બુલંદશહેર હિંસાના મુખ્ય આરોપી યોગેશ રાજની ધરપકડ, UP પોલીસ પર ઉઠ્યા હતા સવાલ

બજરંગ દળના જિલ્લા સંયોજક રાજ ઘટનાનાં દિવસથી જ ફરાર હતો, યોગેશે વીડિયો દ્વારા પોતાની જાતને નિર્દોષ ઠેરવી હતી

બુલંદશહેર હિંસાના મુખ્ય આરોપી યોગેશ રાજની ધરપકડ, UP પોલીસ પર ઉઠ્યા હતા સવાલ

બુલંદશહેર : યૂપીના બુલંદશહેર હિંસાના મુખ્ય આરોપી યોગેશ રાજે આખરે પોલીસને 31 દિવસ બાદ ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બજરંગ દળના જિલ્લા સંયોજક યોગેશ રાજ ઘટનાનાં દિવસથી જ ફરાર હતો. યોગેશની ધરપકડ પોલીસ માટે મોટો પડકાર બની ગઇ હતી. યોગેશ પર હિંસા ભડકાવવાનો આરોપ છે. યોગેશને બુધવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી. પહેલા યોગીશની ધરપકડમાં થઇ રહેલ વિલંબ માટે યુપી પોલીસને જવાબદાર ઠેરવવામાં આવી રહી હતી. એવું પણ કહેવાઇ રહ્યું હતું કે પોલીસ યોગેશને ક્લિનચીટ આપવાની તૈયારી કરી રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પોલીસે ઇન્સપેક્ટર સુબોધ કુમાર સિંહની હત્યાનાં કેસમાં પ્રશાંત નટ અને કલુઆની ધરપકડ કરવામાં આવી હતી, જો કે પોલીસ દ્વારા દાખલ કરાયેલા કેસ અને ફરિયાદમાં આરોપી નંબર એક યોગેશ રાજ હતો. યોગેશ ઉપરાંત બીજેવાઇએમ પૂર્વ સ્યાના નગર અધ્યક્ષ શિખર અગ્રવાલ પણ આ મુદ્દે આરોપી છે. જેને કોર્ટ તરફથી 30 દિવસના આગોતરા જામીન મળી ચુક્યા છે. પોલીસનું કહેવું છે કે પ્રોટેક્શ પુર્ણ થયા બાદ તુરંત જ તેની ધરપકડ કરવામાં આવશે. બંન્નેએ હિંસા બાદ વીડિયો દ્વારા પોતાની જાતને નિર્દોષ કહ્યા હતા. તેમનાં વીડિયો પણ વાઇરલ થયા હતા. 

પોલીસ અત્યાર સુધી 31 આરોપીઓની ધરપકડ કરી ચુકી છે. 3 ડિસેમ્બરે બુલંદ શહેરમાં કથિત ગૌહત્યાના મુદ્દે હિંસા ભડકી હતી. જેમાં ઇન્સપેક્ટર સુબોધ કુમાર સિંહ સહિત 2 લોકોના મોત થયા હતા. યોગેશ રાજ પહેલા એક પ્રાઇવેટ નોકરી કરતો હતો પરંતુ ત્યાર બાદ બજરંગ દળનો જિલ્લા સંયોજક બની ગયો હતો. યોગેશ રાજનાં ઘરની દિવાલ પર અખંડ ભારતનો નક્શો પણ છે. તેમાં ઉલ્લેખ પણ છે કે ભારત ક્યારે ક્યારે વહેંચાયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news