રામને કાલ્પનિક ગણાવનારાઓ હવે હિન્દુત્વનાં ઝંડા લઇ સર્ટીફિકેટ વહેંચી રહ્યા છે: PM

રાજસ્થાન અને તેલંગાણામાં ચૂંટણી પ્રચારના હવે અંતિમ દિવસો બચ્યા છે, 7 ડિસેમ્બરે અહીં મતદાન યોજાવાનું છે

રામને કાલ્પનિક ગણાવનારાઓ હવે હિન્દુત્વનાં ઝંડા લઇ સર્ટીફિકેટ વહેંચી રહ્યા છે: PM

નવી દિલ્હી : પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી હવે પોતાના અંતિમ તબક્કામાં છે. તમામ લોકોની નજર હવે રાજસ્થાન અને તેલંગાણા પર છે. બંન્ને રાજ્યોમાં 7 ડિસેમ્બરે મતદાન થવાનું છે. મતદાન પહેલા રાજનીતિક દળો પોતાની સંપુર્ણ શક્તિ પ્રચારમાં લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન તેલંગાણા બંન્ને રાજ્યોમાં રેલીઓ સંબોધિત કરશે. 

વડાપ્રધાને પહેલા રાજસ્થાનનાં જોધપુરમાં રેલી સંબોધિત કરી હતી. વડાપ્રધાને પોતાનાં ભાષણની શરૂઆત રાજસ્થાની ભાષામાં કરી હતી. PMએ કહ્યું કે, બે દિવસ પહેલા જ મેજર શૈતાન સિંહનો જન્મ દિવસ હતો, હું તેમને નમન કરુ છું. જોધપુરનાં ભુજામાં શૌર્ય છે અને જીભ પર મીઠાશ. જોધપુરની મીઠાઇ, ડુંગળી કચોરી, મરચા વડાનો સ્વાદ દરેકની જીભ પર મળે છે. તેમણે કહ્યું કે, અહીં કોઇ નારાજ થઇ જ શકે નહી. 

વીંછીને પણ વીંછીજી કહે છે
વડાપ્રધાને કહ્યું કે, આ ધરતી પર વીંછીને પણ વીંછીજી કહે છે. આ મારવાડ અનેક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો કિલ્લો રહ્યો છે. અમારા વિરોધીઓ જ્યારે આવે છે ત્યારે ખુબ કિચ્ચડ ઉછાળે છે. પરંતુ જેટલું કિચ્ચડ તેઓ ઉછાળે છે તેનાંથી કમળ વધારેને વધારે ખીલે છે. કોંગ્રેસ અસત્ય ફેલાવવાનીં યુનવર્સિટી બની ચુકી છે. અહીં પ્રવેશ કરવો જ અસત્યમાં પીએચડીનો અભ્યાસ કરવા જેવું છે. વડાપ્રધાને કહ્યું કે, જે વધારે અસત્ય બોલે છે તેને મોટા પદ પર બેસાડવામાં આવે છે. 

હિંદુત્વ મુદ્દે રાહુલને જવાબ
કોંગ્રેસનાં નેતા રાજસ્થાનનાં વિકાસ મુદ્દે વાત નથી કરતા. નામદાર કહે છે કે મોદીને હિંદુઓનું જ્ઞાન થી, પરંતુ આ ચુંટણી મુદ્દો છે શું ? હિંદુત્વ એક વારસો છે, હિંદુનું જ્ઞાન એટલું વિશાળ છે કે કોઇ દાવો ન કરી શકે તે તેને હિંદુત્વનું જ્ઞાન છે. તેમણે કહ્યું કે, કોઇ માણસ હિંદુત્વનું તમામ  જ્ઞાન લઇ શકે તેટલું સામર્થ્ય નથી. 

વડાપ્રધાને કહ્યું કે, રાહુલનું જ્ઞાન તેમને મુબારક, તેમના જ્ઞાનથી દેશને મનોરંજન મળે છે. કોંગ્રેસનાં નેતાઓએ સનાતન ધર્મ પર સવાલ ઉઠાવ્યા, હિન્દુત્વનાં અનેક પાસાઓ છે. વડાપ્રધાને કહ્યું કે, હિન્દુત્વમાં જાતીઓની વાત નથી હોતી. વડાપ્રધાને કહ્યું કે, જ્યારે સરદાર પટેલે સોમનાથ મંદિરના નિર્માણની કસમ ખાધી હતી તો જવાહરલાલ નેહરૂએ કઇ નીતિ અપનાવી હતી. જ્યારે ડૉ.રાજેન્દ્ર પ્રસાદ સોમનાથ આવી રહ્યા હતા, ત્યારે નેહરૂએ તેમનો વિરોધ કર્યો હતો. 

રામને ગણાવ્યું હતું કાલ્પનિક પાત્ર
વડાપ્રધાને કહ્યું કે, આજે કોંગ્રેસ હિન્દુત્વનાં ઝંડા લઇને ફરે છે પરંતુ મનમોહન સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, ભગવાન રામ હોવા અંગેનું કોઇ ઐતિહાસિક પ્રમાણ નથી, તેમણે કહ્યું હતું કે, આ કાલ્પનીક પાત્ર છે. અમારી સરકારે 9 કરોડ શૌચાલય બનાવ્યા રાજસ્થાનમાં પણ 80 લાખ શૌચાલય બનાવ્યા. ગૌરક્ષાની વાત આવે તો તેજાજી મહારાજને કોઇ ભુલી શકે નહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news