પૃથ્વી સાથે સોલાર તોફાન ટકરાવાથી મોબાઇલ-ટીવી ઠપ્પ થવાના ન્યૂઝનું સત્ય જાણો

જે-તે સમયે પ્રસિદ્ધ થયેલા સોલાર તોફાન અને તેની અસર અંગેના અહેવાલ પાછળથી તપાસમાં ફેક સાબિત થયેલો છે..

THIP એ પણ પોતાની તપાસમાં આ સમાચારને ફેક જણાવેલા છે ( https://bit.ly/3zLKugi ) , ZEE24કલાકે પણ આ સમાચાર ખોટા જણાતાં તેનું સત્ય લોકો સમક્ષ મુકેલું છે.. ZEE24KALAK સાચા સમાચાર માટે અને ફેકન્યૂઝ સામેની લડતમાં લડવા માટે કટિબદ્ધ છે..

પૃથ્વી સાથે સોલાર તોફાન ટકરાવાથી મોબાઇલ-ટીવી ઠપ્પ થવાના ન્યૂઝનું સત્ય જાણો

અમદાવાદ : 48 કલાકમાં પૃથ્વીથી સોલર સ્ટોર્મ ટકરાય તેવી શક્યતા અહેવાલ બાદ ફેકન્યૂઝ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. જે  ફેક હોવાનું પાછળથી સાબિત થયું છે.. વૈજ્ઞાનિકોનાં અનુસાર સુર્યમાં એક કોરોનલ હોલ થશે, જેનાં કારણે સુરજમાંથી મોટા પ્રમાણમાં ઉર્જા છુટી પડશે. આ ઉર્જામાં કોસ્મિક કિરણો પણ હશે. જે ધરતી પર ટેક બ્લેકઆઉટ કરી શકે છે. એટલે કે તેનાં કારણે સેટેલાઇટ આધારિત તમામ સેવાઓ જેવી કે મોબાઇલ સિગ્નલ, કેબલ નેટવર્ક, જીપીએસ નેવિગેશન વગેરે ઠપ્પ થઇ જશે. આ તમામ બાબતો ફેક છે.

એક રિપોર્ટ અનુસાર એવો પણ દાવો કરાયો હતો કે અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ પણ સોલાર સ્ટોર્મનાં પૃથ્વી પહોંચવાની વાતને સમર્થન આપ્યું છે. જો કે જેને પણ કોઈ સમર્થન નથી મળ્યું.. દાવો એ પણ કરવામાં આવ્યો કે તોફાનનાં કારણે ધરતીનાં સોલાર ડિસ્કનાં લગભગ અડધા હિસ્સાને કાપતા એક મોટો છેદ બનશે. જેનાં કારણે સુર્યનાં વાતાવરણથી પૃથ્વીની તરફ ખુબ જ ગરમ હવાનું એક તોફાન આવશે. જે પણ ફેક સાબિત થયું હતું.

જો કેનેશનલ ઓશન એન્ડ અટમોસ્ફિયર એસોસિએશનનું કહેવું છે કે તે,આ સોલાર સ્ટોમ જી-1 કેટેગરીનું છે. એટલે કે આ તોફાન હળવું હશે, પરંતુ તેનાં કારણે ઘણુ બધુ નુકસાન થવાની શક્યતાઓ છે. જેને કોઈ સમર્થન મળી શક્યું નથી.. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌર તોફાન સુર્યની સપાટી પર આવેલ ક્ષણીક પરિવર્તનનાં કારણે ઉત્પન્ન થાય છે. તેને પાંચ શ્રેણી જી-1થી જી-5 વચ્ચે વહેંચવામાં આવે છે. તેમાં જી-5 શ્રેણીનું તોફાન સૌથી ખતરનાક હોય છે. 

નિષ્ણાંતોનું કહેવું છે કે, જી-1 કેટેગરીમાં પાવર ગ્રિડ પર સૌથી વધારે અસર થાય છે. માઇગ્રેટરી બર્ડ્સ પર પણતેની ગંભીર અસર પડે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news