ડાંગ અકસ્માત: ડ્રાઈવર, ટ્યૂશન સંચાલિકા સહિત 3 લોકોની ધરપકડ, 10ના થયા હતાં મોત

ડાંગના મહાલ બરડીપાડા ખાનગી લક્ઝરી બસ અકસ્માત મામલે પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે. આ અકસ્માતમાં શાળાના વિદ્યાર્થીઓ સહિત 10 લોકોના મોત નિપજ્યા હતાં. 

ડાંગ અકસ્માત: ડ્રાઈવર, ટ્યૂશન સંચાલિકા સહિત 3 લોકોની ધરપકડ, 10ના થયા હતાં મોત

સ્નેહલ પટેલ, આહવા: ડાંગના મહાલ બરડીપાડા ખાનગી લક્ઝરી બસ અકસ્માત મામલે પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે. આ અકસ્માતમાં શાળાના વિદ્યાર્થીઓ સહિત 10 લોકોના મોત નિપજ્યા હતાં. 22 ડિસેમ્બરના રોજ ડાંગના મહાલ-બરડાપાડા માર્ગ પર સુરતના અમરોલીના વિદ્યાર્થીઓ ભરેલી સ્લિપર કોચ બસ 300 ફૂટ ઊંડે ખીણમાં ખાબકી હતી. આ બસમાં કુલ 82 વિદ્યાર્થીઓ સરવાર હતા. જેમાંથી 10 વિદ્યાર્થીઓના મોત થયા હતાં.

મળતી માહિતી મુજબ સુબિર પોલીસે બસના ડ્રાઈવર, બસ માલિક અને ટ્યૂશન સંચાલકની ધરપકડ કરી છે. ત્રણેયને કોર્ટેમાં રજુ કરાતા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતાં. પકડાયેલા આરોપીના નામ આ મુજબ છે. 

1 બસ માલિક - હાર્દિક ખુમાણ 
2 બસ ચાલક - સંજય મહેતા 
3 ટ્યુશન સંચાલક - નીતાબેન પટેલ

અત્રે જણાવવાનું કે 22 ડિસેમ્બરના રોજ ડાંગના મહાલ-બરડાપાડા માર્ગ પર સુરતના અમરોલીના વિદ્યાર્થીઓ ભરેલી સ્લિપર કોચ બસ 300 ફૂટ ઊંડે ખીણમાં ખાબકી હતી. આ બસમાં કુલ 82 વિદ્યાર્થીઓ સરવાર હતા. જેમાંથી 10 વિદ્યાર્થીઓના મોત થયા હતાં.

ડાંગના મહાલ-બરડીપાડા માર્ગ પર સુરતના અમરોલીના 82 વિદ્યાર્થીઓ ભરેલી સ્લિપર કોચ બસ પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક બસ ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ બસ 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. અકસ્માતની જાણ થતાં તાપી અને ડાંગ જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું. 82 વિદ્યાર્થીઓ ભરેલી આ બસ 300 ફુટ ઊંડી ખીણમાં ખાબકતાં ખીણ વિસ્તાર વિદ્યાર્થીઓની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. બસ ખીણમાં પડતા એટલો મોટો ધડાકો થયો હતો કે, આસપાસના ગામડાંમાં રહેતા લોકો તાત્કાલીક દોડી આવ્યા હતા.

ગામના યુવાઓએ ખીણમાં નીચે ઉતરી જઇને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટના બાદ સોનગઢ, તાપી અને વ્યારાની 8 જેટલી એમ્બ્યુલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news