ફેરફાર થશે નહીં. તેથી, ઓથોરિટીએ વાલીઓને ફોર્મ ભરવા અને બાળકોના બાયોમેટ્રિક ડેટાને અપડેટ કરવા માટે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવાની સૂચના આપી છે.

અહીં અમે જણાવી રહ્યા છીએ કે તમે ચાઇલ્ડ આધાર કાર્ડ માટે કેવી રીતે અરજી કરી શકો છો:

- સૌ પ્રથમ UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જાઓ.
- આધાર કાર્ડ રજિસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરો.
- બાળકનું નામ, વાલીનો ફોન નંબર અને બાળક અને તેના માતાપિતાને લગતી અન્ય જરૂરી બાયોમેટ્રિક માહિતી જેવી ફરજિયાત માહિતી ભરો.
- સરનામા પછી, રાજ્ય અને અન્ય વિગતો ભરવાની રહેશે.
- બધી વિગતો બરાબર ચેક કરીને પછી સબમિટ કરો.
- આગળ એપોઇન્ટમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો.

યુઝર્સને ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો, જન્મ તારીખ અને સંદર્ભ નંબર જેવા દસ્તાવેજોની જરૂર પડશે. આધાર એક્ઝિક્યુટિવ આગળની પ્રક્રિયા હાથ ધરશે અને અરજી પ્રક્રિયાને ટ્રૅક કરવા માટે એક સ્વીકૃતિ નંબર પ્રોવાઇડ કરશે. આધાર કાર્ડ 60 દિવસની અંદર યુઝર્સના નોંધાયેલા સરનામા પર પોસ્ટ કરવામાં આવશે. બાળકના આધાર કાર્ડમાં બાળકનું બાયોમેટ્રિક અપડેટ કરવા uidai.gov ની મુલાકાત લો. અને તમારા બાળકોના આધાર કાર્ડની વિગતો અપડેટ કરવા માટે એપોઇન્ટમેન્ટ બુક કરો. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને લાભો મેળવવા માટે આ કાર્ડ જરૂરી છે. ઉપરાંત, જન્મથી જ બાળકો માટે ડિજિટલ ફોટો ઓળખ પુરાવા તરીકે ફરજિયાત છે. એટલે જો આધારકાર્ડ અપડેટ નથી તો જલ્દીથી કરી લેજો..

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news