મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામઃ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર બાદ કોંગ્રેસ મોટો પક્ષ

મધ્યપ્રદેશમાં હજુ પણ મતગણતરી ચાલુ હોવાને કારણે હજુ સુધી વિજેતા ઉમેદવારોની જાહેરાત કરાઈ નથી. કોંગ્રેસના 81 અને ભાજપના 82 ઉમેદવારો વિજેતા જાહેર કરાયા છે, જ્યારે કોંગ્રેસ 36 બેઠક પર અને ભાજપ 31 બેઠક પર લીડ કરી રહી છે. આમ કોંગ્રેસની કુલ 113 બેઠક અને ભાજપની કુલ 110 બેઠક થાય છે.

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામઃ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર બાદ કોંગ્રેસ મોટો પક્ષ

ભોપાલઃ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. અત્યાર સુધીના આંકડા મુજબ કોંગ્રેસના 81 ઉમેદવારને વિજેતા જાહેર કરાયા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના 82 ઉમેદવાર વિજેતા જાહેર કરાયા છે. હાલ કોંગ્રેસના 32 ઉમેદવાર લીડ કરી રહ્યા છે, જ્યારે ભાજપના 28 ઉમેદવાર લીડ કરી રહ્યા છે. બહુજન સમાજવાદી પાર્ટીના પણ 2 ઉમેદવાર લીડ કરીને આગળ ચાલી રહ્યા છે. સમાજવાદી પાર્ટીનો 1 ઉમેદવાર વિજેતા જાહેર થયો હતો. આ ચૂંટણીમાં 4 અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા.

મધ્યપ્રદેશમાં આ લખાય છે ત્યાં સુધીમાં 200 બેઠકમાંથી 164 બેઠકનું પરિણામ જાહેર કરી દેવાયું છે, જ્યારે 66 બેઠક પર મતગણતરી ચાલી રહી છે.

મધ્યપ્રદેશમાં ભાજપને 42.2%, કોંગ્રેસને 41.0%, અપક્ષોને 5.9%, બીએસપીને 4.9%, તથા અન્ય પક્ષોને 1 ટકા જેટલા વોટ મળ્યા હતા. મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.

વર્ષ 2013માં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો 166 બેઠક પર વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસનો 57 બેઠક પર વિજય થયો હતો.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો વિજય 
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમની પરંપરાગત બુધની બેઠક પરથી 58,999 વોટના માર્જિન સાથે વિજેતા બન્યા હતા. શિવરાજ સિંહે કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ યાદવને હરાવ્યા હતા. વર્ષ 2013માં શિવરાજ સિંહ ચૌહાણ 84,805 વોટથી જીત્યા હતા. 

11 બેઠકો પર ચાલી રહી છે કાંટાની ટક્કર 
મધ્યપ્રદેશમાં ભાજપને એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો કરવો પડ્યો હતો. અહીં, ભારતીય જનતા પાર્ટીની છેલ્લા ત્રણ ટર્મથી સરકાર ચૂંટાતી આવી છે અને અત્યારે બંને પક્ષો વચ્ચે 11 બેઠક પર કાંટાની ટક્કર ચાલી રહી છે. આ બેઠકો છેઃ અટેર, બ્યાવરા, બીના, દામોહ, જબલપુર ઉત્તર, જેવરા, કોલારસ, નાગૌદ, પથરિયા, રાજનગર, સુવાસરા.

કોંગ્રેસે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરતો પત્ર લખ્યો
આ દરમિયાન મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રભારી કમલનાથે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ પાસે પોતાનો દાવો રજૂ કરવા માટે સમય માગ્યો છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં તેમનો પક્ષ સૌથી વધુ બેઠક પર વિજેતા બન્યો છે એટલે તેમને સરકાર બનાવવાની સૌ પ્રથમ તક આપવી જોઈએ. આ માટે ચર્ચા કરવા તેમણે રાજ્યપાલનો સમય માગ્યો છે. રાજ્યપાલ તરફથી હજુ કોઈ જવાબ અપાયો નથી.

KAMALNATH

મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસના બે પ્રબળ દાવેદાર
મધ્યપ્રદેશમાં કોંગ્રેસે જે રીતે વાપસી કરી છે તેમાં તેના પીઢ અને અનુભવી નેતા કમલનાથનું નેટવર્ક અને યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મજબૂત ગ્રાઉન્ડ વર્ક કર્યું છે. અત્યારે આ બંને નેતા રાજ્યમાં મુખ્યમંત્રી પદના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે હાઈકમાન્ડ કોને મુખ્યમંત્રી બનાવે છે. 

2013 વિધાનસભા ચૂંટણી પરિણામ 
 

પક્ષ સીટ
ભાજપ 166
કોંગ્રેસ 57
બસપા 4
અપક્ષ 3

મધ્યપ્રદેશમાં છેલ્લા 5 વિધાનસભા કાર્યકાળ 
વર્ષ 2013- ભાજપ (166), કોંગ્રેસ (57), મુખ્યમંત્રી- શિવરાજ સિંહ ચૌહાણ
વર્ષ 2008 - ભાજપ (143), કોંગ્રેસ (71), મુખ્યમંત્રી - શિવરાજ સિંહ ચૌહાણ
વર્ષ 2003 - ભાજપ (173), કોંગ્રેસ (38), મુખ્યમંત્રી - ઉમા ભારતી
વર્ષ 1998 - કોંગ્રેસ (172), ભાજપ (119), મુખ્યમંત્રી - દિગ્વિજય સિંહ 
વર્ષ 1993 - કોંગ્રેસ (174), ભાજપ (119), મુખ્યમંત્રી - દિગ્વિજય સિંહ 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news