PM મોદી અને શી જિનપિંગ સરહદ પર શાંતિપૂર્ણ સંબંધો જાળવી રાખવા સહમત-વિદેશ મંત્રાલય
પીએમ નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત બાદ વિદેશ સચિવ વિજય ગોખલેએ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું.
Trending Photos
નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત બાદ વિદેશ સચિવ વિજય ગોખલેએ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે આ પ્રવાસમાં પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ચાર બેઠકો થઈ અને આ દરમિયાન બંને દેશ સરહદ પર શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવા માટે સહમત થયાં. આ દરમિયાન એ પણ જણાવવામાં આવ્યું કે દિલ્હીથી જ નક્કી થયું હતું કે કોઈ સમાધાન થશે નહીં. પરંતુ બંને દેશો કેટલાક મુદ્દાઓ પર સહમત થયા છે. ભારત-ચીનની સરહદો પર શાંતિ રહેશે. વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી.
મુખ્ય અંશો...
- મોદી અને જિનપિંગ વચ્ચે વ્યાપાર અને પર્યટનના મુદ્દે વાતચીત થઈ.
- બંને નેતાઓએ ગંગા સફાઈ અને ખેલોના મુદ્દે પણ વાત કરી.
- પીએમ મોદીએ STRENGTHની વાત કરી જે શી જિનપિંગને ગમી.
- ભારત-ચીનની ફિલ્મો બંને દેશોમાં બતાડવામાં આવશે.
- ભારત-ચીન વિશ્વની બે મોટી શક્તિઓ છે અને બંનેએ નક્કી કર્યુ છે કે તેઓ શાંતિપૂર્ણ સંબંધો જાળવી રાખશે.
- દિલ્હીથી જ નક્કી થયું હતું કે કોઈ સમાધાન થશે નહીં. પરંતુ બંને દેશો કેટલાક મુદ્દાઓ પર સહમત થયા છે.
- ભારત-ચીનની સમગ્ર સરહદ પર શાંતિ બની રહેશે.
- આતંકવાદથી બંને દેશોને ખતરો, બંને દેશોએ સાથે મળીને લડવા પર ભરોસો વ્યક્ત કર્યો છે.
- આતંકી મસૂદ અઝહરને લઈને બંને દેશો વચ્ચે વાતચીત થઈ છે.
- ભારત-ચીનની આખી સરહદ પર શાંતિ જાળવી રાખવા અને સુરક્ષાના ચુસ્ત ઈન્તેજામ કરવા માટે વાતચીત થઈ છે.
The two leaders (Modi & Xi) underscored that it is important to maintain peace along India-China border region & decided that they will issue strategic guidance to their respective militaries to strengthen communications & to build trust & understanding: Foreign Secretary pic.twitter.com/TWDmFYIWRk
— ANI (@ANI) April 28, 2018
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદીએ આજે દિવસની શરૂઆત વુહાનના પાર્કમાં પહેલા શી જિનપિંગ સાથે સૈર કરીને કરી અને ત્યારબાદ બોટિંગની મજા પણ માણી. બોટિંગ કર્યા બાદ પીએમ મોદીએ જિનપિંગ સાથે મળીને ચા પીધી અને વર્લ્ડ ઈકોનોમી ફોરમ પર વાતચીત કરી. ચા પર ચર્ચા દરમિયાન પીએમ મોદીએ જિનપિંગને વર્લ્ડ ઈકોનોમીની રૂપરેખા દર્શાવી અને તે અંગે ચર્ચા કરી.
#WATCH Live from China: MEA addresses the media in Wuhan. https://t.co/CUjQKf6gOB
— ANI (@ANI) April 28, 2018
જિનપિંગ સાથે મુલાકાત બાદ ખુશ છું-મોદી
પહેલા દિવસે પીએમ મોદીએ મુલાકાત બાદ ટ્વિટ કરીને કહ્યું કે વુહાનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળીને ખુશ છું. અમારી વાર્તા વ્યાપક અને સાર્થક રહી. ભારત-ચીનના સંબંધોને મજબુત કરવા માટે અને અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત કરી. અત્રે જણાવવાનું કે પીએમ મોદીનો આ ચોથો ચીન પ્રવાસ છે.
બંને દેશોનો વિશ્વ પર પડી રહ્યો છે પ્રભાવ-ચીન
ચીની રાષ્ટ્રપતિએ કહ્યું કે ચીન અને ભારતે રાષ્ટ્રીય વિકાસ, પરસ્પર લાભના સહયોગને મજબુત કરવા, સ્થિરતા, વિકાસ, સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા, વૈશ્વિક શાંતિ અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેમણે મોદીને કહ્યું કે બંને દેશોએ નીકટ ભાગીદારી કાયમ કરી છે અને સહયોગ કર્યો છે. આપણે સકારાત્મક પ્રગતિ કરી છે. ભારત અને ચીન બંને દેશોની સયુંક્ત વસ્તી 2.6 અબજ છે જેમાં વિકાસ માટે જબરદસ્ત ક્ષમતા છે. આ બંને દેશોનો પ્રભાવ ક્ષેત્ર અને વિશ્વમાં ઝડપથી વધી રહ્યો છે. તેમણે કહ્યું કે ચીન અને ભારત વૈશ્વિક સંવૃદ્ધિ માટે મહત્વપૂર્ણ એન્જિન છે. દુનિયામાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે ચીન-ભારત વચ્ચે સારા સંબંધ હોવા ખુબ જરૂરી છે અને એક સકારાત્મક ચીજ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે