કમલનાથના ફ્લોર ટેસ્ટ પર શંકા યથાવત, બજેટ સત્રના એજન્ડામાં ઉલ્લેખ નહીં


મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારના ફ્લોર ટેસ્ટ પર પહેલાથી શંકા છે. એમપી વિધાનસભાના સ્પીકર એનપી પ્રજાપતિએ સોમવારે ફ્લોર ટેસ્ટ થવાના સવાલ પર કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. 

કમલનાથના ફ્લોર ટેસ્ટ પર શંકા યથાવત, બજેટ સત્રના એજન્ડામાં ઉલ્લેખ નહીં

ભોપાલઃ મધ્ય પ્રદેશની કમલનાથ સરકારના સોમવારે થનારા ફ્લોર ટેસ્ટ પર શંકા યથાવત છે. મધ્ય પ્રદેશ વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસના એજન્ડામાં ફ્લોર ટેસ્ટનો ઉલ્લેખ નથી. રવિવારે સાંજે જારી એન્ડામાં માત્ર રાજ્યપાલના અભિભાષણની વાત કરવામાં આવી છે. આ પહેલાં તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે. 

મધ્ય પ્રદેશ ભાજપ અને કોંગ્રેસ બંન્ને તેને કેન્દ્ર બનાવીને પોતાની રણનીતિ નક્કી કરી રહ્યાં હતા. મધ્ય પ્રદેશના સીએમ કમલનાથે રવિવારે સાંજે 7 કલાકે પોતાના આવાસ પર ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે બેઠક બાદ ખુદ કમલનાથ મીડિયા સામે આવીને નિવેદન આપશે. પરંતુ બેઠક સમાપ્ત થયા બાદ કોંગ્રેસના કોઈપણ નેતાએ તેના પર સવાલના જવાબ ન આપ્યા. ગૃહ પ્રધાન બાલા બચ્ચને માત્ર એટલું કહ્યું કે બેઠક દરમિયાન બજેટ સત્ર વિશે ચર્ચા થઈ છે. 

— ANI (@ANI) March 15, 2020

ફ્લોર ટેસ્ટ પર શરૂઆતથી આશંકા
મધ્ય પ્રદેશમાં 16 માર્ચે કમલનાથ સરકારના ફ્લોર ટેસ્ટ પર રહેલાથી જ આશંકા યથાવત છે. એમપી વિધાનસભાના સ્પીકર એનપી પ્રજાપતિએ સોમવારે ફ્લોર ટેસ્ટ થવાના સવાલ પર કોઈ જવાબ આપ્યો નથી. પૂછવા પર તેમણે કહ્યું કે, તેના પર કાલે નિર્ણય લેવામાં આવશે. બીજીતરફ રાજ્યપાલ લાલજી ટંડને રાજ્યના રાજકીય પરિદ્રશ્યને ગંભીર ગણાવતા મુખ્યપ્રધાન કમલનાથને સોમવારે એટલે કે 16 માર્ચે જ ફ્લોર ટેસ્ટ કરાવવા માટે પત્ર લખ્યો હતો.

શિવરાજ સિંહે ગુરૂગ્રામમાં બનાવી રણનીતિ
મધ્ય પ્રદેશના રાજકીય સંકટને ધ્યાનમાં રાખીને ભાજપે ગુરૂગ્રામની હોટલ આીટીસી ગ્રાન્ડમાં પોતાના 106 ધારાસભ્યોને રાખ્યા છે. ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણે રવિવારે બપોરે આ ધારાસભ્યો સાથે મુલાકાત કરી અને સોમવારે સંભવિત ફ્લોર ટેસ્ટની રણનીતિ બનાવી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news