મનમોહન સિંહે ગણાવી મોદી સરકારની બે મોટી ભુલ, કહ્યું PM પહોંચી ગયા છે સાવ નીચલા સ્તરે

મનમોહન સિંહે વડાપ્રધાન પર કરી છે ધારદાર કમેન્ટ્સ

મનમોહન સિંહે ગણાવી મોદી સરકારની બે મોટી ભુલ, કહ્યું PM પહોંચી ગયા છે સાવ નીચલા સ્તરે

નવી દિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2018 પહેલાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે બેંગ્લુરુમાં વર્તમાન સરકાર પર એટેક કર્યો છે અને મુખ્ય મુદ્દો રહ્યો મોદી સરકારના આર્થિક નિર્ણયો. મનમોહન સિંહે કહ્યું છે કે ''દેશના કોઈપણ વડા્પ્રધાનને આ પદનો ઉપયોગ વિરોધીઓ માટે એવી વાતો કરવા માટે નથી કર્યો જેવી રીતે મોદીજી દિવસ-રાત કરી રહ્યા છે. એક વડાપ્રધાન માટે આટલા નીચા સ્તરે જવું સારું નથી અને દેશ માટે યોગ્ય નથી.''

— ANI (@ANI) May 7, 2018

મનમોહન સિંહે બેંકિંગ વ્યવસ્થાની ઘટી રહેલી શાખ મામલે કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. આ સિવાય પૂર્વ વડાપ્રધાને મોદી સરકારની બે ભુલો ગણાવી જેને રોકી શકાય એમ હતી. મનમોહન સિંહે કહ્યું છે કે ''મોદી સરકારની બે મોટી ભુલો નોટબંધી તેમજ ઉતાવળમાં લાગુ કરાયેલી જીએસટી છે. આ ભુલ રોકી શકાય એમ હતી. આના કારણે અર્થ વ્યવસ્થાને આંચકો લાગ્યો છે. આના કારણે લઘુ ઉદ્યોગોને માર પડ્યો છે અને હજારો નોકરી જતી રહી છે.''

નીરવ મોદી મામલે મોદી સરકારને ઘેરતા પૂર્વ વડાપ્રધાને કહ્યું છે કે ''જ્યાં સુધી નીરવ મોદીનો સવાલ છે ત્યાં સુધી 2015-16માં નીરવ મોદીના કામકાજમાં ગડબડ હોવાના પુરાવા મળ્યા હતા પણ આમ છતાં સરકારે કોઈ પગલાં ન લીધા. આ મામલે જો કોઈને દોષ દેવો હોય તો વર્તમાન સરકારને જ દેવો જોઈએ. હકીકત એ છે કે પીએમ દાવોસમાં નીરવ મોદી સાથે હતા અને પછી જ એ દેશ છોડીને ભાગી ગયો હતો.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news