મધ્યપ્રદેશ #ZeeMahaExitPoll : એક પણ પક્ષને બહુમત નહીં, BJP બનશે સૌથી મોટી પાર્ટી
આજતક અને એક્સિસના એક્ઝિટ પોલમાં કહેવાયું છે કે રાજ્યમાં એક પણ પાર્ટીને બહુમત મળશે નહીં. અહીં ભાજપને 111, કોંગ્રેસને 113, જ્યારે અપક્ષોને 6 બેઠકો મળશે
Trending Photos
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી (Madhya Pradesh Assembly Election 2018) માટે ગત 28 નવેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. તેના અંગે Zee News ના મહાExitPoll અનુસાર રાજ્યમાં કોઈને પણ પૂર્ણ બહુમત પ્રાપ્ત થશે નહીં. અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. Zee મહાExitPoll અનુસાર, મધ્યપ્રદેશમાં BJPને 112, કોંગ્રેસને 109, બીએસપીને એક જ્યારે અપક્ષોને 8 બેઠક પ્રાપ્ત થશે.
ટાઈમ્સ નાવ અને CNXના એક્ઝીટ પોલમાં જણાવાયું છે કે, રાજ્યમાં શિવરાજ સિંહ ઈતિહાસ સર્જીને ફરી એક વખત સરકાર બનાવશે. તેમના એક્ઝીટ પોલમાં ભાજપને 126, કોંગ્રેસને 89, બસપાને 6 જ્યારે અપક્ષોને 9 બેઠક મળવાનું અનુમાન છે.
સી વોટર અને રિપબ્લિકના એક્ઝિટ પોલ અનુસાર મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બનીને બહાર આવશે. અહીં કોંગ્રેસને 110થી 126 બેઠકો મલવાનું અનુમાન છે, જ્યારે ભાજપને 90થી 106 સીટ મળશે.
રિપબ્લિક અને જનકકી બાતે પોતાના એક્ઝીટ પોલમાં ભાજપને વધુ બેઠક મળવાનું અનુમાન કર્યું છે. અહીં ભાજપને 118, કોંગ્રેસને 105 જ્યારે અપક્ષોને 7 બેઠકો પ્રાપ્ત થશે.
ABP-CSDSના એક્ઝીટ પોલમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત મળતો દર્શાવાયો છે. અહીં ભાજપને 94, કોંગ્રેસને 126, જ્યારે અપક્ષોને 10 બેઠક મળશે.
ન્યૂઝ24 અને પેસ મીડિયાના એક્ઝીટ પોલઅનુસાર મધ્યપ્રદેશમાં કોંગ્રેસ 115 બેઠક સાથે મોટી પાર્ટી બનશે અને ભાજપને 103 બેઠક મળશે. અપક્ષોને 12 બેઠક મળવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 બેઠક છે, જેમાંથી બહુમત માટે 116 બેઠક મળવી જરૂરી છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે 75 ટકા કરતાં પણ વધુ મતદાન થયું હતું. અહીં 2013ની વિધાનસભા ચૂંટણીમાં 72.13 ટકા મતદાન નોંધાયું હતું.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018
કુલ બેઠકઃ 230
બહુમત માટે જરૂરી બેઠકઃ 116
ચૂંટણી જાહેરઃ 6 ઓક્ટોબર, 2018
મતદાનઃ 28 નવેમ્બર, 2018
મતગણતરીઃ 11 ડિસેમ્બર, 2018
2013 વિધાનસભા ચૂંટણી પરિણામ
પક્ષ સીટ
ભાજપ 166
કોંગ્રેસ 57
બસપા 4
અપક્ષ 3
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે